આજે સમગ્ર વિશ્વમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. ગુજરાતમાં વડનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રીની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલપણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા.
પહલાદનગર ગાર્ડનમાં અમિત શાહે યોગ કર્યા
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં અમિત શાહે યોગ કર્યા હતા. અમિત શાહ સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય અમિત ઠાકર પણ પાજર રહ્યા હતા.આ કાર્યક્રમ બાદ અમિત શાહ સરખેજમાં હરિયાળી લોકસભા ગાંધીનગર લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર આપી હતી.
સુરતમાં મંત્રી મુકેશ પટેલ કર્યા યોગ
સુરતમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સરસાણા ડોમ ખાતે યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, અને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા.
સીઆર પાટીલ વડોદરામાં કર્યા યોગ
વડોદરામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી સાથે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિન્કીબેન સોની, વડોદરા શહેર ભાજપ પ્રમુખ, મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાએ ભાવનગરમાં ઉજવણી કરી
ભાવનગર ખાતે 11 માં વિશ્વ યોગદિનની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની યોગદિનની ઉજવણી સીદસર સ્પોર્ટ્સ કોમ્લ્પેક્ષ ખાતે કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી ,જેમાં કલેકટર, એસપી , વાઇસ ચાન્સલર,પોલીસ જવાનો, દિવ્યાંગો,શાળાના વિદ્યાર્થીઓ, એન.સી.સીના કેડીટ્સ સહિતના 4000 થી વધુ લોકો જોડાયા હતા.
બીએપીએસ અટલાદરામાં પણ યોગની ઉજવણી
21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ બાળકો, યુવાનો તથા હરિભક્તોએ સરકારની સૂચના અનુસારના યોગ કાર્યક્રમમાં સંમેલિત થયા હતા.
કચ્છમાં કુંવરજીભાઈ બાવળીયાએ યોગ કર્યા
11 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી કચ્છમાં ભુજના સ્મૃતિવન ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.જેમાં સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કલેક્ટર, ડીડીઓ, ડીઆઈજી, એસપી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






