Home Gujarat Woman Dies During Treatment After Being Hit By Car While Going To Work In The Morning

કાર ચાલકે મહિલાને મારી જોરદાર ટક્કર : કામ પર જતી મહિલાને કાર ચાલકે ટક્કર મારી, સારવાર દરમિયાન મોત

કાર ચાલકે મહિલાને મારી જોરદાર ટક્કર
Published by: OBS Bureau
Last Updated: Jun 29, 2025, 11:38 AM IST

અમદાવાદ દિલ્હી દરવાજા પાસે મોટી દુર્ઘટના સર્જાતા સર્જાતા રહી ગઈ. સમગ્ર ઘટના એવી છે કે, એક મહિલા સફાઈ કર્મચારી સવારે કામ પર જતા સમયે રોડ ક્રોસ કરતા દરમિયાન એક કાર ચાલકે જોરદાર ટક્કર મારી હતી.આ ટક્કર બાદ મહિલા ગંભીર રીતે ઘાયલ પણ થઈ હતી. મહિલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અંગે એડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કારચાલકની ધરપકડ કરી છે.

આ મહિલાનું નામ ડાહીબેન ચૌહાણ જેની ઉંમર 49 વર્ષીની હતી. તેઓ દરિયાપુરના વાલ્મિકી વાસમાં રહેતા મહિલા સવારે ઘરેથી બહાર ચાલતા ચાલતા BRTSનો રોડ ક્રોસ કરીને જઈ રહ્યા હતા.આ દરમિયાન દિલ્હી દરવાજાથી એક ફોર વ્હીલર ગાડી પૂરપાટ ઝડપે આવી હતી.જેમણે તેમને ટક્કર મારી અને ગાડી બીઆરટીએસની રેલિંગ સાથે અથડાઈ હતી.અકસ્માતમાં ડાહીબેનને શરીર અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.જેથી તેમને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન ડાહીબેનનું મોત થયું છે.એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ અંગે કારચાલક શશાંક રાય નામના 25 વર્ષીય યુવક સામે ગુનો નોંધીને કાર ચાલકની ધરપકડ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now