Home Tech/Gadgets Wifi Speed Boost Tips Slow Internet Fix Expert Guide

ઇન્ટરનેટની સ્લો સ્પીડથી છુટકારો મેળવો : આ એક્સપર્ટ ટિપ્સ તમારા WiFiને બનાવી દેશે સુપરફાસ્ટ

ઇન્ટરનેટની સ્લો સ્પીડથી છુટકારો મેળવો
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2026, 05:45 PM IST

વર્તમાન સમયમાં Office વર્ક હોય, Online ગેમિંગ કે પછી Video Streaming, ઘરના દરેક કામ માટે હાઇ સ્પીડ ઇન્ટરનેટ અનિવાર્ય બની ગયું છે. જો વાઇ-ફાઇની ગતિ ધીમી પડી જાય તો મહત્વના કામો અટકી પડે છે અને મનોરંજનમાં પણ ખલેલ પહોંચે છે. અનેક લોકો મોંઘા પ્લાન હોવા છતાં સ્લો સ્પીડની ફરિયાદ કરતા હોય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો નિષ્ણાતોની આ સરળ ટિપ્સ અનુસરીને તમારા Router ની કાર્યક્ષમતા વધારી શકો છો.

Router અને કામ કરવાની જગ્યામાં ફેરફાર કરો

ઇન્ટરનેટની સ્પીડ સીધો આધાર તમારા Router અને ઉપકરણ વચ્ચેના અંતર પર હોય છે. જો તમે Router ની નજીક બેસીને કામ કરો છો તો Ethernet કનેક્શનનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ વિકલ્પ છે. આ વાયર્ડ કનેક્શન દ્વારા તમને સ્થિર અને અદભૂત સ્પીડ મળી શકે છે. જો વાયરનો ઉપયોગ શક્ય ન હોય તો પ્રયત્ન કરો કે તમારું Router એ જ રૂમમાં ઇન્સ્ટોલ કરેલું હોય જ્યાં તમે સૌથી વધુ સમય પસાર કરો છો. આનાથી સિગ્નલ વચ્ચે અવરોધ ઓછો આવશે અને કનેક્ટિવિટી ઝડપી બનશે.

WiFi Extender નો સ્માર્ટ ઉપયોગ

મોટા ઘરોમાં જ્યારે એક જ Router ના સિગ્નલ દરેક ખૂણા સુધી નથી પહોંચતા ત્યારે WiFi Extender ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ નાનકડું ડિવાઇસ કનેક્શનની રેન્જને વિસ્તારવાનું કામ કરે છે. આની મદદથી તમે ઘરના એવા ભાગોમાં પણ હાઇ સ્પીડ ઇન્ટરનેટનો આનંદ માણી શકો છો જ્યાં અગાઉ સિગ્નલ નબળા આવતા હતા.

ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી અંતર જાળવો

ઘણા લોકો Router ને ટીવી કે ફ્રીજ જેવા ઉપકરણોની પાછળ અથવા ફર્નિચરના ખૂણામાં છુપાવીને રાખે છે. વાસ્તુની દ્રષ્ટિએ નહીં પણ ટેકનિકલ રીતે આ ખોટું છે. Microwave અથવા TV જેવા Electronic ઉપકરણો અને ધાતુની સપાટી વાઇ-ફાઇના સિગ્નલ સાથે ઇન્ટરફિયર કરી શકે છે. આનાથી સિગ્નલ નબળા પડે છે અને ડેટા ટ્રાન્સફરની ગતિ ઘટી જાય છે. તેથી હંમેશા Router ને ખુલ્લી જગ્યામાં અને અન્ય વિજળીના સાધનોથી દૂર રાખવું જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now