રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભા માટે દેશના ચાર પ્રતિષ્ઠિત નાગરિકોને નોમિનેટ કર્યા છે. આ યાદીમાં વખાતું નામ છે વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમનું, જેમણે 26/11 મુંબઈ હુમલાના આરોપી અજમલ કસાબને ફાંસી સુધી લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ઉજ્જવલ નિકમ – કાયદાની લડાઈના શુરવીર
ઉજ્જવલ નિકમનો જન્મ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં થયો હતો. અહીંથી જ તેમણે જિલ્લા ફરિયાદી તરીકે વકીલાતની કારકિર્દી શરૂ કરી હતી. વર્ષ 1991ના કલ્યાણ વિસ્ફોટ કેસમાં રવિંદર સિંહને દોષિત ઠેરવવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં, તેઓ સરકારી વકીલ તરીકે સામેલ થયા અને ત્યારપછી 14 વર્ષ સુધી ખાસ ટાડા કોર્ટમાં સેવા આપી. તેમનો સૌથી ચર્ચિત કેસ રહ્યો 2008ના મુંબઈ હુમલાનો, જેમાં પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબ વિરુદ્ધ તેમણે દલીલો કરી હતી.
હાઇ પ્રોફાઇલ કેસોનો અનુભવ
ઉજ્જવલ નિકમએ તેમની કારકિર્દી દરમિયાન અનેક ઉચ્ચપ્રોફાઇલ કેસોમાં સરકારી પક્ષનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમાં ગુલશન કુમાર હત્યા કેસ, પ્રમોદ મહાજન હત્યા કેસ, 2013 મુંબઇ ગેંગ રેપ, અને 2016 કોપર્ડી બળાત્કાર અને હત્યા કેસ શામેલ છે.
તેમના દલીલપ્રવાહી અભિગમ અને કાયદાકીય દૃઢતાને કારણે તેઓ દેશના સૌથી સફળ પ્રોસિક્યુટરોમાંના એક ગણાય છે.
પદ્મશ્રીથી સન્માનિત, 600થી વધુ દોષિતોને સજા
30 વર્ષથી વધુની વકીલાત કારકિર્દીમાં ઉજ્જવલ નિકમએ 600થી વધુ આરોપીઓને આજીવન કેદ અને 37ને ફાંસીની સજા ફટકારાવી છે. તેમની કામગીરીના પ્રતિકરૂપ રૂપે વર્ષ 2016માં તેમને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા હતા.
26/11 કેસ દરમિયાન Z પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી, જે બતાવે છે કે તેઓ કેટલી ગંભીર અને જોખમભરી ફાઇલોમાં સામેલ રહ્યા છે.
ભાજપ તરફથી લોકસભા ચૂંટણીમાં પણ સમર કર્યાં
2024ની લોકસભા ચૂંટણીમાં, ઉજ્જવલ નિકમને ભાજપે મુંબઈ ઉત્તર મધ્ય બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. અગાઉ આ બેઠક પરથી પૂનમ મહાજન સાંસદ હતાં, પરંતુ પક્ષે ટિકિટ બદલીને નિકમને ઉતાર્યા હતા. જો કે, તેમને કોંગ્રેસના વર્ષા ગાયકવાડ સામે આશરે 16 હજાર મતોથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
તેહરાનમાં ખામનેઈને અંતિમ વિદાય: ખામનેઈના તાબૂત પાસે ભારતના નેતાઓ અને ધર્મગુરુઓએ આપી શ્રદ્ધાંજલિ






