logo-img
Which Phone Will Benefit You From Buying Between Google Pixel 10a And Pixel 9a

Google Pixel 10a અને Pixel 9a માંથી ક્યો ફોન ખરીદવાથી તમને ફાયદા થશે? : જાણો દમદાર બેટરી, શાનદાર AI ફીચર્સ અને કિંમત વિશેની માહિતી

Google Pixel 10a અને Pixel 9a માંથી ક્યો ફોન ખરીદવાથી તમને ફાયદા થશે?
Published by: Offbeat Team
| Last Updated: Feb 19, 2026, 01:26 PM IST

Google Pixel 10a vs Pixel 9a : ગૂગલે આખરે ભારતીય બજારમાં તેનો લેટેસ્ટ સ્માર્ટફોન Google Pixel 10a લોન્ચ કરી દીધો છે. આ ફોન લોકપ્રિય Pixel 9a ના સક્સેસર તરીકે આવ્યો છે. પિક્સેલની 'A' સીરીઝ હંમેશા તેના શાનદાર કેમેરા અને પ્રીમિયમ ફીચર્સ માટે જાણીતી છે, જે બજેટમાં પણ ફ્લેગશિપ જેવો એક્સપિરિયન્સ આપે છે. જોકે, નવા ફોનના આવવાથી જૂના મોડલ Pixel 9a ની કિંમતમાં પણ ઘટાડો થયો છે, જેના કારણે ગ્રાહકોમાં મૂંઝવણ છે કે, ક્યો ફોન ખરીદવો.

Pixel 10a : શાનદાર ડિસ્પ્લે અને મોટી બેટરી

નવા Google Pixel 10a માં કંપનીએ કેટલાક મહત્વના ફેરફાર કર્યા છે. આ ફોન 6.3-ઇંચની Actua ડિસ્પ્લે સાથે આવે છે, જે 3,000 nits ની પીક બ્રાઇટનેસ આપે છે, એટલે કે તડકામાં પણ સ્ક્રીન એકદમ સાફ દેખાશે. આમાં 5100mAh ની બેટરી આપવામાં આવી છે, જે અત્યાર સુધીની A-સિરીઝની સૌથી મોટી બેટરી છે. આ ઉપરાંત, ધૂળ અને પાણીથી બચવા માટે આમાં IP68 રેટિંગ પણ મળે છે.

Pixel 9a : હજુ પણ છે રેસમાં આગળ

બીજી તરફ Pixel 9a ની વાત કરીએ તો, તેમાં પણ 6.3-ઇંચની શાનદાર pOLED ડિસ્પ્લે છે. જોકે તેની બ્રાઇટનેસ (2700 nits) નવા ફોન કરતા થોડી ઓછી છે, પરંતુ સામાન્ય વપરાશમાં કોઈ ખાસ તફાવત જણાતો નથી. આ ફોનમાં પણ Google નું શક્તિશાળી Tensor G4 પ્રોસેસર છે, જે નવા Pixel 10a માં પણ વપરાયું છે. ફોટોગ્રાફી માટે તેમાં 48mp નો મુખ્ય કેમેરો છે જે અદભૂત ફોટા પાડે છે.

કિંમત અને ઓફર્સનો તફાવત

કિંમતની વાત કરીએ તો અહીં મોટો વળાંક જોવા મળે છે. Pixel 9a હવે ₹39,999 ની શરૂઆતની કિંમતે મળી રહ્યો છે. જ્યારે નવો Pixel 10a ₹49,999 માં લોન્ચ થયો છે. જો તમે બેંક ઓફર્સનો ઉપયોગ કરો છો, તો Pixel 10a પર ₹3,000 નું કેશબેક મળી શકે છે, છતાં પણ બંને ફોન વચ્ચે કિંમતનો મોટો તફાવત રહે છે.

ક્યો ફોન ખરીદવો?

જો આપણે બંને ફોનની સરખામણી કરીએ, તો Pixel 10a માં તમને થોડી વધુ બ્રાઇટનેસ અને સહેજ મોટી બેટરી મળે છે. પરંતુ, બંનેમાં પ્રોસેસર (Tensor G4) એકસરખું જ છે. આથી, જો તમારું બજેટ મર્યાદિત છે અને તમે 'વેલ્યુ ફોર મની' ફોન શોધી રહ્યા છો, તો Pixel 9a ખરીદવો એ વધુ સમજદારીભર્યું પગલું ગણાશે. જો તમને લેટેસ્ટ મોડલ અને વધુ બ્રાઇટનેસનો શોખ હોય, તો જ Pixel 10a તરફ જવું જોઈએ.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now