logo-img
Which Phone To Buy From Oppo Moto And Realme Know Which Smartphone Will Be Best For You

Oppo, Moto અને Realme ના ફોનમાંથી ક્યો ખરીદવો? : ખરીદતા પહેલા જાણો કયું ડિવાઇસ તમારા માટે બેસ્ટ રહેશે!

Oppo, Moto અને Realme ના ફોનમાંથી ક્યો ખરીદવો?
Published by: Offbeat Team
| Last Updated: Feb 17, 2026, 07:47 AM IST

Latest smartphones : Oppo એ ભારતમાં એક નવો સ્માર્ટફોન OPPO K14x 5G લોન્ચ કર્યો છે, જે Realme C85 5G અને Moto G67 Power 5G સાથે કોમ્પિટિશન કરે છે. Oppo K14x 5G માં MediaTek Dimensity 6300 ચિપસેટ છે. જ્યારે Realme C85 5G માં MediaTek Dimensity 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જ્યારે Moto G67 Power 5G માં Qualcomm Snapdragon 7s Gen 2 પ્રોસેસર છે. Oppo K14x 5G, Realme C85 5G અને Moto G67 Power 5G માંથી ક્યો સ્માર્ટફોન તમારા માટે રહેશે બેસ્ટ?, જાણો કિંમત થી લઈને કેમેરા સુધીની સંપૂર્ણ માહિતી.

Oppo K14x 5G vs Moto G67 Power 5G vs Realme C85 5G

કિંમત

Oppo K14x 5G ના 4GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹14,999 અને 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹16,999 છે.

Realme C85 5G ના 4GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹16,499 અને 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹17,999 છે.

Moto G67 Power 5G ના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹15,999 છે.

ડિસ્પ્લે

Oppo K14x 5G માં 6.75-ઇંચની HD+ ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1604x720 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 1125 nits પીક બ્રાઇટનેસ છે.

Realme C85 5G માં 6.8-ઇંચની LCD HD+ ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1570x720 પિક્સેલ, 144Hz રિફ્રેશ રેટ અને 1200 nits પીક બ્રાઇટનેસ છે.

Moto G67 Power 5G માં 6.7-ઇંચની Full HD+ LCD ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1080x2400 પિક્સેલ અને 120Hz રિફ્રેશ રેટ છે.

બેટરી બેકઅપ

Oppo K14x 5G માં 6,500mAh બેટરી છે, જે 45W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Realme C85 5G માં 7,000mAh બેટરી છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Moto G67 Power 5G માં 7,000mAh બેટરી છે જે 30W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

ઓપરેટિંગ સિસ્ટમ

Oppo K14x 5G એન્ડ્રોઇડ 16 પર બેસ્ડ ColorOS 16 પર ચાલે છે.

જ્યારે Realme C85 5G એન્ડ્રોઇડ 15 પર બેસ્ડ Realme UI 6.0 પર ચાલે છે.

Moto G67 Power 5G એન્ડ્રોઇડ 15 પર બેસ્ડ Hello UX પર ચાલે છે.

પ્રોસેસર

Oppo K14x 5G માં MediaTek Dimensity 6300 ચિપસેટ છે.

Realme C85 5G માં MediaTek Dimensity 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

Moto G67 Power 5G માં Qualcomm Snapdragon 7s Gen 2 પ્રોસેસર છે.

કેમેરા સેટઅપ

Oppo K14x 5G માં f/1.8 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો અને f/2.4 અપર્ચર સાથે 2mp નો પોટ્રેટ કેમેરો છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે f/2.2 અપર્ચર સાથે 5mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.

Realme C85 5G માં f/1.8 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો અને સેલ્ફી અને વિડીયો કોલ માટે 8mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.

Moto G67 Power 5G માં f/1.8 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો, f/2.2 અપર્ચર સાથે 8mp નો અલ્ટ્રાવાઇડ કેમેરો અને ટુ-ઇન-વન ફ્લિપ કેમેરો છે. તેમાં સેલ્ફી માટે f/2.2 અપર્ચર સાથે 32mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.

કનેક્ટિવિટી ઓપ્શન

Oppo K14x 5G 5G માં ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi, Bluetooth 5.4, GPS અને USB Type-C પોર્ટ જેવા કનેક્ટિવિટી ઓપ્શન આપવામાં આવે છે.

Realme C85 5G 5G માં Wi-Fi 5, Bluetooth 5.3, GPS અને USB Type-C પોર્ટ જેવા ઓપ્શન મળે છે.

Moto G67 Power 5G 5G માં ડ્યુઅલ-બેન્ડ Wi-Fi, Bluetooth 5.1, GPS અને USB Type-C પોર્ટ સાથે આવે છે.

તમારા માટે કયો ફોન છે બેસ્ટ?

ફીચર્સ અને કિંમતની સરખામણી જોતા, જો તમે શ્રેષ્ઠ ડિસ્પ્લે ક્વોલિટી (Full HD+), પાવરફુલ પ્રોસેસર (Snapdragon 7s Gen 2) અને શાનદાર સેલ્ફી (32MP) શોધી રહ્યા છો, તો Moto G67 Power 5G તમારા માટે સૌથી શ્રેષ્ઠ પસંદગી છે, કારણ કે તેમાં ₹15,999 માં 8GB રેમ પણ મળે છે. બીજી તરફ, જો તમારો મુખ્ય હેતુ લાંબો બેટરી બેકઅપ (7,000mAh) અને ઝડપી રિફ્રેશ રેટ (144Hz) છે, તો Realme C85 5G તરફ જઈ શકાય. પરંતુ, જો તમે બજેટમાં રહીને (₹14,999) લેટેસ્ટ સોફ્ટવેર અનુભવ અને સ્લિમ ડિઝાઇન ઈચ્છો છો, તો Oppo K14x 5G એક સારો ઓપ્શન સાબિત થશે. ટૂંકમાં, ઓલ-રાઉન્ડર પર્ફોર્મન્સ માટે 'Moto' અને લાંબી બેટરી માટે 'Realme' બેસ્ટ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now