Home Tech/Gadgets Which Phone Is The Best Among The Latest Smartphones From Poco Oppo And Redmi

Poco, Oppo અને Redmi ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન છે બેસ્ટ? : ફીચર્સ અને કિંમતની દ્રષ્ટિએ જાણો કયો ફોન છે તમારા માટે બેસ્ટ

Poco, Oppo અને Redmi ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન છે બેસ્ટ?
Published by: Aryan Shah
| Last Updated: Mar 24, 2026, 07:16 AM IST

Latest Smartphone : Poco એ હાલમાં ભારત માર્કેટમાં Poco X8 Pro Max 5G લોન્ચ કર્યો છે, જે Oppo ના Reno 15C 5G અને Redmi ના Note 15 Pro+ 5G સાથે કોમ્પિટિશન કરે છે. Poco X8 Pro Max 5G માં MediaTek Dimensity 9500s પ્રોસેસર આપવામાં આવ્યું છે, જ્યારે Oppo Reno 15C 5G માં Qualcomm Snapdragon 6 Gen 1 પ્રોસેસર સામેલ છે. Redmi Note 15 Pro+ 5G માં Qualcomm Snapdragon 7s Gen 4 પ્રોસેસર સામેલ છે. જાણો Poco X8 Pro Max, Oppo Reno 15C 5G અને Redmi Note 15 Pro+ 5G ની કિંમત, ફીચર્સ અને કેમેરા સેટઅપ વિશેની માહિતી.

Poco X8 Pro Max or Oppo Reno 15C 5G or Redmi Note 15 Pro+ 5G

કિંમત અને સ્ટોરેજ

Poco X8 Pro Max 5G ના 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹39,999 અને 12GB+512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹43,999 છે.

Oppo Reno 15c 5G ના 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹34,999 અને 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹37,999 છે.

Redmi Note 15 Pro+ 5G ના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹37,999 છે.

ડિસ્પ્લે અને રિઝોલ્યુશન

Poco X8 Pro Max 5G માં 6.83-ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 2756×1268 પિક્સેલ છે, 120Hz રિફ્રેશ રેટ અને 3500 nits પીક બ્રાઇટનેસ છે.

Oppo Reno 15c માં 6.57-ઇંચની AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 2372×1080 પિક્સેલ છે, 120Hz રિફ્રેશ રેટ અને 1400 nits પીક બ્રાઇટનેસ છે.

Redmi Note 15 Pro+ 5G માં 6.83-ઇંચની AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1.5K રીઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ અને 3200 nits પીક બ્રાઇટનેસ છે.

ઓપરેટિંગ સિસ્ટમ

Poco X8 Pro Max 5G માં એન્ડ્રોઇડ 16 પર બેસ્ડ HyperOS 3 પર કાર્ય કરે છે.

Oppo Reno 15c 5G માં એન્ડ્રોઇડ 16 પર બેસ્ડ ColorOS 16 પર કામ કરે છે.

Redmi Note 15 Pro+ 5G માં એન્ડ્રોઇડ 15 પર બેસ્ડ HyperOS 2 પર કાર્ય કરે છે.

પ્રોસેસર

Poco X8 Pro Max 5G માં MediaTek Dimensity 9500s પ્રોસેસર આપવામાં આવ્યું છે.

Oppo Reno 15C 5G માં Qualcomm Snapdragon 6 Gen 1 પ્રોસેસર સામેલ છે.

Redmi Note 15 Pro+ 5G માં Qualcomm Snapdragon 7s Gen 4 પ્રોસેસર છે.

કેમેરા સેટઅપ

Poco X8 Pro Max 5G ના રિયરમાં f/1.51 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો અને f/2.2 અપર્ચર સાથે 8mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે f/2.0 અપર્ચર સાથે 20mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Oppo Reno 15c 5G માં f/1.8 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો, f/2.2 અપર્ચર સાથે 8mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો અને f/2.4 અપર્ચર સાથે 2mp નો મેક્રો કેમેરા સાથે સેલ્ફી માટે f/2.0 અપર્ચર સાથે 50mp નો ફ્રન્ટ કેમેરો છે.

Redmi Note 15 Pro+ 5G માં OIS સપોર્ટ સાથે 200mp નો મુખ્ય કેમેરો અને 8mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો અને વીડિયો કોલિંગ માટે 32mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

બેટરી બેકઅપ

Poco X8 Pro Max 5G માં 9,000mAh બેટરી આપવામાં આવી છે, જે 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Oppo Reno 15c 5G માં 80W ના SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 7,000mAh બેટરી મળે છે.

Redmi Note 15 Pro+ 5G માં 6,500mAh ની બેટરીને ચાર્જ કરવા માટે 100W નું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે.

કનેક્ટિવિટી ઓપ્શન

Poco X8 Pro Max 5G માં 5G, Wi-Fi 6, બ્લૂટૂથ 6, NFC અને USB ટાઇપ-C પોર્ટ મળે છે.

Oppo Reno 15c 5G માં 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6, બ્લૂટૂથ 5.4, GPS અને USB ટાઇપ-C પોર્ટનો સમાવેશ થાય છે.

Redmi Note 15 Pro+ 5G માં Wi-Fi, બ્લૂટૂથ, NFC, IR બ્લાસ્ટર અને USB ટાઇપ-C પોર્ટ આપવામાં આવ્યા છે.

કયો સ્માર્ટફોન લેવાય?

જો તમને પાવરફૂલ પ્રોસેસર અને મોટી બેટરી જોઈએ છે, તો Poco X8 Pro Max તમારા માટે બેસ્ટ છે.

જો તમારે 200mp નો શ્રેષ્ઠ કેમેરો જોઈએ છે, તો Redmi Note 15 Pro+ પસંદ કરો એક સારો ઓપ્શન રહેશે.

જો તમને ઓછા બજેટમાં શાનદાર સેલ્ફી કેમેરો જોઈએ છે, તો Oppo Reno 15C એક સારો ઓપ્શન સાબિત થઈ શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

'લાઇન' માંથી 'ઓનલાઇન': CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી 'સુગમ ડિજિટલ ગુજરાત' પહેલ, 20 મહત્વની સેવાઓ હવે પેપરલેસ

'લાઇન' માંથી 'ઓનલાઇન'

સ્માર્ટફોન યુઝર્સ માટે ખુશખબર: MagSafe અને Quick Charge 3.0 સપોર્ટ વાળા 5 દમદાર 10,000mAh પાવરબેંક, વાયર વગર કરો ચાર્જ

સ્માર્ટફોન યુઝર્સ માટે ખુશખબર

સોશિયલ મીડિયા પર વાયરલ થતી દરેક ખબર સાચી નથી હોતી: Googleનું આ ખાસ ટૂલ સેકન્ડોમાં ખોલશે જૂઠાણાની પોલ

સોશિયલ મીડિયા પર વાયરલ થતી દરેક ખબર સાચી નથી હોતી

49 રૂપિયામાં જિંદગીભર Free ઇનકમિંગ કોલ: શું હજુ પણ મળી રહી છે આ સુવિધા? ક્યાં ખોવાઈ ગયા આ રિચાર્જ?

49 રૂપિયામાં જિંદગીભર Free ઇનકમિંગ કોલ