Latest Smartphone : ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં કોમ્પિટિશન સતત વધી રહ્યું છે. હાલમાં iQOO એ તેનો શક્તિશાળી iQOO 15R લોન્ચ કર્યો છે, જે Oppo Reno 15 અને Vivo X200 FE ને કોમ્પિટિશન આપે છે. જો તમે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો અને આ ત્રણ મોડલ્સ વચ્ચે મૂંઝવણમાં છો, તો આ આર્ટિકલ તમને સાચો નિર્ણય લેવામાં મદદ કરશે. જાણો ક્યો સ્માર્ટફોન ફીચર્સ અને કિંમતની બાબતમાં આગળ છે.
કિંમત અને વેરિઅન્ટ
કિંમતની વાત કરીએ તો ત્રણેય ફોન અલગ-અલગ બજેટ સેગમેન્ટમાં આવે છે:
iQOO 15R : તેની શરૂઆત ₹44,999 (8GB/256GB) થી થાય છે અને ટોપ વેરિઅન્ટ ₹52,999 સુધી જાય છે.
Oppo Reno 15 : આ ફોન ₹45,999 (8GB/256GB) અને ₹48,999 (12GB/256GB) માં ઉપલબ્ધ છે.
Vivo X200 FE : આ થોડો મોંઘો છે, જેની શરૂઆત ₹54,999 (12GB/256GB) થી થાય છે.
ડિસ્પ્લેની ક્વોલિટી
ત્રણેય ફોનમાં AMOLED ડિસ્પ્લે છે, પણ iQOO અને Vivo માં 5000 nits ની પીક બ્રાઈટનેસ મળે છે, જે તડકામાં પણ સ્ક્રીનને એકદમ ક્લિયર રાખે છે. iQOO 15R અને Oppo Reno 15 માં 6.59-ઇંચની મોટી સ્ક્રીન છે, જ્યારે Vivo X200 FE 6.31-ઇંચ સાથે થોડો કોમ્પેક્ટ છે. ત્રણેયમાં 120Hz રિફ્રેશ રેટ હોવાથી સ્મૂધ એક્સપિરિયન્સ મળશે.
પ્રોસેસર અને પાવર
જો તમે ગેમિંગના શોખીન છો, તો iQOO 15R માં આપવામાં આવેલું Snapdragon 8 Gen 5 પ્રોસેસર સૌથી લેટેસ્ટ અને પાવરફુલ છે. તેની સામે Oppo Reno 15 માં Snapdragon 7 Gen 4 છે, જે મિડ-રેન્જ પરફોર્મન્સ માટે સારું છે. Vivo X200 FE માં MediaTek Dimensity 9300+ છે, જે પણ ફ્લેગશિપ લેવલનું પરફોર્મન્સ આપે છે.
બેટરી અને ચાર્જિંગ
બેટરીની બાબતમાં iQOO 15R માં 7,600mAh ની વિશાળ બેટરી અને 100W ફાસ્ટ ચાર્જિંગ છે. Oppo અને Vivo બંનેમાં 6,500mAh ની બેટરી છે, જેની સાથે અનુક્રમે 80W અને 90W ના ચાર્જર મળે છે.
કેમેરા સેટઅપ
ફોટોગ્રાફી માટે Oppo અને Vivo વધુ સારા વિકલ્પો સાબિત થઈ શકે છે.
Oppo Reno 15 : 50mp નો મુખ્ય કેમેરો + 50mp નો ટેલિફોટો કેમેરા અને સેલ્ફી માટે 50mp નો સેલ્ફી કેમેરો છે.
Vivo X200 FE : 50mp નો મુખ્ય કેમેરો + 50mp નો પેરિસ્કોપ કેમેરો છે, જે ઝૂમિંગ માટે બેસ્ટ છે.
iQOO 15R : તેમાં 50mp નો મુખ્ય કેમેરો + 8mp નું સેટઅપ છે, જે પરફોર્મન્સ પર વધુ ફોકસ કરે છે.
ઓપરેટિંગ સિસ્ટમ અને કનેક્ટિવિટી
iQOO અને Oppo લેટેસ્ટ Android 16 પર ચાલે છે, જે ભવિષ્ય માટે સારો છે. Vivo હાલમાં Android 15 પર છે. કનેક્ટિવિટીમાં iQOO 15R માં Wi-Fi 7 અને Bluetooth 6 જેવા ફીચર્સ મળે છે.
ક્યો સ્માર્ટફોન ખરીદવો જોઈએ?
જો તમને બેસ્ટ પ્રોસેસર અને લાંબી બેટરી જોઈએ છે, તો iQOO 15R શ્રેષ્ઠ છે.
જો તમને પ્રીમિયમ કેમેરા અને સેલ્ફી નો શોખ છે, તો Oppo Reno 15 પસંદ કરો.
જો તમને કોમ્પેક્ટ સાઈઝ અને પેરિસ્કોપ લેન્સ જોઈએ છે, તો Vivo X200 FE તરફ જઈ શકાય.




















