Find out the difference between the phones of the three companies: Oppo એ હાલમાં ભારતમાં એક નવો સ્માર્ટફોન, Oppo A6 5G લોન્ચ કર્યો છે, જે Nothing Phone 3a Lite 5G અને iQOO Z10R 5G સાથે કોમ્પિટિશન કરે છે. Oppo A6 5G માં MediaTek Dimensity 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જ્યારે Nothing Phone 3a Lite 5G માં MediaTek Dimensity 7300 Pro પ્રોસેસર દ્વારા સંચાલિત છે. iQOO Z10R 5G માં Octa-core MediaTek Dimensity 7400 પ્રોસેસર દ્વારા સંચાલિત છે. જાણો Oppo A6 5G, Nothing Phone 3a Lite 5G અને iQOO Z10R 5G ની કિંમત, ફીચર્સ અને કેમેરા સેટઅપની માહિતી.
Oppo A6 5G vs Nothing Phone 3a Lite 5G vs iQOO Z10R 5G
કિંમત અને સ્ટોરેજ
Oppo A6 5G ની કિંમત 4GB/128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹17,999, 6GB/128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹19,999 અને 6GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹21,999 છે.
Nothing Phone 3a Lite 5G ની કિંમત 8GB/128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹21,999 અને 8GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹23,999 છે.
iQOO Z10R 5G ની કિંમત 8GB/128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹20,999 અને 8GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹22,999 છે.
ડિસ્પ્લે અને રિઝોલ્યુશન
Oppo A6 5G માં 6.75 ઇંચની LCD ડિસ્પ્લે છે જે HD+ રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ અને 900 nits પીક બ્રાઇટનેસ ધરાવે છે.
Nothing Phone 3a Lite 5G માં 6.77 ઇંચની FHD+ AMOLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1080x2392 પિક્સેલ, 120Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ અને 3000 nits પીક બ્રાઇટનેસ ધરાવે છે.
iQOO Z10R 5G માં 6.77 ઇંચની Full HD AMOLED ક્વાડ-કર્વ્ડ ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 2392x1080 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 1800 nits સુધી પીક બ્રાઇટનેસ ધરાવે છે.
પ્રોસેસર
Oppo A6 5G માં MediaTek Dimensity 6300 પ્રોસેસર દ્વારા સંચાલિત છે
Nothing Phone 3a Lite 5G માં MediaTek Dimensity 7300 Pro પ્રોસેસર દ્વારા સંચાલિત છે.
iQOO Z10R 5G માં Octa-core MediaTek Dimensity 7400 પ્રોસેસર દ્વારા સંચાલિત છે.
ઓપરેટિંગ સિસ્ટમ
Oppo A6 5G એન્ડ્રોઇડ 15 પર આધારિત ColorOS 15 પર ચાલે છે.
Nothing Phone 3a Lite 5G એન્ડ્રોઇડ 15 પર આધારિત Nothing OS 3.5 પર ચાલે છે.
iQOO Z10R 5G એન્ડ્રોઇડ 15 પર આધારિત Funtouch OS 15 પર ચાલે છે.
કેમેરા સેટઅપ
Oppo A6 5G માં પાછળના ભાગમાં 50mp નો મુખ્ય કેમેરો અને 2mp નો સેકન્ડરી કેમેરો છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 8mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.
Nothing Phone 3a Lite 5G માં f/1.88 અપર્ચર અને EIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો, f/2.2 અપર્ચર સાથે 8mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો અને f/2.4 અપર્ચર સાથે 2mp નો મેક્રો કેમેરો છે. તેમાં સેલ્ફી માટે f/2.45 અપર્ચર સાથે 16mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.
iQOO Z10R 5G માં f/1.79 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો અને f/2.4 અપર્ચર સાથે 2mp નો સેકન્ડરી કેમેરો છે. તેમાં સેલ્ફી માટે f/2.45 અપર્ચર સાથે 32mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.
કનેક્ટિવિટી ઓપ્શન
Oppo A6 5G માં ડ્યુઅલ સિમ સપોર્ટ, Wi-Fi 5, બ્લૂટૂથ 5.4 અને ટાઇપ-C પોર્ટ સાથે આવે છે.
Nothing Phone 3a Lite 5G USB Type-C પોર્ટ, 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6, બ્લૂટૂથ 5.3, GPS અને NFC સાથે આવે છે.
iQOO Z10R 5G 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6, બ્લૂટૂથ 5.4, GPS અને USB Type-C 2.0 પોર્ટ સાથે આવે છે.
બેટરી બેકઅપ
Oppo A6 5G માં 7,000mAh બેટરી છે જે 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Nothing Phone 3a Lite 5G માં 5,000mAh બેટરી છે જે 33W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
iQOO Z10R 5G માં 5,700mAh બેટરી છે જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.





















