Google એ હાલમાં જ તેનો Google Pixel 10 Pro XL લોન્ચ કર્યો છે, જેની તુલના Samsung ના Galaxy S25 Ultra અને Apple ના iPhone 16 Pro Max સાથે કરવામાં આવે છે. તો આ ત્રણે સ્માર્ટફોનના પ્રોસેસર, કિંમત, ફીચર્સ, અને કેમેરા સેટઅપ વિશેની માહિતી જાણો.
Google Pixel 10 Pro XL vs Samsung Galaxy S25 Ultra vs iPhone 16 Pro Max
કિંમત અને રંગ વિકલ્પો
Google Pixel 10 Pro XL ના 16GB RAM/256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,24,999 રૂપિયા છે.
Samsung Galaxy S25 Ultra ના 12GB RAM/256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,29,999 રૂપિયા છે અને 12GB RAM/512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,41,999 રૂપિયા છે.
iPhone 16 Pro Max ના 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,44,900 રૂપિયા છે, 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,64,900 રૂપિયા છે અને 1TB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,84,900 રૂપિયા છે.
ડિસ્પ્લે અને રિફ્રેશ રેટ
Google Pixel 10 Pro XL માં 6.8ઇંચની સુપર Actua LTPO OLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1344x2992 પિક્સલ, 1-120Hz રિફ્રેશ રેટ છે.
Samsung Galaxy S25 Ultra માં 6.9ઇંચની Dynamic AMOLED 2X ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1400x3120 પિક્સલ, 120hz રિફ્રેશ રેટ છે.
iPhone 16 Pro Max માં 6.9ઇંચમિ LTPO Super Retina XDR OLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1206x2622 પિક્સલ, 120Hz રિફ્રેશ રેટ છે.
પ્રોસેસર
Google Pixel 10 Pro XL માં Google Tensor G5 પ્રોસેસર છે.
Samsung Galaxy S25 Ultra માં Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર છે.
iPhone 16 Pro Max માં hexa core A18 Pro પ્રોસેસર છે.
ઓપરેટિંગ સિસ્ટમ
Google Pixel 10 Pro XL, Android 16 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
Samsung Galaxy S25 Ultra, Android 15 પર આધારિત One UI 7 પર કામ કરે છે.
iPhone 16 Pro Max, ઓપરેટિંગ સિસ્ટમની દ્રષ્ટિએ iOS 18 પર કામ કરે છે.
રેમ અને સ્ટોરેજ
Google Pixel 10 Pro XL માં 16GB RAM અને 256GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે.
Samsung Galaxy S25 Ultra માં 12GB LPDDR5x રેમ અને 1TB UFS 3.2 સ્ટોરેજ છે.
iPhone 16 Pro Max માં 256GB, 512GB અને 1TB ઇનબિલ્ટ સ્ટોરેજ છે.
કેમેરા સેટઅપ
Google Pixel 10 Pro XL ના રિયર ભાગમાં f/1.68 અપર્ચર સાથે 50mp નો વાઇડ કેમેરો, f/1.7 અપર્ચર સાથે 48mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો અને f/2.8 અપર્ચર સાથે 48mp નો ટેલિફોટો કેમેરો છે. અને સેલ્ફી અને વિડીયો કોલ માટે f/2.2 અપર્ચર સાથે 42mp નો ડ્યુઅલ PD ફ્રન્ટ કેમેરો છે.
Samsung Galaxy S25 Ultra ના રિયરમાં f/1.7 અપર્ચર સાથે 200mp નો મુખ્ય કેમેરો, f/3.4 અપર્ચર સાથે 50mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો, f/1.9 અપર્ચર સાથે 50mp નો ટેલિફોટો કેમેરો અને f/2.5 અપર્ચર સાથે 10mp નો ટેલિફોટો કેમેરો છે. અને સેલ્ફી માટે f/2.2 અપર્ચર સાથે 12mp નો ફ્રન્ટ કેમેરા છે.
iPhone 16 Pro Max ના પાછળના ભાગમાં f/1.78 અપર્ચર સાથે 48mp નો વાઇડ કેમેરો, f/2.8 અપર્ચર સાથે 12mp નો પેરિસ્કોપ કેમેરો અને f/2.2 અપર્ચર સાથે 48mp નો અલ્ટ્રાવાઇડ એંગલ કેમેરો છે. સેલ્ફી માટે f/1.9 અપર્ચર સાથે 12mp નો ફ્રન્ટ કેમેરા છે.
કનેક્ટિવિટી વિકલ્પો
Google Pixel 10 Pro XL માં ડ્યુઅલ સિમ, Wi-Fi 7, Bluetooth v6, NFC, GPS, Google Cast અને USB Type C 3.2 પોર્ટનો સમાવેશ થાય છે.
Samsung Galaxy S25 Ultra માં Wi-Fi 7, Bluetooth 5.4, NFC, UWB, GPS અને USB Type C પોર્ટનો સમાવેશ થાય છે.
iPhone 16 Pro Max માં 5G, ડ્યુઅલ સિમ, Wi-Fi 7, 5G કનેક્ટિવિટી, NFC અને Bluetooth 5.3 નો સમાવેશ થાય છે.
ડિમેન્શન્સ
Google Pixel 10 Pro XL ની લંબાઈ 162.8mm, પહોળાઈ 76.7mm, જાડાઈ 8.5mm અને વજન 232 ગ્રામ છે.
Samsung Galaxy S25 Ultra ની લંબાઈ 162.8mm, પહોળાઈ 77.6mm, જાડાઈ 8.2mm અને વજન 218 ગ્રામ છે.
iPhone 16 Pro Max ની લંબાઈ 163mm, પહોળાઈ 77.6mm, જાડાઈ 8.25mm અને વજન 227 ગ્રામ છે.
Disclamer
ઉપર આપેલી જાણકારી ફક્ત બંને મોબાઈલની ટેક્નિકલ બાબત આધારિત છે, જે જાણકારી સંપૂર્ણ સત્ય હોવાનો offbeat stories દાવો કરતો નથી. કોઈ પણ મોબાઈલ ખરીદતા પહેલા ટેક્નીકલ એક્ષપર્ટ અથવા જાત ચકાસણી કરવી.





















