Home Tech/Gadgets Which Is The Best Phone Among Vivo Moto And Oneplus In A Budget Up To 30000

₹30,000 સુધીના બજેટમાં Vivo, Moto અને OnePlus ના ફોન માંથી ક્યો બેસ્ટ? : જાણો કયા સ્માર્ટફોનમાં મળશે સૌથી વધુ ફીચર્સ અને દમદાર કેમેરા

₹30,000 સુધીના બજેટમાં Vivo, Moto અને OnePlus ના ફોન માંથી ક્યો બેસ્ટ?
Published by: OBS Bureau
| Last Updated: Mar 12, 2026, 10:27 AM IST

Smartphone : ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં મિડ-રેન્જ સેગમેન્ટમાં કોમ્પિટિશન સતત વધી રહ્યું છે. Vivo એ હાલમાં જ પોતાનો નવો સ્માર્ટફોન Vivo Y51 Pro 5G લોન્ચ કર્યો છે. આ ફોન માર્કેટમાં લોકપ્રિય Motorola Edge 70 Fusion અને OnePlus Nord CE 5 5G ને કોમ્પિટિશન આપી રહ્યો છે. જો તમે પણ નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો અને આ ત્રણમાંથી ક્યો સ્માર્ટફોન લેવો તે બાબતે મૂંઝવણમાં છો, તો આ લેખ તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે.

Vivo Y51 Pro 5G vs Motorola Edge 70 Fusion vs OnePlus Nord CE 5 5G

  • કિંમત અને સ્ટોરેજ

    Vivo Y51 Pro 5G ની કિંમત 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹24,999 અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹27,999 છે.

    Motorola Edge 70 Fusion ની કિંમત 8GB/128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹26,999, 8GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹29,999 અને 12GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹32,999 છે.

    OnePlus Nord CE 5 5G ની કિંમત 8GB/128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹24,999 અને 8GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹26,999 છે.

  • ડિસ્પ્લે અને રિઝોલ્યુશન

    Vivo Y51 Pro 5G માં 6.75-ઇંચની LCD ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1570×720 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 1250 nits અલ્ટ્રા-હાઇ બ્રાઇટનેસ સાથે આવે છે.

    Motorola Edge 70 Fusion માં 1.5K રિઝોલ્યુશન, 144Hz રિફ્રેશ રેટ અને 5200 nits સુધીની પીક બ્રાઇટનેસ સાથે 6.78-ઇંચની ક્વાડ-કર્વ્ડ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે.

    OnePlus Nord CE 5 5G માં 2392×1080 પિક્સેલ રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ અને 300Hz ટચ સેમ્પલિંગ રેટ સાથે 6.77-ઇંચની OLED ડિસ્પ્લે મળે છે.

  • પ્રોસેસર

    Vivo Y51 Pro 5G માં MediaTek Dimensity 7360 Turbo ચિપસેટ આપવામાં આવ્યું છે.

    Motorola Edge 70 Fusion માં Qualcomm Snapdragon 7s Gen 4 પ્રોસેસર છે.

    OnePlus Nord CE 5 5G માં MediaTek Dimensity 8350 Alexa 4nm પ્રોસેસર સામેલ છે.

  • ઓપરેટિંગ સિસ્ટમ

    Vivo Y51 Pro 5G, Android 16 પર બેસ્ડ OriginOS 6 પર ચાલે છે.

    Motorola Edge 70 Fusion, Android 16 પર બેસ્ડ Hello UI પર ચાલે છે.

    OnePlus Nord CE 5 5G, Android 15 પર બેસ્ડ OxygenOS 15 પર ચાલે છે.

  • કેમેરા સેટઅપ

    Vivo Y51 Pro 5G માં f/2.0 અપર્ચર સાથે 50mp નો HD વાઇડ-એંગલ મુખ્ય કેમેરો અને f/2.4 અપર્ચર સાથે 2mp નો સેકન્ડરી કેમેરો છે. સેલ્ફી અને વિડીયો કોલ માટે, તેમાં f/2.05 અપર્ચર સાથે 8mp નો ફ્રન્ટ કેમેરો છે.

    Motorola Edge 70 Fusion માં OIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો, 13mp નો અલ્ટ્રાવાઇડ-એંગલ કેમેરો અને મેક્રો અને ડેપ્થ સેન્સર છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે 32mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.

    OnePlus Nord CE 5 5G માં OIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો અને 8mp નો અલ્ટ્રાવાઇડ કેમેરો છે. તેમાં સેલ્ફી માટે 16mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.

  • કનેક્ટિવિટી ઓપ્શન

    Vivo Y51 Pro 5G માં 4G, 5G, Wi-Fi, Bluetooth, GPS, OTG અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે.

    Motorola Edge 70 Fusion માં 5G, Wi-Fi, Bluetooth 6.0, GPS, NFC અને USB Type-C પોર્ટ મળે છે.

    OnePlus Nord CE 5 5G માં ડ્યુઅલ સિમ, 5G, Wi-Fi 6, Bluetooth 5.4, GPS અને NFC મળે છે.

  • બેટરી બેકઅપ

    Vivo Y51 Pro 5G માં 44W ફ્લેશચાર્જ માટે સપોર્ટ સાથે 7,200mAh બેટરી છે.

    Motorola Edge 70 Fusion માં 68W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 7,000mAh બેટરી છે.

    OnePlus Nord CE 5 5G માં 80W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 7,100mAh બેટરી છે.

કયો ફોન ખરીદવો?

જો તમને શાનદાર ડિસ્પ્લે અને કેમેરા જોઈએ છે, તો Motorola Edge 70 Fusion શ્રેષ્ઠ છે. જો તમને ઝડપી ચાર્જિંગ અને ઓલ-રાઉન્ડર ફોન જોઈએ છે, તો OnePlus Nord CE 5 પસંદ કરો. અને જો તમારું બજેટ ઓછું છે અને મોટી બેટરી જોઈએ છે, તો Vivo Y51 Pro એક વિકલ્પ બની શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

લેપટોપ ખરીદવામાં હવે છૂટી જશે પરસેવો: કિંમતોમાં 10 કે 20 નહીં પણ સીધો 35 ટકાનો તોતિંગ વધારો થવાની આશંકા

લેપટોપ ખરીદવામાં હવે છૂટી જશે પરસેવો

32mp ના ફ્રન્ટ કેમેરા સાથે iQOO Z11x 5G ભારતમાં થયો લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ, ડિસ્પ્લે અને બેટરી વિશેની માહિતી

32mp ના ફ્રન્ટ કેમેરા સાથે iQOO Z11x 5G ભારતમાં થયો લોન્ચ!

માર્ક ઝુકરબર્ગે ખરીદ્યું Moltbook: મેટાનો મોટો દાવ, હવે AI બોટ્સ કરશે વાત!

માર્ક ઝુકરબર્ગે ખરીદ્યું Moltbook

નવું લેપટોપ ખરીદવામાં હવે છૂટી જશે પરસેવો!: કિંમતમાં 10, 20 કે 30 નહીં પણ આટલા ટકા કિંમત વધશે

નવું લેપટોપ ખરીદવામાં હવે છૂટી જશે પરસેવો!

ઇન્ટરનેટનું 'પાતાળ લોક': જાણો સમુદ્રના તળિયે બિછાવેલા વાયર કેવી રીતે જોડે છે આખી દુનિયાને

ઇન્ટરનેટનું 'પાતાળ લોક'

Elon Muskનો Grok ચેટબોટ વિવાદોના વમળમાં: અપમાનજનક અને અશ્લીલ જવાબોથી યુઝર્સમાં ભારે રોષ

Elon Muskનો Grok ચેટબોટ વિવાદોના વમળમાં

માત્ર ફોન ચાર્જિંગ જ નહીં: પાવર બેંકના આ સ્માર્ટ ઉપયોગો જાણીને તમે પણ ચોંકી જશો

માત્ર ફોન ચાર્જિંગ જ નહીં

Google Chrome યુઝર્સ માટે ચેતવણી: ભારત સરકારે જાહેર કર્યું હાઈ રિસ્ક એલર્ટ, તત્કાલ કરો આ કામ

Google Chrome યુઝર્સ માટે ચેતવણી

ભારત બન્યું Appleનું નવું સરનામું: વિશ્વનો દર ચોથો iPhone હવે દેશમાં જ તૈયાર થશે

ભારત બન્યું Appleનું નવું સરનામું

Vivo Y51 Pro 5G; 50MP કેમેરા સાથે થયો લોન્ચ!: પાવરફુલ બેટરી અને દમદાર કેમેરા સેટઅપ, જાણો કિંમત અને ફીચર્સ

Vivo Y51 Pro 5G; 50MP કેમેરા સાથે થયો લોન્ચ!

LPG સિલિન્ડર નથી મળી રહ્યો?: ગેસના બાટલા વગર પણ બનશે તમારા ઘરે રસોઈ, જાણો કેવી રીતે?

LPG સિલિન્ડર નથી મળી રહ્યો?

Xiaomi 17 Ultra; Snapdragon ના પાવરફૂલ પ્રોસેસર સાથે થયો લોન્ચ!: દમદાર બેટરી અને એડવાન્સ AI ફીચર્સ, જાણો કિંમત અને ફીચર્સ

Xiaomi 17 Ultra; Snapdragon ના પાવરફૂલ પ્રોસેસર સાથે થયો લોન્ચ!

હેડફોન વાપરતી વખતે આટલું ધ્યાન નહીં રાખો તો થશે મોટો ખર્ચ: જાણો તેને લાંબો સમય સુરક્ષિત રાખવાની ટિપ્સ

હેડફોન વાપરતી વખતે આટલું ધ્યાન નહીં રાખો તો થશે મોટો ખર્ચ

ઉનાળામાં AC વાપરતી વખતે આ ભૂલો પડશે ભારે: વીજળીનું બિલ વધવાની સાથે મશીન પણ થઈ શકે છે ખરાબ

ઉનાળામાં AC વાપરતી વખતે આ ભૂલો પડશે ભારે

મહિલાઓની સુરક્ષા માટે BSNLનું નવું કવચ: હવે રિચાર્જ વખતે મોબાઈલ નંબર જણાવવાની જરૂર નહીં રહે

મહિલાઓની સુરક્ષા માટે BSNLનું નવું કવચ

શું તમને WhatsAppના આ ફીચર વિશે ખબર છે?: વીડિયો કોલ દરમિયાન સામેની વ્યક્તિને બતાવી શકો છો તમારી આખી સ્ક્રીન, જાણો કેવી રીતે

શું તમને WhatsAppના આ ફીચર વિશે ખબર છે?

આ 5 એન્ડ્રોઇડ એપ્સ તમારા રોજિંદા જીવનને બનાવશે સ્માર્ટ અને સરળ!: હવે તમારો ફોન જ બનશે તમારો પર્સનલ આસિસ્ટન્ટ

આ 5 એન્ડ્રોઇડ એપ્સ તમારા રોજિંદા જીવનને બનાવશે સ્માર્ટ અને સરળ!

ચહેરો બતાવ્યા વગર YouTube પરથી લાખોની કમાણી કરવી છે?: સ્માર્ટ વર્ક કરો અને ફેસલેસ ચેનલ દ્વારા મેળવો મોટી આવક

ચહેરો બતાવ્યા વગર YouTube પરથી લાખોની કમાણી કરવી છે?

બેસ્ટ બજેટ 5G ફોન; Realme, Oppo અને Samsung માંથી કયો ખરીદવો?: 15,000 થી ઓછામાં કયો સ્માર્ટફોન તમારા માટે છે બેસ્ટ?

બેસ્ટ બજેટ 5G ફોન; Realme, Oppo અને Samsung માંથી કયો ખરીદવો?