Latest smartphones from Vivo, Motorola and OnePlus : Vivo એ ભારતમાં એક નવો સ્માર્ટફોન, Vivo X200T લોન્ચ કર્યો છે, જે હાલમાં લોન્ચ થયેલા Motorola Signature અને OnePlus 13s સાથે કોમ્પિટિશન કરે છે. Vivo X200T માં MediaTek Dimensity 9400+ ચિપસેટ દ્વારા સંચાલિત છે. Motorola Signature માં Qualcomm Snapdragon 8 Gen 5 પ્રોસેસર છે, જ્યારે OnePlus 13s માં Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર છે. જાણો Vivo X200T, Motorola Signature અને OnePlus 13s ની બેટરી અને કિંમત વચ્ચેના તફાવત વિશેની માહિતી.
Vivo X200T vs Motorola Signature vs OnePlus 13s
કિંમત
Vivo X200T ની કિંમત 12GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹59,999 અને 12GB/512GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹69,999 છે.
Motorola Signature ની કિંમત 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹59,999 અને 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹64,999 છે.
OnePlus 13s ની કિંમત 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹54,999 અને 12GB+512GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹59,999 છે.
ડિસ્પ્લે અને રિઝોલ્યુશન
Vivo X200T માં 6.67 ઇંચની AMOLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1260x2800 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 5,000 nits બ્રાઇટનેસ છે.
Motorola Signature માં 6.8 ઇંચની સુપર HD LTPO Extreme AMOLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1264x2780 પિક્સેલ, 165Hz રિફ્રેશ રેટ અને 6,200 nits ની પીક બ્રાઇટનેસ છે.
OnePlus 13s માં 6.32 ઇંચની LTPO ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 2640x1216 પિક્સેલ અને 120Hz રિફ્રેશ રેટ છે.
પ્રોસેસર
Vivo X200T માં MediaTek Dimensity 9400+ ચિપસેટ દ્વારા સંચાલિત છે.
Motorola Signature માં Octa-core Qualcomm Snapdragon 8 Gen 5 પ્રોસેસર દ્વારા સંચાલિત છે.
OnePlus 13s માં Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર દ્વારા સંચાલિત છે.
ઓપરેટિંગ સિસ્ટમ
Vivo X200T માં Android 16 પર બેસ્ડ Origin OS 6 પર ચાલે છે.
Motorola Signature માં Android 16 પર બેસ્ડ Hello UI પર ચાલે છે
OnePlus 13s માં Android 15 પર બેસ્ડ OxygenOS 15 પર ચાલે છે.
કેમેરા સેટઅપ
Vivo X200T માં 50mp નો સુપર ટેલિફોટો કેમેરો, 50mp નો મુખ્ય કેમેરો અને 50mp નો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે f/2.0 અપર્ચર સાથે 32mp નો ફ્રન્ટ કેમેરો છે.
Motorola Signature માં 50mp નો મુખ્ય કેમેરો, 50mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો અને 50mp નો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરો છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે 50mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.
OnePlus 13s માં f/1.8 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો અને f/2.0 અપર્ચર સાથે 50mp નો ટેલિફોટો કેમેરો છે. તેમાં ફ્રન્ટમાં f/2.0 અપર્ચર સાથે 32mp નો સેલ્ફી કેમેરો છે.
બેટરી બેકઅપ
Vivo X200T માં 6200mAh બેટરી છે, જે 90W વાયર્ડ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Motorola Signature માં 5200mAh બેટરી છે જે 90W વાયર્ડ અને 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
OnePlus 13s માં 5850mAh બેટરી છે જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.





















