logo-img
Which Is The Best Among The Latest Smartphones From Redmi Samsung And Google

Redmi, Samsung અને Google ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી ક્યો બેસ્ટ? : જાણો ત્રણેય ફોનની કિંમત, ફીચર્સ અને બેટરી વિશેની માહિતી

Redmi, Samsung અને Google ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી ક્યો બેસ્ટ?
Published by: Offbeat Team
| Last Updated: Feb 04, 2026, 01:31 PM IST

Redmi, Samsung and Google : Xiaomi એ ભારતમાં એક નવો સ્માર્ટફોન, Redmi Note 15 Pro+ 5G લોન્ચ કર્યો છે , જે Samsung Galaxy S24 FE અને Google Pixel 9a ની સાથે કોમ્પિટિશન કરે છે. Redmi Note 15 Pro+ 5G માં Qualcomm Snapdragon 7s Gen 4 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જ્યારે Google Pixel 9a માં ચોથી જનરેશનનું Tensor G4 પ્રોસેસર છે. Samsung Galaxy S24 FE માં Exynos 2400e પ્રોસેસર આપવમાં આવેલ છે. જાણો Redmi Note 15 Pro+ 5G, Google Pixel 9a અને Samsung Galaxy S24 FE ની કિંમત, ફીચર્સ અને બેટરી વિશેની માહિતી.

Redmi Note 15 Pro+ 5G vs Samsung Galaxy S24 FE vs Google Pixel 9a

કિંમત અને સ્ટોરેજ

Redmi Note 15 Pro+ 5G ના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹37,999 છે.

Google Pixel 9a ના 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹39,999 છે.

Samsung Galaxy S24 FE ના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹39,999 છે.

ડિસ્પ્લે અને રિઝોલ્યુશન

Redmi Note 15 Pro+ 5G માં 1.5K રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ અને 3200 nits પીક બ્રાઇટનેસ સાથે 6.83 ઇંચની AMOLED ડિસ્પ્લે છે.

Google Pixel 9a માં 1080x2424 પિક્સેલ રિઝોલ્યુશન સાથે 6.3 ઇંચની Actua pOLED ડિસ્પ્લે છે, 120Hz રિફ્રેશ રેટ, 2700 nits સુધી પીક બ્રાઇટનેસ અને ગોરિલા ગ્લાસ 3 થી પ્રોટેક્ટ કરવામાં આવી છે.

Samsung Galaxy S24 FE માં 1080x2340 પિક્સેલ રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7 ઇંચની Full HD+ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે છે.

ઓપરેટિંગ સિસ્ટમ

Redmi Note 15 Pro+ 5G, Android 15 પર બેસ્ડ HyperOS 2 પર ચાલે છે.

Google Pixel 9a, Android 15 પર ચાલે છે.

Samsung Galaxy S24 FE, Android 14 પર ચાલે છે.

પ્રોસેસર

Redmi Note 15 Pro+ 5G માં Qualcomm Snapdragon 7s Gen 4 ચિપસેટ છે.

Google Pixel 9a માં ચોથી જનરેશનનું Tensor G4 પ્રોસેસર છે.

Samsung Galaxy S24 FE માં Exynos 2400e પ્રોસેસર છે.

કેમેરા સેટઅપ

Redmi Note 15 Pro+ 5G માં OIS સપોર્ટ સાથે 200mp નો મુખ્ય કેમેરો અને પાછળના ભાગમાં 8mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે 32mp નો ફ્રન્ટ કેમેરો છે.

Google Pixel 9a માં OIS સપોર્ટ અને f/1.7 અપર્ચર સાથે 48mp નો મુખ્ય કેમેરો અને પાછળના ભાગમાં f/2.2 અપર્ચર સાથે 13mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે f/2.2 અપર્ચર સાથે 13mp નો ફ્રન્ટ કેમેરો છે.

Samsung Galaxy S24 FE માં OIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો, 3x ઓપ્ટિકલ ઝૂમ સાથે 8mp નો ટેલિફોટો કેમેરો અને પાછળના ભાગમાં 12mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે 10mp નો ફ્રન્ટ કેમેરો છે.

બેટરી બેકઅપ

Redmi Note 15 Pro+ 5G માં 100W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 6,500mAh બેટરી છે.

Google Pixel 9a માં 5,100mAh બેટરી છે.

Samsung Galaxy S24 FE માં 25W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 5,100mAh બેટરી છે.

કનેક્ટિવિટી ઓપ્શન

Redmi Note 15 Pro+ 5G માં Wi-Fi, Bluetooth, NFC અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે.

Google Pixel 9a માં 5G, 4G LTE, Wi-Fi 6E, Bluetooth 5.3, NFC, GPS અને USB 3.2 Type-C પોર્ટનો સમાવેશ થાય છે.

Samsung Galaxy S24 FE માં ડ્યુઅલ-સિમ 5G, LTE, Wi-Fi 6E, Bluetooth 5.3 અને USB Type-C પોર્ટ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now