Latest smartphones : ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં હાલમાં ₹50,000 ના બજેટ સેગમેન્ટમાં ભારે કોમ્પિટિશન જોવા મળી રહી છે. iQOO એ હાલમાં જ પોતાનો નવો iQOO 15R લોન્ચ કર્યો છે, જે ડાઇરેક્ટ Vivo V70 અને OnePlus 15R ને કોમ્પિટિશન આપી રહ્યો છે. જો તમે પણ નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો અને કન્ફ્યુઝ છો, તો આ વિગતવાર સરખામણી તમને નિર્ણય લેવામાં મદદ કરશે.
કિંમતની સરખામણી
કિંમતની વાત કરીએ તો, iQOO 15R ના 8GB/256GB વેરિઅન્ટની શરૂઆત ₹44,999 થી થાય છે. જ્યારે Vivo V70 ના 8GB/256GB વેરિઅન્ટની કિંમત ₹45,999 છે. બીજી તરફ, OnePlus 15R નું 12GB/512GB વેરિઅન્ટ ₹47,999 માં ઉપલબ્ધ છે. કિંમતની દ્રષ્ટિએ iQOO થોડો સસ્તો સાબિત થાય છે.
શાનદાર ડિસ્પ્લે
ડિસ્પ્લેની બાબતમાં OnePlus બાજી મારી જાય છે. OnePlus 15R માં 6.83-ઇંચની AMOLED ડિસ્પ્લે સાથે 165Hz નો રિફ્રેશ રેટ મળે છે. જ્યારે iQOO 15R અને Vivo V70 બંનેમાં 6.59-ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 5,000 nits ની પીક બ્રાઇટનેસ આપે છે.
પાવરફુલ પ્રોસેસર
પરફોર્મન્સ માટે iQOO 15R અને OnePlus 15R બંનેમાં Qualcomm Snapdragon 8 Gen 5 ચિપસેટ આપવામાં આવી છે, જે ગેમિંગ માટે શ્રેષ્ઠ છે. જ્યારે Vivo V70 માં Snapdragon 7 Gen 4 પ્રોસેસર મળે છે.
કેમેરા સેટઅપ
જો તમે ફોટોગ્રાફીના શોખીન છો, તો Vivo V70 શ્રેષ્ઠ છે. તેમાં 50mp નો મુખ્ય કેમેરો, 50mp નો ટેલિફોટો અને 8mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે, સાથે જ સેલ્ફી માટે 50mp નો ફ્રન્ટ કેમેરા છે. iQOO અને OnePlus બંનેમાં પાછળના ભાગમાં 50mp+8mp નું કેમેરા સેટઅપ અને સેલ્ફી માટે 32mp નો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.
દમદાર બેટરી અને ચાર્જિંગ
બેટરીની બાબતમાં iQOO 15R સૌથી આગળ છે. તેમાં 7,600mAh ની વિશાળ બેટરી અને 100W ફ્લેશચાર્જિંગ છે. OnePlus 15R માં 7400mAh (80W ચાર્જિંગ) અને Vivo V70 માં 6,500mAh (90W ચાર્જિંગ) ની બેટરી આપવામાં આવી છે.
સોફ્ટવેર અને કનેક્ટિવિટી
આ ત્રણેય ફોન લેટેસ્ટ Android 16 પર ચાલે છે. iQOO અને Vivo માં OriginOS 6 છે, જ્યારે OnePlus માં યુઝર-ફ્રેન્ડલી OxygenOS 16 મળે છે. ત્રણેય ફોનમાં 5G, Wi-Fi 7 અને બ્લૂટૂથ જેવી કનેક્ટિવિટી સુવિધાઓ ઉપલબ્ધ છે.
ક્યો સ્માર્ટફોન લેવાય?
જો તમને ગેમિંગ અને બેટરી જોઈએ છે, તો iQOO 15R બેસ્ટ છે.
જો તમને શ્રેષ્ઠ કેમેરા જોઈએ છે, તો Vivo V70 પસંદ કરો.
જો તમને મોટી સ્ક્રીન અને સ્મૂથ ડિસ્પ્લે જોઈએ છે, તો OnePlus 15R પર પસંદગી ઉતારો.




















