logo-img
Which Is The Best Among The Latest Phones From Samsung Redmi And Realme

Samsung, Realme અને Realme ના લેટેસ્ટ ફોનમાંથી કયો બેસ્ટ? : જાણો ત્રણેય સ્માર્ટફોનના ફીચર્સ, ડિસ્પ્લે અને દમદાર પ્રોસેસર વિશે

Samsung, Realme અને Realme ના લેટેસ્ટ ફોનમાંથી કયો બેસ્ટ?
Published by: Offbeat Team
| Last Updated: Feb 10, 2026, 01:17 PM IST

Latest Smartphone Comparison : Samsung એ ભારતીય બજારમાં પોતાનો નવો સસ્તો ફોન Samsung Galaxy F70e 5G લોન્ચ કર્યો છે, જેનું કોમ્પેરિશન Realme P4x 5G અને Redmi 15 5G સાથે કરવામાં આવી રહ્યું છે. Samsung Galaxy F70e 5G માં MediaTek Dimensity 6300 પ્રોસેસર છે. જ્યારે Realme P4x 5G માં MediaTek Dimensity 7400 Ultra 5G પ્રોસેસર છે. જ્યારે Redmi 15 5G માં Qualcomm Snapdragon 6S Gen3 પ્રોસેસર છે. જાણો Samsung Galaxy F70e 5G, Realme P4x 5G અને Redmi 15 5G ની કિંમત, ફીચર્સ, કેમેરા સેટઅપ અને ડિસ્પ્લે વિશેની માહિતી.

Samsung Galaxy F70e 5G vs Realme P4x 5G vs Redmi 15 5G

કિંમત

Samsung Galaxy F70e 5G ની કિંમત 4GB/128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹12,999 અને 6GB/128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹14,999 છે.

Realme P4x 5G ની કિંમત 6GB/128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹15,499, 8GB/128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹16,999 અને 8GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹17,999 છે.

Redmi 15 5G ની કિંમત 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹15,999 છે.

ડિસ્પ્લે

Samsung Galaxy F70e 5G માં 6.7-ઇંચની HD+ LCD ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 720x1600 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 800 nits સુધીની પીક બ્રાઇટનેસ છે.

Realme P4x 5G માં 6.72-ઇંચની FHD+ ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1080x2400 પિક્સેલ, 1000 nits પીક બ્રાઇટનેસ અને 144Hz રિફ્રેશ રેટ છે.

Redmi 15 5G માં 6.9-ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 2340x1080 પિક્સેલ, 144Hz રિફ્રેશ રેટ અને 850 nits પીક બ્રાઇટનેસ છે.

બેટરી બેકઅપ

Samsung Galaxy F70e 5G માં 6,000mAh બેટરી છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Realme P4x 5G માં 7,000mAh બેટરીથી સજ્જ છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Redmi 15 5G માં 7,000mAh બેટરી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગ અને 18W રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

ઓપરેટિંગ સિસ્ટમ

Samsung Galaxy F70e 5G એન્ડ્રોઇડ 16 પર બેસ્ડ One UI 8 પર ચાલે છે.

Realme P4x 5G એન્ડ્રોઇડ 15 પર બેસ્ડ Realme UI 6.0 પર ચાલે છે.

Redmi 15 5G પણ એન્ડ્રોઇડ 15 પર બેસ્ડ HyperOS 2.0 પર ચાલે છે.

પ્રોસેસર

Samsung Galaxy F70e 5G માં MediaTek Dimensity 6300 ચિપસેટ છે.

Realme P4x 5G માં MediaTek Dimensity 7400 Ultra 5G પ્રોસેસર દ્વારા સંચાલિત છે.

Redmi 15 5G માં Qualcomm Snapdragon 6s Gen3 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

કેમેરા સેટઅપ

Samsung Galaxy F70e 5G માં f/1.8 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો અને પાછળના ભાગમાં f/2.4 અપર્ચર સાથે 2mp નો ડેપ્થ કેમેરો છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે f/2.0 અપર્ચર સાથે 8mp નો ફ્રન્ટ કેમેરો છે.

Realme P4x 5G માં 50mp નો પ્રાઇમરી AI કેમેરો અને પાછળના ભાગમાં 2mp નો સેકન્ડરી કેમેરો છે. તેમાં સેલ્ફી માટે 8mp નો ફ્રન્ટ કેમેરો છે.

Redmi 15 5G માં પાછળના ભાગમાં f/1.75 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો છે. સેલ્ફી માટે f/2.2 અપર્ચર સાથે 8mp નો ફ્રન્ટ કેમેરો છે.

કનેક્ટિવિટી વિકલ્પો

Samsung Galaxy F70e 5G માં ડ્યુઅલ સિમ, 3.5mm જેક, 5G, Wi-Fi, Bluetooth 5.3, GPS અને USB Type-C પોર્ટ છે.

Realme P4x 5G માં 5G, Wi-Fi 6, Bluetooth 5.4, GPS અને USB Type-C પોર્ટ છે.

Redmi 15 5G માં 5G, 4G LTE, Wi-Fi 5, Bluetooth 5.1, USB Type-C પોર્ટ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now