Home Tech/Gadgets When Will Apple Launch The First Foldable Phone

Apple ક્યારે લૉન્ચ કરશે પ્રથમ ફોલ્ડ ફોન? : જાણો તારીખ અને આકર્ષક ફીચર્સ

Apple ક્યારે લૉન્ચ કરશે પ્રથમ ફોલ્ડ ફોન?
Published by: OBS Bureau
Last Updated: Aug 25, 2025, 06:30 PM IST

Apple હવે ફોલ્ડેબલ સ્માર્ટફોનની દિશામાં મોટું પગલું ભરવા જઈ રહી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, કંપની તેનો પહેલો ફોલ્ડેબલ iPhone 2026માં લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ડિવાઇસનું ઇન્ટરનલ નામ પ્રોજેક્ટ V68 હોવાનું જણાવાયું છે અને તેનું ઉત્પાદન 2026ની શરૂઆતમાં શરૂ થવાની શક્યતા છે.


ડિઝાઇન અને ડિસ્પ્લે: ટેબ્લેટ જેવો અનુભવ

મીડિયા રિપોર્ટ અનુસાર આ ફોલ્ડેબલ iPhone બુક-સ્ટાઇલ ફોલ્ડિંગ મિકેનિઝમ ધરાવશે, જે ખોલ્યા પછી ટેબ્લેટ તરીકે કામ કરશે. વિશ્લેષકોના અંદાજ મુજબ:

  • 5.5 ઇંચ કવર ડિસ્પ્લે

  • 7.8 ઇંચની આંતરિક ફોલ્ડેબલ સ્ક્રીન હશે.


લેટેસ્ટ ટેક્નોલોજીથી ‘ક્રીસ’ વિગર ફોલ્ડિંગ સ્ક્રીન

Apple માટે મહત્વનું વૈશિષ્ટ્ય એ રહેશે કે તેનો ઈન્ટરનલ ડિસ્પ્લે ખાસ ટેક્નોલોજીથી બનાવવામાં આવશે, જેનાથી ક્રીસ દૂર થવા માટે લેસર-પર્ફોરેટેડ મેટલ સપોર્ટ પ્લેટનો ઉપયોગ થશે. આ પેટન્ટેડ ડિઝાઇન સ્ક્રીનને વારંવાર ફોલ્ડ કરવા છતાં તૂટી નહીં જાય તે સુનિશ્ચિત કરશે.


કેમેરા અને અન્ય ફીચર્સ: ચાર કેમેરા અને ટચ ID સાથે આવશે

ફોલ્ડેબલ આઈફોનમાં કુલ ચાર કેમેરા હોઈ શકે છે:

  • 1 ફ્રન્ટ ફેસિંગ લેન્સ

  • 1 ઈન્ટરનલ કેમેરા

  • 2 રેર લેન્સ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now