Home Tech/Gadgets Whatsapp Status List Feature Privacy Update

WhatsApp New Feature : Instagram જેવી સુવિધા હવે WhatsApp માં, સ્ટેટસ બનશે વધુ સ્માર્ટ અને પ્રાઈવેટ, જાણો શું થશે ફેરફાર

WhatsApp
Published by: Suman Dabhi
Last Updated: Apr 19, 2026, 10:31 AM IST

WhatsApp New Faeture: WhatsApp તેના યુઝર્સને વધુ સુરક્ષિત અને વ્યક્તિગત અનુભવ આપવા માટે સતત નવી સુવિધાઓ વિકસાવી રહ્યું છે. હવે ટૂંક સમયમાં સ્ટેટસ શેરિંગમાં મોટો ફેરફાર આવવાનો છે, જે યુઝર્સને તેમના સ્ટેટસને વધુ ગોપનીયતા સાથે શેર કરવાની મંજૂરી આપશે.

નવું ફીચર: કસ્ટમ ઓડિયન્સ લિસ્ટ્સ (Custom Lists for Status)

WhatsApp સ્ટેટસ લિસ્ટ્સ અથવા કસ્ટમ ઓડિયન્સ ફીચર પર કામ કરી રહ્યું છે. આ સુવિધા યુઝર્સને અલગ-અલગ કસ્ટમ લિસ્ટ્સ બનાવવાની મંજૂરી આપશે, જેમ કે:

ક્લોઝ ફ્રેન્ડ્સ (Instagram જેવી)

ફેમિલી

વર્ક કોલીગ્સ

જીમ બડીઝ

અથવા કોઈપણ કસ્ટમ નામ સાથે ઈમોજી

આ લિસ્ટમાં ઉમેરેલા કોન્ટેક્ટ્સને જ તમારું સ્ટેટસ દેખાશે. દરેક લિસ્ટને અલગ નામ અને ઈમોજી આપી શકાશે, જેથી સ્ટેટસ પોસ્ટ કરતી વખતે ઝડપથી પસંદ કરી શકાય. આ ફીચર Instagramના Close Friends જેવું જ છે, પરંતુ WhatsAppમાં વધુ લવચીક અને મલ્ટિપલ લિસ્ટ્સના રૂપમાં આવી રહ્યું છે.

આ ફીચરના મુખ્ય ફાયદા

વધુ ગોપનીયતા: તમારું સ્ટેટસ ફક્ત પસંદ કરેલા લોકોને જ દેખાશે. દર વખતે મેન્યુઅલી કોન્ટેક્ટ્સ પસંદ કરવાની જરૂર નહીં પડે.

સરળ અને વ્યક્તિગત શેરિંગ: અલગ-अલગ ગ્રુપ માટે અલગ સ્ટેટસ શેર કરી શકશો (એક ફેમિલી માટે, બીજું ફ્રેન્ડ્સ માટે).

નિયંત્રણ: લિસ્ટમાં કોઈને ઉમેરવું કે દૂર કરવું સરળ રહેશે. નવા સ્ટેટસ પર જ ફેરફાર અસર કરશે.

વિઝ્યુઅલ આઈડેન્ટિફિકેશન: ક્લોઝ ફ્રેન્ડ્સ અથવા કસ્ટમ લિસ્ટમાં શેર કરેલ સ્ટેટસ પર અલગ કલરનું રિંગ (જેમ કે પર્પલ) દેખાશે.

વપરાશકર્તાઓ પાસે કયા વિકલ્પો હશે?

મલ્ટિપલ કસ્ટમ લિસ્ટ્સ બનાવવાની સુવિધા

દરેક લિસ્ટને નામ અને ઈમોજી આપવું

સ્ટેટસ પોસ્ટ કરતી વખતે સીધી લિસ્ટ પસંદ કરવી

Close Friends જેવી ડિફોલ્ટ લિસ્ટ પણ ઉપલબ્ધ થશે

આ પણ વાંચો: Google અને Gucci કરશે AI સ્માર્ટગ્લાસ લોન્ચ! : સ્માર્ટગ્લાસિસમાં ફેશન અને AI નું કોમ્બિનેશન

આ ફીચર હાલમાં વિકાસ હેઠળ છે અને પહેલા Android બીટા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થઈ શકે છે. WhatsApp iOS વપરાશકર્તાઓ માટે પણ તેને લાવવા પર કામ કરી રહ્યું છે. WABetaInfo અનુસાર, તે હજુ પરીક્ષણના તબક્કામાં છે અને સ્થિર વર્ઝનમાં ટૂંક સમયમાં આવી શકે છે.

આ અપડેટ યુઝર્સને તેમના સ્ટેટસને વધુ સુરક્ષિત, વ્યક્તિગત અને અસરકારક રીતે શેર કરવામાં મદદ કરશે. જ્યારે ઔફિશિયલ રોલઆઉટ થશે, ત્યારે WhatsAppનો સ્ટેટસ અનુભવ ઘણો વધુ સ્માર્ટ અને પ્રાઈવેટ બની જશે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now