Home Tech/Gadgets Whatsapp New Spoiler Formatting Feature Hidden Text Surprise Message

WhatsApp પર આવશે 'સરપ્રાઈઝ' મેસેજ : ટેક્સ્ટને છુપાવી દેશે આ નવું સ્પોઈલર ફીચર, જાણો કઈ રીતે કરશે કામ

WhatsApp પર આવશે 'સરપ્રાઈઝ' મેસેજ
Published by: OBS Bureau
Last Updated: Feb 22, 2026, 05:00 PM IST

WhatsApp તેના યુઝર્સના અનુભવને વધુ રસપ્રદ બનાવવા માટે અવનવા ફીચર્સ લાવતું રહે છે. આ શ્રેણીમાં કંપની હવે એક નવું ફોર્મેટિંગ ફીચર રજૂ કરવા જઈ રહી છે, જે મેસેજમાં લખેલા લખાણના ચોક્કસ હિસ્સાને હાઈડ એટલે કે છુપાવી શકશે. હાલમાં કંપની આ ફીચર પર કામ કરી રહી છે અને હજુ તેને બીટા યુઝર્સ માટે પણ રિલીઝ કરવામાં આવ્યું નથી. તેમ છતાં આ નવા અપડેટને લઈને કેટલીક વિગતો સામે આવી છે, જેનાથી જાણી શકાય છે કે આ ફીચર મેસેજિંગની રીતને કેવી રીતે બદલી નાખશે.

શું છે આ 'Spoiler' ફીચર અને તેની ખાસિયત?

અહેવાલો મુજબ, આ નવા ફોર્મેટિંગ ફીચરને 'Spoiler' નામ આપવામાં આવશે. તેને મેસેજમાં પહેલેથી મળતા બોલ્ડ, ઈટાલિક અને સ્ટ્રાઈકથ્રુ જેવા ફોર્મેટિંગ ટુલ્સની સાથે જ સ્થાન આપવામાં આવશે. જ્યારે કોઈ યુઝર કોઈ ચોક્કસ ટેક્સ્ટને સિલેક્ટ કરીને આ ઓપ્શન પસંદ કરશે, ત્યારે તે લખાણ એક ગ્રે કલરના બારની પાછળ છુપાઈ જશે. સામેની વ્યક્તિએ તે મેસેજ વાંચવા માટે તે હિડન સેક્શન પર ટેપ કરવું પડશે. કોઈને સરપ્રાઈઝ આપવા માટે અથવા મેસેજને વધુ આકર્ષક બનાવવા માટે આ ફીચર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. યુઝર્સ આ માટે '||ટેક્સ્ટ||' જેવા સિન્ટેક્સ શોર્ટકોટનો પણ ઉપયોગ કરી શકશે.

ટેક્સ્ટ મેસેજમાં રોમાંચ વધારશે આ અપડેટ

શરૂઆતમાં આ Spoiler ફીચર માત્ર ટેક્સ્ટ મેસેજ માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવી શક્યતા છે. ઈમેજ કે અન્ય મીડિયા ફાઈલો માટે આ ફીચર ક્યારે આવશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે, એવી અટકળો છે કે ફાઈનલ લોન્ચિંગ સુધીમાં તેમાં ઈમેજ અને વોઈસ મેસેજ જેવા વિકલ્પો પણ ઉમેરવામાં આવી શકે છે. વોટ્સએપ કોઈપણ ફીચરને જાહેર જનતા માટે લોન્ચ કરતા પહેલા તેના બીટા વર્ઝન પર લાંબુ ટેસ્ટિંગ કરે છે, તેથી આ સુવિધા સામાન્ય યુઝર્સ સુધી પહોંચવામાં હજુ થોડા મહિનાનો સમય લાગી શકે છે.

યુઝર્સ માટે કેવી રીતે હશે ફાયદાકારક?

આ ફીચર ખાસ કરીને એવા યુઝર્સ માટે કામનું છે જેઓ ગ્રુપ ચેટમાં કોઈ ફિલ્મનું સસ્પેન્સ અથવા કોઈ ગેમનો સ્કોર શેર કરવા માંગતા હોય પરંતુ અન્ય લોકોની મજા બગાડવા માંગતા ન હોય. જે યુઝર તે માહિતી જોવા માંગતા હશે તે જ તેના પર ક્લિક કરીને મેસેજ વાંચી શકશે. આ નવીનતમ સુવિધાથી WhatsApp પર વાતચીત કરવાની રીત વધુ સર્જનાત્મક અને ખાનગી બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now