Home Tech/Gadgets Whatsapp Link Preview Feature Can Leak Ip Address Stay Safe Like This

WhatsApp લિંક પ્રીવ્યૂ ફીચરથી IP એડ્રેસ થઈ શકે છે લીક! : એક નાનકડી ભૂલ હેકર્સને આપી શકે છે તમારા લોકેશન અને ડિવાઇસની એક્સેસ, આ રીતે રહો સુરક્ષિત

WhatsApp લિંક પ્રીવ્યૂ ફીચરથી IP એડ્રેસ થઈ શકે છે લીક!
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2026, 12:30 PM IST

WhatsApp : WhatsApp આજે આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું છે. ફોટો હોય કે જરૂરી ડોક્યુમેન્ટ્સ, આપણે બધું જ આ પ્લેટફોર્મ પર શેર કરીએ છીએ. જોકે WhatsApp સુરક્ષાના દાવા કરે છે, પરંતુ તેના 'લિંક પ્રીવ્યૂ' (Link Preview) નામના એક સામાન્ય ફીચરમાં ગંભીર સુરક્ષા ખામી સામે આવી છે, જે તમારી અંગત માહિતી જોખમમાં મૂકી શકે છે.

શું છે લિંક પ્રીવ્યૂ ફીચર?

જ્યારે પણ તમે કોઈ મિત્રને કોઈ વેબસાઇટની લિંક મોકલો છો, ત્યારે WhatsApp આપમેળે તે લિંકની ઉપર એક નાનકડો ફોટો અને હેડલાઇન બતાવે છે. આને 'લિંક પ્રીવ્યૂ' કહેવાય છે. આ ફીચર યુઝર્સને એ સમજવામાં મદદ કરે છે કે, લિંક શેના વિશે છે, પરંતુ આ સુવિધા પાછળ એક મોટું જોખમ છુપાયેલું છે.

તમારી માહિતી કેવી રીતે લીક થાય છે?

જ્યારે તમે મેસેજ બોક્સમાં લિંક નાખો છો, ત્યારે WhatsApp તે વેબસાઇટના સર્વરને એક 'ગેટ રિકવેસ્ટ' (Get Request) મોકલે છે જેથી પ્રીવ્યૂ લોડ કરી શકાય. આ પ્રક્રિયા દરમિયાન, તમારું IP એડ્રેસ અજાણતા તે વેબસાઇટ અથવા સર્વર સુધી પહોંચી જાય છે. આનો અર્થ એ છે કે, તમે લિંક સેન્ડ કરો તે પહેલાં જ તમારી વિગતો ટ્રાન્સમિટ થઈ જાય છે.

IP એડ્રેસ લીક થવાથી શું નુકસાન થાય?

IP એડ્રેસ એ તમારા ઇન્ટરનેટ કનેક્શનનું સરનામું છે. જો આ હેકર્સના હાથમાં આવી જાય, તો નીચે મુજબની સમસ્યાઓ થઈ શકે છે:

  • લોકેશન ટ્રેકિંગ : તમારા શહેર અને વિસ્તારની જાણકારી મેળવી શકાય છે.

  • ડિવાઇસની વિગતો : તમે કયું ફોન મોડલ, કઈ ઓપરેટિંગ સિસ્ટમ અને WhatsApp નું કયું વર્ઝન વાપરો છો તેની ખબર પડી જાય છે.

  • સાયબર એટેક : હેકર્સ આ માહિતીનો ઉપયોગ કરીને DDoS એટેક અથવા ટાર્ગેટેડ હેકિંગનો પ્રયાસ કરી શકે છે.

બચાવવાનો સરળ રસ્તો : સેટિંગ્સમાં કરો આ ફેરફાર

સદનસીબે, WhatsApp તમને આ ફીચર બંધ કરવાની સુવિધા આપે છે. તમારી પ્રાઇવસી જાળવી રાખવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો:

  • તમારા ફોનમાં WhatsApp ઓપન કરો.

  • ઉપરના ત્રણ ડોટ્સ પર ક્લિક કરીને Settings માં જાઓ.

  • ત્યાં Privacy (ગોપનીયતા) વિભાગ પર ક્લિક કરો.

  • સૌથી નીચે આપેલા Advanced (એડવાન્સ્ડ) ઓપ્શન પર ટેપ કરો.

  • અહીં Disable Link Previews ના બટનને ઓન કરી દો.

આ સેટિંગ બંધ કર્યા પછી, તમે કોઈને લિંક મોકલશો તો માત્ર લિંક જ જશે, તેનો પ્રીવ્યૂ દેખાશે નહીં અને તમારું IP એડ્રેસ સુરક્ષિત રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
15,000 ના બજેટમાં Redmi, Realme અને Poco ના 5G ફોનમાંથી કયો બેસ્ટ?
એન્ડ્રોઇડ અને આઇફોન વચ્ચે WhatsApp ચેટ ટ્રાન્સફર કરવી થઈ સરળ!
Redmi 15A 5G ભારતમાં થયો લોન્ચ!
9020mAh ની વિશાળ બેટરી સાથે iQOO Z11 થયો લોન્ચ!
1 વર્ષમાં 13 રિચાર્જની માથાકૂટ ખતમ!