Home Tech/Gadgets Whatsapp Channel Monetization Paid Subscription Feature

હવે WhatsApp થી થશે કમાણી! : ટૂંક સમયમાં લોન્ચ થશે આ જબરદસ્ત ફીચર, જાણો કેવી રીતે કરશે કામ

WhatsApp Channel Monetization
Published by: Viral Patel
Last Updated: Apr 08, 2026, 02:05 PM IST

WhatsApp Paid Subscription: જો તમે પણ તમારું WhatsApp Channel શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આવનારો સમય તમારા માટે શાનદાર સાબિત થઈ શકે છે. અહેવાલ છે કે WhatsApp ટૂંક સમયમાં એવું ફીચર લાવવાની તૈયારીમાં છે, જેનાથી ક્રિએટર્સ પોતાની ચેનલ દ્વારા સીધા પૈસા કમાઈ શકશે. એટલે કે હવે વાત માત્ર ફોલોઅર્સ વધારવા સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ તમે તમારા કન્ટેન્ટથી કમાણી પણ કરી શકશો.

WhatsApp લાવી રહ્યું છે નવું ફીચર

Meta ની માલિકીનું WhatsApp એક નવા મોનેટાઈઝેશન (Monetization) ફીચર પર કામ કરી રહ્યું છે. આ અંતર્ગત ક્રિએટર્સ પોતાની ચેનલ પર પેઇડ સબ્સ્ક્રિપ્શન (Paid Subscription) શરૂ કરી શકશે, જેનાથી તેઓ એક્સક્લુઝિવ કન્ટેન્ટ શેર કરીને કમાણી કરી શકશે. હાલમાં આ ફીચર ટેસ્ટિંગ અને ડેવલપમેન્ટ ફેઝમાં છે અને હજુ યુઝર્સ માટે જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ રિપોર્ટ્સ પરથી સ્પષ્ટ છે કે કંપની Channels ને વધુ ક્રિએટર-ફ્રેન્ડલી બનાવવા માંગે છે.

આ પણ વાંચો: ડ્રાઇવિંગ અને ડિજિટલ કનેક્ટિવિટીનો નવો અધ્યાય : Whatsapp એ APPLE CARPLAY માટે લોન્ચ કરી ડેડિકેટેડ એપ, જાણો દરેક ફીચર

પેઇડ સબ્સ્ક્રિપ્શનથી મળશે એક્સક્લુઝિવ કન્ટેન્ટ

આ નવા ફીચરના આવ્યા પછી, યુઝર્સ પોતાની મનપસંદ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી શકશે. તેના બદલામાં તેમને ખાસ અને એક્સક્લુઝિવ પોસ્ટ્સ જોવા મળશે, જે સામાન્ય યુઝર્સ માટે ઉપલબ્ધ નહીં હોય. WhatsApp આ ફીચરમાં પારદર્શિતા પણ લાવવા જઈ રહ્યું છે. ચેનલ પર કેટલા પેઇડ સબ્સ્ક્રાઇબર્સ છે, તેની સંખ્યા તમામ યુઝર્સને દેખાશે. આનાથી લોકોને એ સમજવામાં સરળતા રહેશે કે ચેનલનું કન્ટેન્ટ કેટલું વિશ્વસનીય અને લોકપ્રિય છે.

ક્રિએટર્સ પોતે નક્કી કરશે કિંમત

ચેનલ બનાવનારા લોકો પોતાની સબ્સ્ક્રિપ્શન ફી પોતે નક્કી કરી શકશે. આ સેટિંગ ચેનલની માહિતીવાળા સેક્શનમાં ઉપલબ્ધ હશે, જ્યાંથી તેઓ સરળતાથી તેને મેનેજ કરી શકશે.

અલગ-અલગ દેખાશે ફ્રી અને પેઇડ કન્ટેન્ટ

યુઝર્સને કોઈ પણ પ્રકારની મૂંઝવણ ન થાય તે માટે WhatsApp એક ફિલ્ટર ઓપ્શન પણ આપશે. આનાથી ફ્રી અને એક્સક્લુઝિવ કન્ટેન્ટને અલગ-અલગ જોઈ શકાશે.

આ પણ વાંચો: ₹1.34 લાખનો Samsungનો ફ્લેગશિપ ફોન હવે ₹98,999માં : આ ડીલ ચૂકી ના જશો

ઓપ્શનલ હશે સબ્સ્ક્રિપ્શન

મહત્વની વાત એ છે કે કોઈ પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવું ફરજિયાત રહેશે નહીં. જો યુઝર ઈચ્છે તો ફ્રી કન્ટેન્ટનો જ આનંદ લઈ શકે છે, જ્યારે પેઇડ કન્ટેન્ટ માત્ર એક વધારાનો વિકલ્પ રહેશે.

WhatsApp Channel કેવી રીતે બનાવવી?

1. WhatsApp ખોલો અને Channels સેક્શનમાં જાઓ.

2. પ્લસ (+) આઇકન પર ક્લિક કરો અને 'Create channel' પસંદ કરો.

3. Continue** પર ટેપ કરો, ચેનલનું નામ નાખો અને ઈચ્છો તો ડિસ્ક્રિપ્શન તથા આઇકન (ફોટો) ઉમેરો.

4. ત્યારબાદ Create channel પર ક્લિક કરો.

5. ચેનલ બન્યા પછી તમે તરત જ પોસ્ટ કરવાનું શરૂ કરી શકો છો.

6. તમે ગમે ત્યારે ચેનલનું નામ, ડિસ્ક્રિપ્શન કે આઇકન બદલી શકો છો અને જરૂરિયાત મુજબ ચેનલને પિન પણ કરી શકો છો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now