Sanchar Saathi App: કેન્દ્ર સરકારે દેશમાં વધતી મોબાઇલ ચોરી, નકલી/ડુપ્લિકેટ IMEI અને ટેલિકોમ સાયબર ઠગાઈને રોકવા મોટું પગલું ભર્યું છે. ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયે એપલ, સેમસંગ, વિવો, ઓપ્પો, શાઓમી સહિત તમામ મુખ્ય સ્માર્ટફોન બ્રાન્ડ્સને આદેશ આપ્યો છે કે દેશમાં વેચાતા દરેક નવા સ્માર્ટફોનમાં સરકારી સાયબર સુરક્ષા એપ ‘સંચાર સાથી’ પ્રી-ઇન્સ્ટોલ્ડ (પહેલેથી ઇન્સ્ટોલ) કરવી ફરજિયાત છે. કંપનીઓને આ આદેશનું પાલન કરવા 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
‘સંચાર સાથી’ એપ શું છે?
મે 2023માં સરકારે ‘સંચાર સાથી’ પોર્ટલ લોન્ચ કર્યું હતું.
જાન્યુઆરી 2024માં એ જ નામની એન્ડ્રોઇડ અને iOS એપ લોન્ચ કરવામાં આવી.
હવે આ એપને દરેક નવા ફોનમાં પ્રી-લોડ કરવાનું ફરજિયાત કરાયું છે.
મહત્વનું: વપરાશકર્તા આ એપને ડિસેબલ કે અનઇન્સ્ટોલ કરી શકશે નહીં (સરકારી સૂત્રો અનુસાર આ વિકલ્પ પણ બંધ કરવામાં આવશે).
આ એપ કેવી રીતે કામ કરે છે અને તમને કેવી મદદ કરશે?
ખોવાયેલો કે ચોરાયેલો ફોન બ્લોક કરો
→ એક જ ક્લિકમાં દેશના તમામ નેટવર્ક પર ફોન બ્લોક થઈ જશે.
→ બ્લોક ફોન કોઈ પણ સિમ સાથે ચાલુ થાય તો પોલીસ તેનું લોકેશન ટ ટ્રેસ કરી શકશે.
‘ચક્ષુ’ ફીચર
→ ઠગાઈના કોલ, SMS કે WhatsApp મેસેજની તરત જાજ ફરિયાદ કરી શકાશે.
Know Your Mobile (KYM)
→ તમારો ફોન અસલ છે કે નકલી/રિફર્બિશ્ડ, એ ચકાસી શકાશે.
તમારા નામે કેટલા સિમ કાર્ડ ચાલે છે?
→ બધા નંબર જોઈ શકાશે અને અનધિકૃત કનેક્શનની ફરિયાદ કરી શકાશે.
અત્યાર સુધીનો રિપોર્ટ કાર્ડ (સરકારી આંકડા)
એપ 50 લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે.
37 લાખથી વધુ ચોરાયેલા/ખોવાયેલા ફોન બ્લોક કરાયા.
3 કરોડથી વધુ ફ્રોડ-કનેક્શન (ઠગાઈ માટે લીધેલા સિમ) બ્લોક કરાયા.
સરકારનું કહેવું છે કે નકલી IMEI નંબરવાળા ફોનથી થતી સાયબર ક્રાઇમ અને ટેરર ફંડિંગ જેવી ગંભીર સમસ્યાઓ પર આ એપ દ્વારા અંકુશ આવશે.ટૂંકમાં, 2026ની શરૂઆતથી ભારતમાં વેચાતા લગભગ દરેક નવા સ્માર્ટફોનમાં ‘સંચાર સાથી’ એપ પહેલેથી જ ઇન્સ્ટોલ હશે અને તેને દૂર કરી શકાશે નહીં. સુરક્ષા માટે મોટું પગલું, પણ ઘણા લોકો માટે પ્રાઇવસી અંગે સવાલ પણ ઉઠાવી રહ્યા છે.





















