12 જૂનના રોજ અમદાવાદથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ની તપાસમાં હવે ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. બોઇંગ ડ્રીમલાઇનર વિમાનના કાટમાળની તપાસ કરી રહેલી ટીમને વિમાનના પાછળના ભાગેથી સમાન્ય ઇલેક્ટ્રિક આગના સંકેતો મળ્યા છે. વિમાન દુર્ઘટના અને બળતણ વિસ્ફોટથી પાછળના ભાગમાં સમાન્ય નુકસાન થયું હતું. કેટલાક ઇલેક્ટ્રિક ભાગોમાં મર્યાદિત આગ લાગી હતી, જે સૂચવે છે કે ફ્લાઇટ દરમિયાન પાવર સપ્લાયની સમસ્યા હોઈ શકે છે. એક મીડિયા અહેવાલમાં તપાસ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, પાછળના ભાગમાંથી મળેલી સામગ્રીને અમદાવાદમાં સુરક્ષિત રીતે રાખવામાં આવી છે અને તેના દ્વારાએ જાણી શકાશે કે પાવર સિસ્ટમમાં કઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી.
બે બ્લેક બોક્સ, એક બળીને રાખ થઈ ગયું?
વિમાનનો પાછળનો બ્લેક બોક્સ બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલની છત પરથી મળી આવ્યો હતો પરંતુ તે થર્મલથી એટલો ખરાબ રીતે નુકસાન પામ્યો હતો કે ડેટા કાઢવાનું શક્ય નહોતું. જ્યારે આગળનો બ્લેક બોક્સ 16 જૂનના રોજ કાટમાળમાંથી મળી આવ્યો હતો અને તેમાંથી 49 કલાકની ફ્લાઇટ માહિતી અને 6 ફ્લાઇટનો ડેટા, ક્રેશ થયાના બે કલાક પહેલાની ઓડિયો રેકોર્ડિંગ સાથે, કાઢી શકાયું હતું. અકસ્માત પહેલા ફ્લાઇટ AI-423 (દિલ્હીથી અમદાવાદ) દરમિયાન STAB POS XDCR (સ્ટેબિલાઇઝર પોઝિશન ટ્રાન્સડ્યુસર)માં ખામી જોવા મળી હતી, જેને અમદાવાદમાં ટીમ દ્વારા સુધારવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે વિમાનનું ઓક્સિલરી પાવર યુનિટ (APU) પણ પાછળના ભાગમાં હતું, જે સુરક્ષિત અને અકબંધ મળી આવ્યું છે. APUનો ઉપયોગ એન્જિન શરૂ કરવા અને ફ્લાઇટ દરમિયાન બેકઅપ પાવર પૂરો પાડવા માટે થાય છે. અકસ્માત સમયે, APU ઓટો-સ્ટાર્ટ મોડમાં સક્રિય થયું હતું, જે સૂચવે છે કે કદાચ મુખ્ય પાવર સિસ્ટમ નિષ્ફળ ગઈ હોઈ શકે.
એકમાત્ર બચી ગયેલા વ્યક્તિની જુબાની
અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર મુસાફર વિશ્વાશ કુમાર રમેશે જણાવ્યું હતું કે, કેબિનની લાઇટ વારંવાર બંધ થઈ રહી હતી, જે પાવર સપ્લાયમાં ખામીનો સંકેત આપે છે.
અકસ્માત પછી પણ આખી પાછળનો ભાગ બળ્યો નહી
દુર્ઘટનાના 72 કલાક પછી ફ્લાઇટ એટેન્ડન્ટનો મૃતદેહ પાછળના ભાગમાંથી મળી આવ્યો હતો. તે આગમાં બળ્યો ન હતો પરંતુ સીટ બેલ્ટ બાંધવાથી અને ટક્કરના કારણે તેનું મૃત્યુ થયું હતું. તેની સાડીના અવશેષો દ્વારા તેની ઓળખ થઈ હતી, બ્લેક બોક્સ ડેટા દર્શાવે છે કે બંને એન્જિનને બળતણ પુરવઠો થોડીક સેકન્ડમાં બંધ થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે 2013માં APU બેટરીમાં ખામીને કારણે ડ્રીમલાઇનર વિમાનોને અસ્થાયી રૂપે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા હતા






