IMD Update: દેશભરમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ ઉત્તર અને મધ્ય ભારતમાં સૂર્યનારાયણ આકરા પાણીએ છે, તો બીજી તરફ હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરીને લોકોને ચોંકાવી દીધા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જોકે, આ આકરા તાપ વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની અને લોકોને ગરમીમાંથી થોડી રાહત મળવાની આશા બંધાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં કુદરતી આફતની પણ શક્યતા છે. ખાસ કરીને બંગાળની ખાડીમાં સર્જાયેલા હળવા દબાણને કારણે તમિલનાડુ અને આસપાસના વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ તો પવનની ગતિ 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જે ખેતી અને કાચા મકાનો માટે જોખમી સાબિત થઈ શકે છે.
દિલ્હી-NCRમાં લૂનો કહેર: 41 ડિગ્રીએ પહોંચશે પારો
રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં (NCR) આગામી થોડા દિવસોમાં ગરમીનું જોર વધવાની શક્યતા છે. હવામાન વિભાગના મતે 15 અને 16 મે દરમિયાન તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. દિવસ દરમિયાન તીવ્ર લૂ ફૂંકાશે, જેના કારણે બપોરના સમયે લોકોને બહાર ન નીકળવાની કડક સલાહ આપવામાં આવી છે. જોકે, રાહતની વાત એ છે કે સાંજના સમયે વાદળછાયું વાતાવરણ રહેતા તાપમાનમાં સામાન્ય ઘટાડો અનુભવાય તેવી શક્યતા છે.
બલોલનગર બ્રિજ ફરી બન્યો જીવલેણ: અમદાવાદમાં વધુ એક બાઈકચાલકનું કરૂણ મોત, 10 દિવસમાં બીજી દુર્ઘટના
મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ
મધ્ય પ્રદેશના ખજુરાહોમાં તાપમાન 45 ડિગ્રીને પાર કરી શકે છે, જ્યારે ઈન્દોર, ઉજ્જૈન અને દેવાસ જેવા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યુપીના લખનૌ, કાનપુર અને વારાણસી જેવા શહેરોમાં પણ પારો 40 ડિગ્રીને વટાવી જશે. અહીં ગરમીની સાથે સાથે ક્યાંક કરા પડવાની અને ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઉકળાટ વધશે
ગુજરાતના અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં ગરમ પવન ફૂંકાતા લોકો તોબા પોકારી ઉઠશે. બીજી તરફ મુંબઈ અને પુણેમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે 'ચીકણી ગરમી' એટલે કે અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં ફેરફાર જોવા મળી શકે છે.
‘દરેક પરિવારે 3 બાળક પેદા કરવા જોઈએ’: ‘એક પરિવાર, એક ધર્મ અને એક રાષ્ટ્ર માટે…’, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખનું વિવાદિત નિવેદન
રાજસ્થાન અને બિહારની સ્થિતિ
રાજસ્થાન: ફલોડી અને જૈસલમેરમાં તાપમાન 45 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. જોકે, જયપુર અને ભરતપુરના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતાથી તાપમાનમાં કામચલાઉ ઘટાડો આવી શકે છે.
બિહાર-ઝારખંડ: પટણા અને ગયામાં તાપમાન 39 થી 41 ડિગ્રી વચ્ચે રહેશે. ઝારખંડમાં ખરાબ હવામાનને કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના પગલે રાજ્ય સરકાર એલર્ટ મોડ પર છે.
દક્ષિણ ભારત અને પહાડી વિસ્તારોમાં રાહત
તમિલનાડુમાં બંગાળની ખાડીના નીચા દબાણને કારણે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ઠંડી હવાઓને કારણે પ્રવાસીઓ અને સ્થાનિકોને ગરમીથી રાહત મળશે. શિમલા અને મનાલી જેવા વિસ્તારોમાં સુહાવનું વાતાવરણ જળવાઈ રહેશે. હવામાન વિભાગે લોકોને પુષ્કળ પાણી પીવા, સુતરાઉ કપડાં પહેરવા અને બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશમાં જવાનું ટાળવા વિનંતી કરી છે.





