Home Gujarat Ahmedabad Ahmedabad Balolnagar Bridge Second Fatal Accident Ranip

બલોલનગર બ્રિજ ફરી બન્યો જીવલેણ : અમદાવાદમાં વધુ એક બાઈકચાલકનું કરૂણ મોત, 10 દિવસમાં બીજી દુર્ઘટના

બલોલનગર બ્રિજ
Published by: Viral Patel
Last Updated: May 15, 2026, 04:07 AM IST

Ahmedabad News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલો બલોલનગર રેલવે ઓવરબ્રિજ હવે શહેર માટે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે. માત્ર 10 દિવસના અંતરમાં અહીં બીજી જીવલેણ દુર્ઘટના બનતાં સ્થાનિકો અને વાહનચાલકોમાં ભયનો માહોલ છે. મોડી રાત્રે ઓવર સ્પીડમાં જઈ રહેલો બાઈકચાલક બ્રિજના જોખમી વળાંક પર ડિવાઇડર સાથે અથડાઈ બ્રિજ પરથી નીચે પટકાયો હતો, જેમાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. અગાઉ 7 મેના રોજ બનેલી સમાન ઘટનાથી પણ તંત્રએ કોઈ પાઠ ન શીખતા હવે સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

વળાંક પર નિયંત્રણ ગુમાવતા સર્જાયો અકસ્માત

માહિતી અનુસાર, અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા બલોલનગર રેલવે ઓવરબ્રિજ પર મોડી રાત્રે એક બાઈકચાલક ઝડપભેર પસાર થઈ રહ્યો હતો. બ્રિજના જોખમી વળાંક પર પહોંચતા તેણે બાઈક પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે બાઈક સીધી ડિવાઇડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે અથડામણ બાદ બાઈકચાલક સીધો બ્રિજ પરથી નીચે પટકાયો હતો. સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં બાઈકચાલકનું મોત થઈ ચૂક્યું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં ઓવર સ્પીડ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. જોકે સ્થાનિક લોકોનું કહેવું છે કે બ્રિજનો વળાંક અને સુરક્ષા વ્યવસ્થાની ખામી પણ અકસ્માત પાછળનો મોટો મુદ્દો છે.

‘દરેક પરિવારે 3 બાળક પેદા કરવા જોઈએ’ : ‘એક પરિવાર, એક ધર્મ અને એક રાષ્ટ્ર માટે…’, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખનું વિવાદિત નિવેદન

10 દિવસમાં બીજી ઘટના, છતાં તંત્ર નિષ્ક્રિય

આ ઘટના પહેલા પણ 7 મેના રોજ બલોલનગર બ્રિજ પર સમાન પ્રકારની દુર્ઘટના બની હતી. તે સમયે પણ વાહનચાલક વળાંક પર અકસ્માતનો ભોગ બન્યો હતો અને બ્રિજ પરથી નીચે પટકાયો હતો. તે બનાવ બાદ સ્થાનિકોએ બ્રિજ પર સુરક્ષા વધારવાની માંગ કરી હતી. સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ બંનેએ ઘટનાને ગંભીરતાથી લીધી નહોતી. બ્રિજ પર સ્પીડ કંટ્રોલ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. વળાંક પહેલાં ચેતવણી બોર્ડ, સ્પીડ બ્રેકર અથવા વધારાની બેરિકેડિંગ જેવી સુવિધાઓનો અભાવ હજુ પણ યથાવત છે. આજની બીજી ઘટના બાદ ફરી એકવાર લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હોત તો કદાચ વધુ એક જીવ બચી શક્યો હોત.

બલોલનગર બ્રિજ કેમ બની રહ્યો છે જોખમી?

રાણીપ વિસ્તારનો બલોલનગર રેલવે ઓવરબ્રિજ વાહનવ્યવહાર માટે મહત્વનો માર્ગ માનવામાં આવે છે. દરરોજ મોટી સંખ્યામાં વાહનો અહીંથી પસાર થાય છે. પરંતુ બ્રિજનો વળાંક, રાત્રિના સમયે ઓછી દૃશ્યતા અને ઓવર સ્પીડિંગને કારણે અહીં અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. સ્થાનિકો અનુસાર, બ્રિજના વળાંક પાસે પૂરતી લાઇટિંગ પણ નથી. ઘણા વાહનચાલકોને અચાનક વળાંકનો અંદાજ આવતો નથી, જેના કારણે ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત બ્રિજની સાઇડ સેફ્ટી બેરિયરની ઊંચાઈ અને મજબૂતી અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે. અકસ્માત વખતે વાહનચાલક સીધો બ્રિજ પરથી નીચે પટકાયો હોવાની ઘટના સુરક્ષા ધોરણો પર ગંભીર ચર્ચા ઉભી કરે છે.

અમદાવાદના કલેક્ટર બદલાયા; જાણો કોણે સંભાળ્યો પદભાર : પૂર્વ કલેક્ટર સુજીત કુમારને અપાઈ ભાવભીની વિદાય

10 દિવસમાં બીજો જીવલેણ અકસ્માત

મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે એક બાઈક ચાલક પૂરઝડપે બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. બલોલનગર બ્રિજના જોખમી વળાંક પાસે પહોંચતા જ બાઈક ડિવાઇડર સાથે જોરદાર અથડાયું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક ચાલક હવામાં ફંગોળાઈને સીધો બ્રિજની નીચે રોડ પર પડ્યો હતો. ગંભીર ઈજાઓ થવાને કારણે યુવાને સ્થળ પર જ દમ તોડ્યો હતો. ચિંતાજનક બાબત એ છે કે, આ જ બ્રિજ પર છેલ્લા 10 દિવસમાં આ બીજો બનાવ છે જેમાં વાહનચાલક બ્રિજ નીચે પડ્યો હોય. 7 મે ના રોજ આ જ પ્રકારે એક અકસ્માત સર્જાયો હતો. ફરી એકવાર એ જ વળાંક પર લોહીના ટાંચા પડ્યા છે.

તંત્રની ઘોર બેદરકારી?

સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 7 મેના અકસ્માત બાદ એવી અપેક્ષા હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ટ્રાફિક પોલીસ સફાળા જાગશે અને બ્રિજ પર સુરક્ષાના પગલાં લેશે. પરંતુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે વધુ એક પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે.

મુખ્ય પ્રશ્નો જે જનતા પૂછી રહી છે...

શું બ્રિજની પેરાપેટ વોલ (સાઇડની દીવાલ) ની ઊંચાઈ ઓછી છે? જોખમી વળાંક પર સ્પીડ બ્રેકર કે સાઈન બોર્ડ કેમ નથી? રાત્રિના સમયે ઓવરસ્પીડિંગ રોકવા માટે કોઈ પેટ્રોલિંગ કેમ કરવામાં આવતું નથી? બલોલનગર બ્રિજ હવે માત્ર મુસાફરીનો માર્ગ નથી રહ્યો, પણ ભયનું પ્રતીક બની ગયો છે. જો તંત્ર હજુ પણ વહેલી તકે જાગીને યોગ્ય સેફ્ટી બેરિયર્સ કે વળાંક પર સુરક્ષા વ્યવસ્થા નહીં વધારે, તો આગામી દિવસોમાં આ 'મોતનો બ્રિજ' વધુ કેટલાય નિર્દોષોનો ભોગ લેશે તે કહેવું મુશ્કેલ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now