રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદી માહોલ છે. આ વચ્ચે આજે વહેલી સવારથી સુરતમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે હવે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે
મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાતા ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ જામે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે. આગામી 4 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
આજે દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટાઉદેપુર, ગીરસોમનાથ, ભાવનગર, દ્વારકામાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 24 થી 27 જૂન ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. 25-29 જૂન સુધી દરિયા કાંઠાના માછીમારોને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે.
અમદાવાદ માટે કોંગ્રેસનો 'માસ્ટર પ્લાન'!: સ્થાનિક ચૂંટણી માટે કોંગ્રેસે બહાર પાડ્યો મેનિફેસ્ટો, જાણો શું છે વાયદા






