મોરબી: ગુજરાતના રાજકારણમાં અત્યારે નિવેદનો અને વિવાદોનો પૂર આવ્યો છે, ત્યારે મોરબી જિલ્લાની વાંકાનેર બેઠકના ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક કથિત ઓડિયો ક્લિપને કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ક્લિપમાં ધારાસભ્ય જીતુ સોમાણી કોઈ વ્યક્તિ સાથે વાતચીત દરમિયાન કડક શબ્દોમાં ચૂંટણીલક્ષી સૂચનાઓ આપી રહ્યા હોય તેવું સંભળાય છે. વિપક્ષી નેતાઓ અને ખાસ કરીને કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધારાસભ્ય મતદારોને ધમકાવી રહ્યા છે અને લોકશાહીના મૂલ્યોનું હનન કરી રહ્યા છે.
આ ઓડિયો ક્લિપમાં જે પ્રકારે ભાષાનો પ્રયોગ થયો છે તેને લઈને વાંકાનેર પંથકમાં અને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એકતરફ ભાજપના કાર્યકરો આને સામાન્ય ચૂંટણીલક્ષી કડકાઈ ગણાવી રહ્યા છે, તો બીજી તરફ સામાન્ય જનતા અને વિરોધ પક્ષો આને સત્તાનો અહંકાર ગણાવી રહ્યા છે. જોકે, આ ઓડિયો ક્લિપની સત્યતાની પુષ્ટિ હજુ સુધી સત્તાવાર રીતે થઈ શકી નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં આ મુદ્દો જોરશોરથી ગાજી રહ્યો છે.
"કોંગ્રેસને વોટ આપ્યો તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો"
વાયરલ થયેલી આ કથિત ઓડિયો ક્લિપમાં જીતુ સોમાણી સામેવાળી વ્યક્તિને કહી રહ્યા હોવાનું સંભળાય છે કે, જો તમારા વિસ્તારમાંથી કોંગ્રેસને વોટ મળશે તો પછી કોઈ કામ માટે મારી પાસે આવતા નહીં. આ વાક્યોએ જ વિવાદનું મધપૂડો છંછેડ્યો છે. લોકશાહીમાં દરેક નાગરિકને પોતાની ઈચ્છા મુજબ મતદાન કરવાનો અધિકાર છે, ત્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા આ પ્રકારની ભાષા વાપરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.
વડોદરામાં દેવ નદીનાં કિનારે બની ખતરનાક ઘટના: 22 વર્ષના યુવકને જીવતા ખેંચી ગયો મગર
કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું: ચૂંટણી પંચમાં ફરિયાદની તૈયારી
આ વિવાદ બહાર આવતા જ કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ભાજપ પર પ્રહારો શરૂ કરી દીધા છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ હારના ડરથી હવે મતદારોને ધમકાવવા પર ઉતરી આવી છે. ધારાસભ્યએ પોતાના પદની ગરિમા જાળવી જોઈએ અને આ રીતે કોઈને ડરાવવા ન જોઈએ. સૂત્રોના જણાવ્યા મુજબ, કોંગ્રેસ આ મામલે ચૂંટણી પંચમાં ઓડિયો ક્લિપના પુરાવા સાથે લેખિત ફરિયાદ કરવાની પણ તૈયારી કરી રહી છે.
પશ્ચિમ બંગાળમાં 9 મેના રોજ ભાજપના નવા મુખ્યમંત્રી પદગ્રહણ કરશે: ગુજરાતના CM અને DyCM આપશે હાજરી
ધારાસભ્ય જીતુ સોમાણીનો પક્ષ: શું આ માત્ર રેકોર્ડિંગ છે?
બીજી તરફ, આ વિવાદ અંગે ધારાસભ્ય જીતુ સોમાણી કે તેમના સમર્થકો દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ઘણીવાર ચૂંટણીના માહોલમાં કાર્યકરોને જુસ્સો આપવા માટે અથવા શિસ્ત જાળવવા માટે નેતાઓ આવી વાત કરતા હોય છે, પરંતુ જ્યારે આવી વાતો જાહેરમાં આવે છે ત્યારે તે વિવાદનું સ્વરૂપ ધારણ કરે છે. જીતુ સોમાણી વાંકાનેર પંથકમાં તેમના કડક અંદાજ માટે જાણીતા છે, પરંતુ આ વખતે આ અંદાજ તેમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
2 કરોડની કરન્સી લૂંટનું કાવતરું ખુલ્લું પડ્યું: આણંદથી મિત્રો બોલાવી વેપારીની આંખમાં મરચું નાખનાર સુરજ સલાટ જેલભેગો
સોશિયલ મીડિયા પર વાયરલ ઓડિયોની અસરો
આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ પણ વાત છૂપી રહેતી નથી. આ ઓડિયો ક્લિપ વોટ્સએપ ગ્રૂપોમાં વાયુવેગે પ્રસરતા લોકોમાં પણ ચર્ચાઓ શરૂ થઈ છે. ખાસ કરીને વાંકાનેરના ગ્રામીણ વિસ્તારોમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. હવે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં ભાજપ હાઈકમાન્ડ આ વિવાદ પર શું સ્ટેન્ડ લે છે અને ધારાસભ્ય સામે કોઈ પગલાં લેવાય છે કે કેમ.





