Home Gujarat Vyambhu Shivalinga Appeared In The City Of Panchmahal In The Holy Month Of Shravan

શ્રાવણના પવિત્ર માસમાં આ જિલ્લામાં પ્રગટ થયું સ્વયંભૂ શિવલિંગ! : શ્રાવણ માસમાં છવાયો શ્રદ્ધા અને આસ્થાનો માહોલ

શ્રાવણના પવિત્ર માસમાં આ જિલ્લામાં પ્રગટ થયું સ્વયંભૂ શિવલિંગ!
Published by: OBS Bureau
Last Updated: Aug 14, 2025, 01:17 PM IST

પંચમહાલ જિલ્લાના શહેરામાં શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં એક અદ્ભુત ઘટના બની છે. અહીંના પ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિર નજીક જમીનમાંથી એક સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શ્રદ્ધા અને આસ્થાનો માહોલ છવાઈ ગયો છે.

જેમ જમીન માલિક અને આસપાસના લોકોને આ શિવલિંગ પ્રગટ થયાની જાણ થતાં જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. લોકોએ તરત જ પૂજા-અર્ચના શરૂ કરી દીધી અને દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણના પવિત્ર મહિનામાં આ રીતે શિવલિંગનું પ્રગટ થવું એને લોકો ચમત્કાર માની રહ્યા છે.

આ ઘટનાથી માત્ર સ્થાનિકોમાં જ નહીં, પરંતુ દૂર-દૂરથી આવતા ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો આ દિવ્ય શિવલિંગના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. આ ઘટનાએ શહેરા અને આસપાસના વિસ્તારમાં ધાર્મિક વાતાવરણને વધુ પ્રબળ બનાવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now