Home Gujarat Ahmedabad Memnagar Ipl Betting Racket Ahmedabad Crime Branch Raid

અમદાવાદમાં IPL મેચ પર સટ્ટો રમાડતા 6 બુકી ઝડપાયા! : ક્રાઈમ બ્રાન્ચે મેમનગરમાં રેડ પાડી સટ્ટાકાંડનો કર્યો પર્દાફાશ

Accused of betting on IPL matches
Play Video
Published by: Aryan Shah
Last Updated: Apr 04, 2026, 12:01 PM IST

Betting on IPL : ભારતમાં ચાલી રહેલી IPL 2026 ની સિઝન વચ્ચે અમદાવાદમાં ક્રિકેટ સટ્ટાબાજીનું મોટું નેટવર્ક સામે આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં આવેલા મેમનગર વિસ્તારના એક ફ્લેટમાં ધમધમતા સટ્ટા રેકેટનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ દરોડા દરમિયાન 6 સટોડિયાઓને લાઈવ મેચ પર જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા છે.

પોલીસનો સફળ દરોડો

ક્રાઈમ બ્રાન્ચની ટીમને એક ચોક્કસ બાતમી મળી હતી કે, મેમનગર તળાવની સામે આવેલા 'આનંદ પાર્ક એપાર્ટમેન્ટ' ના એક ફ્લેટમાં IPL ની મેચો પર ઓનલાઈન સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોરંટ સાથે 3 એપ્રિલની રાત્રે 11:15 વાગ્યે ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. આ સમયે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાતી લાઈવ મેચ પર આરોપીઓ હાર જીતનો જુગાર રમી રહ્યા હતા અને પોલીસે તમામને ઝડપી લીધા હતા.

આરોપીઓની ઓળખ

આ દરોડામાં પકડાયેલા તમામ 6 આરોપીઓ મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકો કોઈને કોઈ ખાનગી નોકરી કે વ્યવસાય સાથે જોડાયેલા છે. અભય ઠક્કર અને યશકુમાર અખાણી નામના યુવકોએ આ ફ્લેટ ભાડે રાખ્યો હતો અને તેઓ અહીં ભેગા થઈને સટ્ટાની પ્રવૃત્તિ ચલાવતા હતા.

આ પણ ખાસ વાંચો : અમદાવાદમાં AMC-પોલીસનું 'મેગા ઓપરેશન' : JET ટીમ રસ્તા પર ઉતરી, દબાણ અને ટ્રાફિક સમસ્યા સામે કડક કાર્યવાહી શરૂ

ઓનલાઈન સટ્ટાની રીત

આરોપીઓ 'pdm999' 'dollar365' અને 'allpanelexch9' જેવી વિદેશી વેબસાઈટ્સ અને એપ્લિકેશનનો ઉપયોગ કરતાં હતા. તેઓ આ પ્લેટફોર્મ પર અલગ અલગ યુઝર ID બનાવીને મેચના ભાવ-તાલ જોઈને સટ્ટો લગાવતા હતા. પોલીસને તપાસ દરમિયાન આ તમામ ઓનલાઈન ID માં મોટા પ્રમાણમાં વર્ચ્યુઅલ બેલેન્સ પણ મળી આવ્યું છે, જે દર્શાવે છે કે અહીં લાખો રૂપિયાની હાર જીત થઈ રહી હતી.

મોટા માથાઓની સંડોવણી

પોલીસ પૂછપરછમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય કેટલાક મોટા નામો પણ બહાર આવ્યા છે. જેમાં સાયન્સ સિટીના કિશન ઠક્કર પાટણના રોનક ઠક્કર અને અમદાવાદના દીપ ઠક્કરનું નામ સામેલ છે. આ લોકો સટ્ટો રમવા માટે ID સપ્લાય કરતાં હોવાનું ખુલ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે આ તમામ વોન્ટેડ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now