Home Automobile Volkswagen Taigun Facelift Vs Hyundai Creta Gujarati

Hyundai Creta કરતાં Volkswagen Taigun Facelift કેમ પસંદ કરવી જોઈએ? : આ 5 કારણે Creta કરતાં પણ ચડિયાતી છે Taigun Facelift!

Hyundai Creta and Volkswagen Taigun Facelift
Published by: Aryan Shah
Last Updated: Apr 09, 2026, 02:10 PM IST

Volkswagen Taigun Facelift and Hyundai Creta : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં Volkswagen Taigun ફેસલિફ્ટનું આગમન થઈ ગયું છે. જોકે, કંપનીએ હજુ તેની કિંમતો જાહેર કરી નથી, પરંતુ આ અપડેટેડ SUV માં એવા અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે, જે તેને હ્યુન્ડાઈ ક્રેટા જેવી લોકપ્રિય કારની સામે મજબૂત દાવેદાર બનાવે છે. જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ 5 કારણો છે કે, કેમ તમારે હ્યુન્ડાઇ ક્રેટાને બદલે Volkswagen Taigun ફેસલિફ્ટ ને પ્રાથમિકતા આપવી જોઈએ.

પાવરફુલ એન્જિન અને નવું ગિયરબોક્સ

Volkswagen Taigun ફેસલિફ્ટમાં તમને 1.0-લિટર અને 1.5-લિટરના 2 ટર્બો-પેટ્રોલ એન્જિનના ઓપ્શન મળે છે. તેની સામે હ્યુન્ડાઇ ક્રેટામાં માત્ર 1 જ ટર્બો-પેટ્રોલ એન્જિન ઓપ્શન ઉપલબ્ધ છે. જે લોકોને ડ્રાઈવિંગનો શોખ છે અને પાવરફુલ પરફોર્મન્સ જોઈએ છે, તેમના માટે Volkswagen Taigun ફેસલિફ્ટ વધુ સારી છે. આ ઉપરાંત, Volkswagen Taigun ફેસલિફ્ટમાં હવે નવું 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે, જે જૂના 6-સ્પીડ કરતાં ઘણું સ્મૂધ છે.

ઓટો લેવલિંગ હેડલેમ્પ્સની સુવિધા

સેફટીની દૃષ્ટિએ ઓટો લેવલિંગ હેડલેમ્પ્સ ખૂબ જ મહત્વના છે. આ ફીચર તમારી હેડલાઈટના પ્રકાશને રસ્તા પર કેન્દ્રિત રાખે છે જેથી સામેથી આવતા વાહન ચાલકોની આંખો અંજાય નહીં. Volkswagen Taigun ફેસલિફ્ટમાં આ સુવિધા તેના બેઝ વેરિઅન્ટથી જ મળે છે, જ્યારે ક્રેટામાં આ ફીચર માટે તમારે હાઇ-એન્ડ વેરિઅન્ટ ખરીદવું પડે છે.

બેઝ વેરિઅન્ટથી જ રિયર ડિફોગર

ચોમાસામાં કે શિયાળામાં કારના પાછળના કાચ પર જામતી વરાળ દૂર કરવા માટે રિયર ડિફોગર જરૂરી છે. Volkswagen Taigun તેના દરેક મોડલમાં આ ફીચર આપે છે. તેની સરખામણીમાં હ્યુન્ડાઇ ક્રેટાના શરૂઆતના મોડલ્સમાં આ ફીચર જોવા મળતું નથી, જે સુરક્ષાની દૃષ્ટિએ એક નબળો મુદ્દો કહી શકાય.

આ પણ ખાસ વાંચો : 2026 Volkswagen Taigun ભારતમાં થઈ લોન્ચ! : હવે નવા લુક અને 8-સ્પીડ ગિયરબોક્સ સાથે માર્કેટમાં મચાવશે ધૂમ Taigun

રિયર વાઈપરની સગવડ

પાછળના કાચની સફાઈ માટે રિયર વાઈપર ખૂબ જ ઉપયોગી છે, ખાસ કરીને વરસાદમાં હાઈવે પર ડ્રાઈવિંગ કરતી વખતે. Volkswagen Taigun ફેસલિફ્ટમાં બેઝ વેરિઅન્ટથી જ રિયર વાઈપર આપવામાં આવે છે. જ્યારે હ્યુન્ડાઇ ક્રેટામાં આ ફીચર મેળવવા માટે તમારે વધુ કિંમત ચૂકવીને S(O) કે તેનાથી ઉપરનું મોડલ લેવું પડે છે.

આ પણ ખાસ વાંચો : Hyundai Creta નું નવું Summer Edition થયું લોન્ચ! : ઓછા બજેટમાં વધુ પ્રીમિયમ ફીચર્સ મળશે આ નવા એડિશનમાં!

5-સ્ટાર સેફ્ટી રેટિંગ

સલામતી બાબતે Volkswagen હંમેશા આગળ રહી છે. Volkswagen Taigun ફેસલિફ્ટને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ મળેલું છે. આ કારમાં 6 એરબેગ્સ, મલ્ટી-કોલિઝન બ્રેક્સ, ઈલેક્ટ્રિક સ્ટેબિલિટી કંટ્રોલ અને 40 થી વધુ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે, જે તેને પરિવાર માટે એક સુરક્ષિત સવારી બનાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now