Home Automobile 2026 Volkswagen Taigun Launch India Features Price Gujarati

2026 Volkswagen Taigun ભારતમાં થઈ લોન્ચ! : હવે નવા લુક અને 8-સ્પીડ ગિયરબોક્સ સાથે માર્કેટમાં મચાવશે ધૂમ Taigun

Volkswagen Taigun Facelift
Published by: Aryan Shah
Last Updated: Apr 09, 2026, 08:55 AM IST

Volkswagen Taigun Facelift : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં મધ્યમ કદની SUV સેગમેન્ટમાં હંમેશા ભારે સ્પર્ધા જોવા મળે છે. આ સ્પર્ધામાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે, Volkswagen એ તેની લોકપ્રિય એસયુવી Taigun નું નવું ફેસલિફ્ટ વર્ઝન રજૂ કર્યું છે. 2021 માં તેની પ્રથમ રજૂઆત બાદ આ મોડલમાં કરવામાં આવેલો આ સૌથી મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર છે. નવી ડિઝાઇન અને આધુનિક પાવરટ્રેન સાથે આ કાર હવે હરીફ કંપનીઓની ગાડીઓને જબરદસ્ત ટક્કર આપવા માટે તૈયાર છે.

Volkswagen Taigun ની આકર્ષક અને નવી ડિઝાઇન

નવી Taigun એ તેના જૂના શેપને જાળવી રાખ્યો છે, પણ Taigun 2026 ને એકદમ ફ્રેશ લુક આપવામાં આવ્યો છે. તેની આગળની બાજુએ નવી હેડલાઇટ્સ આપવામાં આવી છે, જે કંપનીની મોટી SUV 'Tiguan' માંથી પ્રેરિત છે. આ હેડલાઇટ્સની વચ્ચે એક સુંદર LED ડેટાઇમ રનિંગ લાઈટ (DRL) ની પટ્ટી છે, જે લોગો સુધી જાય છે. આ ઉપરાંત, ગ્રિલ અને પાછળની બાજુએ કનેક્ટેડ ટેલલાઇટ્સ કારને પ્રીમિયમ લુક આપે છે. નવા એલોય વ્હીલ્સ આ SUV ની સુંદરતામાં વધારો કરે છે.

Volkswagen Taigun ના કલર્સની નવીનતમ શ્રેણી

ગ્રાહકોની પસંદગીને ધ્યાનમાં રાખીને, Volkswagen એ Taigun ને કુલ 9 રંગોમાં લોન્ચ કરી છે. જેમાં 'Avocado Pearl Effect' અને 'Steel Grey' જેવા બે નવા આકર્ષક કલરનો સમાવેશ થાય છે. આ સિવાય Deep Black pearl, Wild Cherry Red Metallic, Candy White, Lava Blue Metallic, Carbon Steel Grey Metallic, Carbon Steel Grey Matte અને Reflex Silver Metallic જેવા કલર ઓપ્શન પણ ઉપલબ્ધ છે.

Volkswagen Taigun નું હાઇ-ટેક ઇન્ટિરિયર અને AI ફીચર્સ

કારની અંદર પગ મૂકતા જ તમને એક મોડર્ન દુનિયાનો એક્સપિરિયન્સ થશે. તેમાં 10.09-ઇંચની મોટી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે 15 થી વધુ એપ્સને સપોર્ટ કરે છે. ડ્રાઇવર માટે 9-ઇંચનું નવું ડિજિટલ ક્લસ્ટર છે, જે નેવિગેશન માટે પણ મદદરૂપ થાય છે. સૌથી ખાસ ફીચર 'Hello Volkswagen' વોઇસ આસિસ્ટ છે, જેની મદદથી તમે AC અને મ્યુઝિક જેવી સુવિધાઓને માત્ર અવાજ દ્વારા કંટ્રોલ કરી શકો છો.

આ પણ ખાસ વાંચો : Volkswagen Taigun Facelift vs Skoda Kushaq Facelift : જાણો કુશાક કરતાં નવી Taigun માં શું છે નવું

Volkswagen Taigun ના પ્રીમિયમ ફીચર્સ અને કમ્ફર્ટ

નવી Volkswagen Taigun માત્ર લુકમાં જ નહીં પણ ફીચર્સમાં પણ બેજોડ છે. તેમાં પેનોરેમિક સનરૂફ, રિયર વાઇપર, સ્માર્ટ ટચ ક્લાઇમેટિક AC અને 6-વે ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ વેન્ટિલેટેડ સીટો આપવામાં આવી છે. આ ફીચર્સ લાંબી મુસાફરીને ખૂબ જ કમ્ફર્ટેબલ બનાવે છે.

Volkswagen Taigun સુરક્ષામાં નંબર 1

સેફટીના મામલે Volkswagen એ કોઈ બાંધછોડ કરી નથી. નવી Volkswagen Taigun 5-સ્ટાર GNAP રેટિંગ સાથે આવે છે, જે પુખ્ત અને બાળકો બંને માટે સુરક્ષિત છે. તેમાં 6 એરબેગ્સ, મલ્ટી-કોલિઝન બ્રેક્સ, ઇલેક્ટ્રિક સ્ટેબિલિટી કંટ્રોલ અને ફ્રન્ટ-રિયર પાર્કિંગ સેન્સર્સ જેવા 40 થી વધુ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે.

Volkswagen Taigun નું પાવરફુલ એન્જિન અને પરફોર્મન્સ

પરફોર્મન્સની વાત કરીએ તો, તેમાં બે એન્જિન ઓપ્શન મળે છે. 1.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન (114hp) સાથે હવે જૂના 6-સ્પીડ ઓટોમેટિકને બદલે નવું 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. જ્યારે પાવરફૂલ 1.5-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન (147hp) સાથે 6-સ્પીડ મેન્યુઅલ અને 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ (DSG) નો ઓપ્શન યથાવત છે.

આ પણ ખાસ વાંચો : લોન્ચ પહેલા Volkswagen Taigun Facelift નું પ્રોડક્શન શરૂ! : નવી ડિઝાઈન અને પાવરફુલ એન્જિન સાથે આવશે નવી SUV

બજારમાં Volkswagen Taigun ની મુખ્ય હરીફો

આ નવી SUV બજારમાં હ્યુન્ડાઈ ક્રેટા, હોન્ડા એલિવેટ, મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા, રેનો ડસ્ટર, ટાટા સીએરા અને સ્કોડા કુશક જેવા મજબૂત મોડલો સાથે સીધી સ્પર્ધા કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now