Volkswagen Taigun Facelift vs Skoda Kushaq Facelift : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ફોક્સવેગન તેની લોકપ્રિય SUV Taigun નું નવું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપનીએ લોન્ચિંગ પહેલા તેનું સત્તાવાર ટીઝર રિલીઝ કરીને લોકોમાં ઉત્સાહ વધારી દીધો છે. આ નવી SUV ની સીધી સ્પર્ધા સ્કોડા કુશાક ફેસલિફ્ટ સાથે થવાની છે. જોકે આ બંને કાર એક જ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે, તેમ છતાં ફોક્સવેગન તેની નવી Taigun ને કુશાક કરતાં અલગ અને વધુ પ્રીમિયમ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
ડિઝાઇન અને આકર્ષક લુક
ડિઝાઇનની વાત કરીએ તો નવી Taigun ફેસલિફ્ટ પહેલા કરતાં વધુ ફ્રેશ અને આકર્ષક દેખાશે. તેના ફ્રન્ટ લુકમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જે તેને વધુ પ્રીમિયમ ફિલ આપે છે. એક ખાસ અપડેટ એ છે કે, કારના પાછળના ભાગમાં "Taigun" નામ હવે પ્રકાશિત (illuminated) થયેલું જોવા મળી શકે છે. સ્કોડા કુશાકની ડિઝાઇન થોડી ક્લાસિક અને સિમ્પલ છે, જ્યારે Taigun ને વધુ સ્પોર્ટી અને યુવાનોને ગમે તેવી બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: ₹50 લાખમાં બેસ્ટ SUV 2026 : જાણો નવી Tiguan Facelift અને Fortuner માંથી કઈ SUV છે અસલી 'કિંગ'?
પ્રીમિયમ ઇન્ટિરિયર અને ફીચર્સ
Taigun ફેસલિફ્ટના ઇન્ટિરિયરમાં પણ ઘણા નવા ફેરફારો જોવા મળશે. તેમાં નવી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને આધુનિક ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવશે. આ ઉપરાંત, કુશાકની જેમ Taigun માં પણ પેનોરેમિક સનરૂફ અને ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ સીટ્સ જેવા પ્રીમિયમ ફીચર્સ મળે તેવી અપેક્ષા છે. કમ્ફર્ટ માટે કુશાકમાં મળતું રિયર મસાજ ફીચર પણ હવે Taigun માં જોવા મળી શકે છે. જોકે, તેમાં ADAS કે 360-ડિગ્રી કેમેરા જેવા મોડર્ન ફીચર્સ મળવાની શક્યતા ઓછી છે.
પાવરફુલ એન્જિન અને પરફોર્મન્સ
એન્જિનની દ્રષ્ટિએ Taigun ફેસલિફ્ટમાં બે વિકલ્પો મળશે: 1.0 લિટર TSI અને 1.5 લિટર TSI. મહત્વની વાત એ છે કે, 1.0 લિટર એન્જિન સાથે હવે નવું 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ મળી શકે છે, જે ડ્રાઇવિંગને વધુ સ્મૂધ બનાવશે. કુશાકથી અલગ પડવા માટે ફોક્સવેગન 1.5 લિટર એન્જિન સાથે મેન્યુઅલ ગિયરબોક્સનો ઓપ્શન પણ આપી શકે છે. પરફોર્મન્સ પ્રેમીઓ માટે 7-સ્પીડ DSG ઓટોમેટિકનો ઓપ્શન તો રહેશે જ.
આ પણ ખાસ વાંચો : એપ્રિલ 2026 માં લોન્ચ થશે આ 5 પાવરફૂલ કારો! : SUV થી લઈને ઇલેક્ટ્રિક સેડાન સુધી, જાણો ફીચર્સ અને કિંમત
લોન્ચિંગ અને કોમ્પિટિશન
ફોક્સવેગન Taigun ફેસલિફ્ટ આ મહિનાની 9 મી તારીખે લોન્ચ થઈ શકે છે. લોન્ચ થયા પછી આ SUV પોતાના સેગમેન્ટમાં સ્કોડા કુશાકને જબરદસ્ત કોમ્પિટિશન આપે તેવી શક્યતા રહેલી છે. ગ્રાહકો હવે એ જોવાની રાહ જોઈ રહ્યા છે કે, નવા અપડેટ્સ પછી કઈ SUV મેદાન મારી જાય છે.





