Upcoming cars of April 2026 : માર્ચ મહિનો પૂર્ણતાના આરે છે અને 1લી એપ્રિલથી શરૂ થતાં નવા નાણાકીય વર્ષ સાથે જ કાર બજારમાં નવી રોનક જોવા મળશે. આગામી મહિનામાં અનેક પાવરફૂલ SUV અને ઇલેક્ટ્રિક સેડાન ભારતીય રસ્તાઓ પર ઉતરવા માટે તૈયાર છે. એપ્રિલ 2026 માં આ 5 કાર લોન્ચ થશે, જાણો એપ્રિલ મહિનામાં હેડલાઇન્સમાં રહેનારી ટોપની 5 કાર વિશે.
Volkswagen Taigun નું નવું અવતાર
Volkswagen 9 એપ્રિલ 2026 ના રોજ પોતાની લોકપ્રિય SUV, Taigun નું Facelift વર્ઝન લોન્ચ કરશે. આ નવી SUV માં બાહ્ય લુકમાં થોડા ફેરફાર અને કેબિનમાં નવા ફીચર્સ જોવા મળશે. એન્જિનની વાત કરીએ તો, Volkswagen Taigun Facelift માં 1.0 લિટર ટર્બો-પેટ્રોલ અને 1.5 લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનના ઓપ્શન યથાવત રહેશે. આ કારમાં મોડર્ન ટ્રાન્સમિશન અને વધુ સેફટી ફીચર્સ ઉમેરવામાં આવે તેવી શક્યતા છે.
Mercedes-Benz ની લક્ઝરી ઇલેક્ટ્રિક સેડાન
લક્ઝરી કારના શોખીનો માટે Mercedes-Benz CLA EV લોન્ચ કરવા જઈ રહી છે. આ ઓલ-ઇલેક્ટ્રિક કાર બે વેરિઅન્ટમાં આવશે જેમાં CLA 250+ અને CLA 350 નો સમાવેશ થાય છે. તેની ખાસિયત એ છે કે તે એક સિંગલ ચાર્જ પર 792 કિમી સુધીની રેન્જ આપી શકે છે. પ્રીમિયમ ફીચર્સ અને હાઇ-સ્પીડ પરફોર્મન્સ સાથે આ કાર ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત કરશે.
Toyota ની શક્તિશાળી ઇલેક્ટ્રિક SUV
Toyota Urban Cruiser Ebella એપ્રિલ 2026 માં વેચાણ માટે ઉપલબ્ધ થઈ શકે છે. આ ઇલેક્ટ્રિક SUV 49kWh અને 61kWh ના બે બેટરી પેક સાથે આવશે. એકવાર ફૂલ ચાર્જ કરવા પર આ કાર 543 કિમી સુધીની રેન્જ આપી શકે છે. આ કાર ફાસ્ટ ચાર્જિંગના સપોર્ટ સાથે, ટુ-વ્હીલ-ડ્રાઇવ તેમજ ઓલ-વ્હીલ-ડ્રાઇવ એમ બંને ઓપ્શનમાં ઉપલબ્ધ હશે.
MG Gloster ની જગ્યાએ આવશે Majestor
MG મોટર્સ પોતાની પ્રીમિયમ SUV Gloster ના અપગ્રેડેડ મોડલ તરીકે 'Majestor' લોન્ચ કરી રહી છે. આ કારમાં નવી ડિઝાઇન કરેલી ફ્રન્ટ પ્રોફાઇલ અને વધુ મોડર્ન ઇન્ટિરિયર જોવા મળશે. તેમાં 2.0 લિટર ટ્વીન-ટર્બો ડીઝલ એન્જિન હશે, જે 216hp નો પાવર જનરેટ કરશે. આ SUV નું બુકિંગ શરૂ થઈ ગયું છે અને તેની ડિલિવરી મે મહિનાથી શરૂ થશે.
Nissan ની સ્ટાઇલિશ મધ્યમ સાઇઝની SUV
Nissan Terrano ના બદલે હવે 'Tekton' નામની નવી SUV લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ કારની ડિઝાઇન Nissan Patrol થી પ્રેરિત હશે, જે તેને રોડ પર આકર્ષક લુક આપશે. શરૂઆતમાં તે ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે આવશે અને 2027 સુધીમાં તેનું હાઇબ્રિડ વર્ઝન પણ જોવા મળી શકે છે. આ કાર મધ્યમ સાઇઝના SUV સેગમેન્ટમાં Tata અને Hyundai જેવી કંપનીઓની ગાડીઓને ટક્કર આપશે.





