Home Automobile Volkswagen Taigun Facelift To Be Launched On This Date

Volkswagen Taigun નું Facelift આ તારીખે થશે લોન્ચ! : નવો લુક અને હાઈટેક ફીચર્સ સાથે આવશે નવી Taigun!

Volkswagen Taigun Facelift
Published by: Aryan Shah
Last Updated: Apr 03, 2026, 12:42 PM IST

Volkswagen Taigun Facelift : Volkswagen ઈન્ડિયા તેની લોકપ્રિય SUV Taigun નું નવું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપનીએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે, આ નવી કાર 9 એપ્રિલના રોજ માર્કેટમાં ઉતારવામાં આવશે. અગાઉ ભારતીય રસ્તાઓ પર તેના ટેસ્ટિંગ દરમિયાનની ફોટોઝ અને વીડિયો સામે આવ્યા હતા, અને હવે ટીઝર રિલીઝ કરીને ઉત્તેજના વધારી દેવામાં આવી છે. જાણો આ આ નવી SUV માં શું ખાસ હશે.

ડિઝાઇનમાં શાનદાર ફેરફાર

નવી Volkswagen Taigun Facelift માં તેની મૂળ ઓળખ જાળવી રાખવામાં આવી છે, પરંતુ તેમાં કેટલાક મહત્વના કોસ્મેટિક ફેરફાર જોવા મળશે. તેમાં નવી ડિઝાઇનના હેડલેમ્પ્સ, નવી ફ્રન્ટ ગ્રિલ અને નવું બમ્પર આપવામાં આવશે. આ ઉપરાંત, કારની બાજુમાં નવા એલોય વ્હીલ્સ અને પાછળના ભાગમાં નવી ટેલ લેમ્પ સેટઅપની સાથે બમ્પરમાં પણ થોડો સુધારો કરવામાં આવશે.

ઇન્ટિરિયર અને આધુનિક ફીચર્સ

કારના અંદરના ભાગની વાત કરીએ, તો ડેશબોર્ડની ડિઝાઇન પહેલા જેવી જ રહેશે, પરંતુ કેબિનમાં નવા કલર્સ અને થીમ જોવા મળી શકે છે. આ કારના ફીચર્સ હાલમાં લોન્ચ થયેલી Skoda Kushaq Facelift જેવા જ હશે. એવી અપેક્ષા છે કે, તેના બેઝ મોડલમાં પણ કંપની ઘણા બધા મોડર્ન ફીચર્સ આપે, જે તમને પ્રીમિયમ એક્સપિરિયન્સ કરાવશે.

આ પણ ખાસ વાંચો : Skoda Kushaq ના બેઝ મોડલમાં જ સનરૂફ અને ઓટોમેટિક ગિયરબોક્સ : ઓછા બજેટમાં સૌથી પાવરફુલ અને ફીચર લોડેડ ઓટોમેટિક SUV!

એન્જિન અને પાવરફુલ પરફોર્મન્સ

Volkswagen Taigun Facelift માં એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં 1.0 લિટર TSI અને 1.5 લિટર TSI એન્જિનના ઓપ્શન ચાલુ રહેશે. જોકે, ગિયરબોક્સમાં મોટો ફેરફાર થઈ શકે છે. 1.0 લિટર એન્જિનમાં હવે 6-સ્પીડ ઓટોમેટિકને બદલે 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળી શકે છે. જ્યારે 1.5 લિટર એન્જિન ફક્ત 7-સ્પીડ DCT ગિયરબોક્સ સાથે જ આવશે.

કંપનીનો અભિગમ

Volkswagen ઈન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર નીતિન કોહલીએ જણાવ્યું હતું કે, નવી Taigun એ ગ્રાહકોની અપેક્ષાઓ પર ખરી ઉતરશે. તે વધુ બોલ્ડ ડિઝાઇન અને સેગમેન્ટમાં શ્રેષ્ઠ ટેક્નોલોજી સાથે આવશે. આ કારને ખાસ કરીને ભારતીય રસ્તાઓ અને ગ્રાહકોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જે ડ્રાઇવિંગનો એક નવો અનુભવ આપશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now