Home Automobile Volkswagen Taigun Facelift Production Start Launch April India

લોન્ચ પહેલા Volkswagen Taigun Facelift નું પ્રોડક્શન શરૂ! : નવી ડિઝાઈન અને પાવરફુલ એન્જિન સાથે આવશે નવી SUV

Volkswagen Taigun Facelift
Published by: Aryan Shah
Last Updated: Apr 07, 2026, 08:19 AM IST

Volkswagen Taigun : Volkswagen India તેની લોકપ્રિય SUV Taigun નું નવું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરવા માટે પૂરી રીતે તૈયાર છે. Skoda Auto Volkswagen India Limited એ પુણે સ્થિત તેના પ્લાન્ટમાં આ નવી કારનું પ્રોડક્શન પણ શરૂ કરી દીધું છે. આગામી 9 એપ્રિલના રોજ આ SUV ભારતીય બજારમાં સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે. કંપનીની આ નવી વ્યૂહરચનાનો હેતુ ભારતીય બજારમાં પોતાની પકડ વધુ મજબૂત કરવાનો છે.

આકર્ષક નવી ડિઝાઇન

નવી Volkswagen Taigun ફેસલિફ્ટમાં સૌથી મોટો ફેરફાર તેના એક્સટીરિયર એટલે કે, બહારના દેખાવમાં કરવામાં આવ્યો છે. Volkswagen Taigun નો ફ્રન્ટ લુક હવે Volkswagen ની બીજી SUV Tiguan થી ઇન્સપાયર કરવામાં આવ્યો છે. તેમાં નવી હેડલાઇટ્સ અને LED DRLs આપવામાં આવ્યા છે, જે લોગો સાથે મધ્યમાં જોડાયેલા છે. આ ઉપરાંત, નવી ગ્રિલ અને એલોય વ્હીલ્સની નવી ડિઝાઇન કારને વધુ સ્પોર્ટી અને પ્રીમિયમ લુક આપે છે. પાછળના ભાગમાં કનેક્ટેડ ટેલ લેમ્પ્સ મળવાની પણ શક્યતા છે.

પ્રીમિયમ ઇન્ટિરિયર અને ફીચર્સ

જોકે કંપનીએ હજુ સુધી Volkswagen એ Taigun ના ઇન્ટિરિયરનો ખુલાસો કર્યો નથી, પરંતુ અપેક્ષા છે કે, નવી Volkswagen Taigun માં પ્રીમિયમ અપહોલ્સ્ટરી અને લેઆઉટમાં ફેરફાર જોવા મળશે. Skoda Kushaq ની જેમ આ કારના હાઇ-એન્ડ વેરિઅન્ટમાં પેનોરેમિક સનરૂફ અને પાછળની સીટ્સ માટે મસાજ ફીચર જેવા લક્ઝરી ફીચર્સ જોવા મળી શકે છે. કારમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને મોટી ટચસ્ક્રીન ડિસ્પ્લે પણ આપવામાં આવી શકે છે.

સેફટી માટેના ખાસ ફીચર્સ

સેફટીની દ્રષ્ટિએ Volkswagen હંમેશા આગળ રહે છે. નવી Taigun માં 6 એરબેગ્સ, ટ્રેક્શન કંટ્રોલ, ABS સાથે EBD, ક્રુઝ કંટ્રોલ અને રિયર પાર્કિંગ સેન્સર જેવા પ્રીમિયમ ફીચર્સ મળશે. સાથે જ તમામ ટાયરમાં ડિસ્ક બ્રેક્સ અને ઓટો IRVM જેવા ફીચર્સ ડ્રાઇવિંગને વધુ સુરક્ષિત બનાવશે.

આ પણ ખાસ વાંચો : Volkswagen Taigun Facelift vs Skoda Kushaq Facelift : જાણો કુશાક કરતાં નવી Taigun માં શું છે નવું

એન્જિન અને પરફોર્મન્સ

એન્જિનની વાત કરીએ તો, તેમાં 1.0-લિટર અને 1.5-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન ચાલુ રાખવામાં આવી શકે છે. 1.0-લિટર એન્જિન 115hp પાવર જનરેટ કરશે, જેમાં 6-સ્પીડ મેન્યુઅલ અને કંપની કદાચ નવું 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળી શકે છે. જ્યારે 1.5-લિટર એન્જિન 150hp પાવર સાથે 6-સ્પીડ મેન્યુઅલ અને 7-સ્પીડ DSG ગિયરબોક્સના ઓપ્શન સાથે ઉપલબ્ધ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now