Home Automobile Hyundai Creta Summer Edition Launch India Price Features

Hyundai Creta નું નવું Summer Edition થયું લોન્ચ! : ઓછા બજેટમાં વધુ પ્રીમિયમ ફીચર્સ મળશે આ નવા એડિશનમાં!

Hyundai Creta Summer Edition
Published by: Aryan Shah
Last Updated: Apr 09, 2026, 10:45 AM IST

Hyundai Creta Summer Edition : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં SUV સેગમેન્ટમાં જેનું નામ ટોપ પર છે, તેવી હ્યુન્ડાઇ ક્રેટા હવે એક નવા અવતારમાં આવી ગઈ છે. હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયાએ ગ્રાહકોની પસંદગીને ધ્યાનમાં રાખીને Creta Summer Edition લોન્ચ કર્યું છે. આ સ્પેશિયલ એડિશનમાં કંપનીએ એન્ટ્રી લેવલથી લઈને ટોપ મોડલ સુધીના દરેક મોડલમાં અનેક નવા ફીચર્સ ઉમેર્યા છે, જે તમારી ડ્રાઇવિંગને વધુ સુરક્ષિત અને કમ્ફર્ટેબલ બનાવશે.

Hyundai Creta Summer Edition માં શું નવું છે?

ક્રેટા સમર એડિશન બહારથી જોવામાં સ્ટાન્ડર્ડ મોડલ જેવી જ લાગે છે, પરંતુ Hyundai Creta Summer Edition ના ફીચર્સમાં મોટો તફાવત છે. EX (O) વેરિઅન્ટથી જ તમને 16-ઇંચના ડ્યુઅલ-ટોન સ્ટીલ વ્હીલ્સ જોવા મળશે. આ સિવાય, ઇન્ટિરિયરના ફીચર્સમાં મોટો વધારો કરવામાં આવ્યો છે, જે આ Summer Edition ને ખાસ બનાવે છે.

Hyundai Creta Summer Edition ના વેરિઅન્ટ મુજબ ફીચર્સ

કંપનીએ દરેક વેરિઅન્ટમાં જરૂરિયાત મુજબના ફેરફાર કર્યા છે:

EX વેરિઅન્ટ : આમાં હવે સ્માર્ટ-કી અને પુશ-બટન સ્ટાર્ટની સુવિધા મળશે.

EX(O) વેરિઅન્ટ : Quad બીમ LED હેડલેમ્પ્સ, LED ટેલ લેમ્પ્સ, પાછળની બારીમાં સનશેડ અને ડાયનેમિક ગાઇડલાઇન્સ સાથે રિયર કેમેરા મળશે.

S(O) અને Knight Edition : આ વેરિઅન્ટ્સમાં સેફટી માટે ડેશકેમ ઉમેરવામાં આવ્યો છે.

SX અને SX Premium : આ ટોપ મોડલ્સમાં 10.25-ઇંચનું ડિજિટલ ક્લસ્ટર, સરાઉન્ડ વ્યૂ મોનિટર અને બ્લાઇન્ડ સ્પોટ વ્યુ મોનિટર જેવા હાઇ-ટેક ફીચર્સ છે.

આ પણ ખાસ વાંચો : 2026 Volkswagen Taigun ભારતમાં થઈ લોન્ચ! : હવે નવા લુક અને 8-સ્પીડ ગિયરબોક્સ સાથે માર્કેટમાં મચાવશે ધૂમ Taigun

Hyundai Creta Summer Edition નું એન્જિન અને ટ્રાન્સમિશન

એન્જિનની વાત કરીએ તો, Hyundai Creta Summer Edition માં બે ઓપ્શન મળે છે:

  • 1.5 લિટર MPi પેટ્રોલ એન્જિન

  • 1.5 લિટર U2 CRDi ડીઝલ એન્જિન

Hyundai Creta Summer Edition માં મેન્યુઅલ (MT), IVT અને ઓટોમેટિક (AT) ટ્રાન્સમિશનના ઓપ્શન ઉપલબ્ધ છે. નોંધનીય છે કે, આ Summer Edition માં ટર્બો પેટ્રોલ એન્જિનનો ઓપ્શન આપવામાં આવ્યો નથી.

Hyundai Creta Summer Edition ના વેરિઅન્ટ મુજબ કિંમતનું સંપૂર્ણ લિસ્ટ

વેરિઅન્ટ

એન્જિન

ટ્રાન્સમિશન

કિંમત (એક્સ-શોરૂમ INR)

EX Summer Edition

1.5l Petrol

MT

12,05,900

EX Summer Edition

1.5l Diesel

MT

13,61,900

EX(O) Summer Edition

1.5l Petrol

MT

13,13,400

EX(O) Summer Edition

1.5l Petrol

IVT

14,48,900

EX(O) Summer Edition

1.5l Diesel

MT

14,69,400

EX(O) Summer Edition

1.5l Diesel

AT

16,04,400

S(O) Summer Edition

1.5l Petrol

MT

14,19,900

S(O) Summer Edition

1.5l Petrol

IVT

15,64,900

S(O) Summer Edition

1.5l Diesel

MT

15,80,900

S(O) Summer Edition

1.5l Diesel

AT

17,25,900

S(O) Knight Summer

1.5l Petrol

MT

14,38,400

S(O) Knight Summer

1.5l Diesel

MT

15,99,400

SX Summer Edition

1.5l Petrol

MT

15,03,600

SX Premium Summer

1.5l Petrol

MT

16,33,400

SX Premium Summer

1.5l Petrol

IVT

17,77,900

SX Premium Summer

1.5l Diesel

MT

17,88,900

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now