Vivo ફરી એકવાર પોતાના ચાહકોને ખુશ કરવા જઈ રહ્યું છે. કંપનીએ જાહેરાત કરી છે કે Vivo X300 સિરીઝ 13 October 2025ના રોજ ચીનમાં લોન્ચ થશે. આ લાઇનઅપમાં બે મોડેલ્સ હશે – Vivo X300 અને Vivo X300 Pro. ભારતીય સમય મુજબ લોન્ચ ઇવેન્ટ સાંજે 4:30 વાગ્યે થશે.
Vivo X300 કલર ઑપ્શન
સામાન્ય X300 વેરિઅન્ટ માટે ચાર કલરની પુષ્ટિ થઈ છે:
Free Blue
Comfortable Purple
Pure Black
Pink
(ગ્લોબલ માર્કેટમાં રંગોના નામ અલગ હોઈ શકે છે.)
સુપરફાસ્ટ સ્ટોરેજ અને નવા ફીચર્સ
સિરીઝ માટે કસ્ટમ-બિલ્ટ સુપર સેન્સ વાઇબ્રેશન મોટર ઉપલબ્ધ રહેશે.
Pro મોડેલમાં યુનિવર્સલ સિગ્નલ એમ્પ્લીફાયર ચિપસેટ અને ડ્યુઅલ-ચેનલ UFS 4.1 ફોર-લેન ઓનબોર્ડ સ્ટોરેજ હશે.
કંપનીના દાવા મુજબ, નવી સિસ્ટમ દ્વારા 70% ઝડપી રીડ-રાઇટ સ્પીડ મળશે, જે 8.6Gbps સુધી પહોંચી શકે છે.
કેમેરા હાઇલાઇટ્સ
બંને મોડેલ્સમાં 200MP પ્રાથમિક કેમેરા (23mm ફોકલ લેન્થ સાથે HPB સેન્સર).
Pro મોડેલમાં વધારાના 200MP ટેલિફોટો કેમેરા (85mm) આપવામાં આવશે.
Vivo X300 Pro ને CIPA 5.5નું એન્ટિ-શેક પ્રમાણપત્ર પણ મળશે.
Vivo X300 સિરીઝ ખાસ કરીને કેમેરા ટેક્નોલોજી અને સ્ટોરેજ સ્પીડ માટે ચર્ચામાં છે.