Amazon Great Indian Festival Sale: ઈ-કોમર્સ જાયન્ટ Amazon નો Great Indian Festival Sale પ્રાઇમ મેમ્બર્સ માટે શરૂ થઈ ગયો છે. ગ્રાહકો માટે આ સેલ 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. લેપટોપ, ટેબ્લેટ, ઇલેક્ટ્રોનિક્સ અને ઉપકરણો સહિત વિવિધ પ્રોડક્ટની કેટેગરીમાં ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે. આ સેલ દરમિયાન સ્માર્ટફોન કંપનીઓમાંની એક, OnePlus ના ફોન પણ ઓછી કિંમતે મળી રહેશે.
જો તમે નવો OnePlus સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સેલ ડિસ્કાઉન્ટ પર તેને મેળવવાની એક શ્રેષ્ઠ તક છે. OnePlus 13 એમેઝોન પર ₹47,999 માં ઉપલબ્ધ છે, જે તેની લિસ્ટેડ કિંમત ₹72,999 થી ઓછી છે. આ સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.82-ઇંચની ક્વાડ HD+ ડિસ્પ્લે છે. તે Snapdragon 8 Elite પ્રોસેસર દ્વારા સંચાલિત છે. તે Android 15 પર આધારિત OxygenOS 15.0 પર ચાલે છે. તેમાં Hasselblad-ટ્યુન્ડ ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ મળી રહે છે. OnePlus 13 માં ત્રણ 50mp ના રીઅર કેમેરા છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે 32mp નો ફ્રન્ટ કેમેરો છે. વધુમાં, OnePlus Nord 4 ₹25,499 માં વેચાઈ રહ્યો છે, જે તેની મૂળ કિંમત ₹32,999 થી ઓછી છે.
આ સેલમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. વધુમાં, Amazon Pay ICICI બેંક ક્રેડિટ કાર્ડથી કરેલી ખરીદી પર 5 ટકા કેશબેક મળશે. ગ્રાહકોને 24 મહિના સુધી નો-કોસ્ટ EMI વિકલ્પો અને એક્સચેન્જ ઑફર્સનો પણ લાભ મળશે.
Amazon સેલમાં OnePlus સ્માર્ટફોન પર શ્રેષ્ઠ ડીલ્સ:
મોડલ | લોન્ચ કિંમત | સેલની કિંમત |
---|---|---|
OnePlus 13R | Rs. 44,999 | Rs. 35,999 |
OnePlus Nord CE5 | Rs. 24,999 | Rs. 21,749 |
OnePlus 13 | Rs. 72,999 | Rs. 57,999 |
OnePlus 13s | Rs. 57,999 | Rs. 47,999 |
OnePlus Nord 4 | Rs. 32,999 | Rs. 25,499 |
OnePlus Nord CE4 Lite | Rs. 20,999 | Rs. 18,499 |
OnePlus Nord CE4 | Rs. 24,999 | Rs. 18,499 |
OnePlus Nord 5 | Rs. 34,999 | Rs. 28,749 |