Home Tech/Gadgets Vivo X200t Launched With 50mp Camera Know Price And Features Along With Battery And Flash Charge

50mp ના કેમેરા સાથે Vivo એ X200T કર્યો લોન્ચ! : 6500mAh ની બેટરી અને Flash Charge સાથે, જાણો કિંમત અને ફીચર્સ

50mp ના કેમેરા સાથે Vivo એ X200T કર્યો લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2026, 10:33 AM IST

Vivo X200T launched : Vivo એ આજે ​​ભારતીય બજારમાં પોતાનો નવો સ્માર્ટફોન, Vivo X200T લોન્ચ કર્યો છે. આ ફોનમાં 50mp નો મુખ્ય કેમેરો અને 32mp નો સેલ્ફી કેમેરો છે. તેમાં 6200mAh ની બેટરી છે, જે 90W વાયર્ડ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તે MediaTek Dimensity 9400+ ચિપસેટ દ્વારા સંચાલિત છે. જાણો Vivo X200T ના ફીચર્સથી લઈને કિંમત સુધીની સંપૂર્ણ માહિતી.

Vivo X200T ની કિંમત અને ઓફર્સ

Vivo X200T ના 12GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹59,999 અને 12GB/512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹69,999 છે. Vivo X200T માં Stellar Black અને Seaside Lilac કલર ઓપ્શન મળે છે. Vivo X200T નું વેચાણ 3 ફેબ્રુઆરીથી Vivo ની ઓફિશિયલ વેબસાઇટ, ઈ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ અને રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે. લોન્ચ ઑફર્સમાં ₹5,000 સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક અથવા ₹5,000 સુધીનું એક્સચેન્જ બોનસ સામેલ છે. 18 મહિનાનો નો-કોસ્ટ EMI ઓપ્શન પણ છે.

Vivo X200T ની ડિસ્પ્લે અને પ્રોસેસર

Vivo X200T માં 6.67 ઇંચની ZEISS Master Color AMOLED Display છે, જે 1260x2800 પિક્સેલ રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ અને 5,000 nits બ્રાઇટનેસ ધરાવે છે. ફોન 12GB LPDDR5X RAM અને 256GB/512GB UFS 4.1 સ્ટોરેજથી સજ્જ છે. Vivo X200T માં 6200mAh બેટરી છે, જે 90W વાયર્ડ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તે MediaTek Dimensity 9400+ ચિપસેટ દ્વારા સંચાલિત છે. આ સ્માર્ટફોન Android 16 પર આધારિત Origin OS 6 પર ચાલે છે. કંપની 5 વર્ષ OS અપડેટ્સ અને 7 વર્ષ સુરક્ષા અપડેટ્સનું વચન આપે છે.

Vivo X200T નું કેમેરા સેટઅપ અને કનેક્ટિવિટી ઓપ્શન

કેમેરા સેટઅપની વાત કરીએ તો, Vivo X200T માં 50mp નો સુપર ટેલિફોટો કેમેરો, 50mp નો મુખ્ય કેમેરો અને 50mp નો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો છે. જ્યારે Vivo X200T માં સેલ્ફી અને વિડીયો કોલ માટે, f/2.0 અપર્ચર સાથે 32mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. Vivo X200T ને ધૂળ અને પાણીથી પ્રોટેક્શન આપવા માટે IP68 અને IP69 રેટિંગ આપવામાં આવેલ છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 5G, 4G LTE, Wi-Fi 7, બ્લૂટૂથ 5.4, NFC અને USB ટાઇપ-C પોર્ટનો સમાવેશ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now