Vivo : ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ફોલ્ડેબલ ફોનનો ક્રેઝ સતત વધી રહ્યો છે. પ્રીમિયમ કેમેરા અને શાનદાર ડિઝાઇન માટે જાણીતી કંપની Vivo એ તેનો સૌથી શક્તિશાળી ફોલ્ડેબલ ફોન Vivo X Fold 3 Pro લોન્ચ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જો તમે પણ આ ફોન ખરીદવા ઈચ્છતા હતા પરંતુ તેની કિંમતને કારણે અટકી રહ્યા હતા, તો હવે તમારા માટે શ્રેષ્ઠ સમય આવી ગયો છે. હાલમાં એમેઝોન પર આ ફોન તેની લોન્ચિંગ કિંમત કરતાં હજારો રૂપિયા સસ્તો મળી રહ્યો છે. બેંક ઓફર્સ અને એક્સચેન્જ બોનસને જોતાં આ અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ડીલ સાબિત થઈ શકે છે.
Vivo X Fold 3 Pro ની કિંમત અને ઓફર્સ
Vivo X Fold 3 Pro જ્યારે જૂન 2024 માં ભારતમાં લોન્ચ થયો હતો, ત્યારે તેના 16GB RAM અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹1,59,999 રાખવામાં આવી હતી. જોકે, હાલમાં એમેઝોન પર આ ફોન ₹1,29,999 માં લિસ્ટ થયો છે, જે સીધો ₹30,000 નો ઘટાડો દર્શાવે છે. આ ઉપરાંત, જો તમે Amazon Pay ICICI Bank ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને વધારાનું 5% એટલે કે ₹3,899 નું કેશબેક મળે છે, જેનાથી ફોનની અસરકારક કિંમત ₹1,26,100 થઈ જાય છે. જો તમારી પાસે જૂનો સ્માર્ટફોન હોય, તો તેને એક્સચેન્જ કરીને તમે ₹37,650 સુધીનું બીજું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો, જે તમારા જૂના ફોનની હાલત પર નિર્ભર રહેશે.
Vivo X Fold 3 Pro ની શાનદાર ડિસ્પ્લે અને વિઝ્યુઅલ
આ ફોનમાં દુનિયાની શ્રેષ્ઠ કહી શકાય તેવી ડિસ્પ્લે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં અંદરની તરફ 8.03 ઇંચની મુખ્ય E7 AMOLED સ્ક્રીન છે, જે 2K રેઝોલ્યુશન (2200x2480 પિક્સેલ) ધરાવે છે. આ સ્ક્રીન 4500 નિટ્સની પીક બ્રાઇટનેસ આપે છે, જેનો અર્થ છે કે, તડકામાં પણ તમે સ્ક્રીન સ્પષ્ટ જોઈ શકશો. જ્યારે ફોન બંધ હોય ત્યારે ઉપયોગ કરવા માટે બહાર 6.53 ઇંચની AMOLED કવર ડિસ્પ્લે આપવામાં આવી છે. બંને ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે, જે ગેમિંગ અને સ્ક્ર્રોલિંગને એકદમ સ્મૂધ બનાવે છે.
Vivo X Fold 3 Pro નું પ્રોસેસર અને પરફોર્મન્સ
પાવર અને સ્પીડની બાબતમાં Vivo X Fold 3 Pro કોઈ બાંધછોડ કરતું નથી. આ સ્માર્ટફોનમાં ક્વોલકોમનું અત્યાર સુધીનું સૌથી પાવરફુલ Snapdragon 8 Gen 3 પ્રોસેસર લગાવવામાં આવ્યું છે. 16GB RAM અને 512GB ના વિશાળ સ્ટોરેજ સાથે આ ફોન મલ્ટીટાસ્કિંગ માટે બેસ્ટ છે. આ ફોન એન્ડ્રોઇડ 15 પર બેસ્ટ Vivo ના કસ્ટમ યુઝર ઇન્ટરફેસ પર ચાલે છે, જે ફોલ્ડેબલ સ્ક્રીન માટે ખાસ ઓપ્ટિમાઇઝ કરવામાં આવ્યું છે, જેથી તમે એકસાથે અનેક એપ્સનો ઉપયોગ સરળતાથી કરી શકો છો.
Vivo X Fold 3 Pro નો પ્રોફેશનલ ગ્રેડ કેમેરા સેટઅપ
Vivo X Fold 3 Pro નો સૌથી મોટો પ્લસ પોઈન્ટ તેનો કેમેરો છે. તેના પાછળના ભાગમાં ત્રણ દમદાર કેમેરો છે:
50MP મુખ્ય કેમેરો : જે અંધારામાં પણ શ્રેષ્ઠ ફોટા પાડે છે.
64MP ટેલિફોટો કેમેરો : જેની મદદથી તમે દૂરની વસ્તુઓને ખૂબ જ સ્પષ્ટતા સાથે ઝૂમ કરીને કેપ્ચર કરી શકો છો.
50MP અલ્ટ્રા-વાઇડ કેમેરો : જે ગ્રુપ ફોટા કે લેન્ડસ્કેપ માટે ઉત્તમ છે.
સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે કંપનીએ અંદર અને બહાર બંને ડિસ્પ્લે પર 32mp નો કેમેરો આપ્યા છે. જો તમે ફોટોગ્રાફીના શોખીન હોવ, તો આ ફોન તમારા માટે એક પ્રોફેશનલ કેમેરાની ગરજ સારશે.
Vivo X Fold 3 Pro ની બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી
ફોલ્ડેબલ ફોન હોવા છતાં Vivo એ આમાં સ્લિમ ડિઝાઇન સાથે 5700mAh ની મોટી બેટરી આપી છે. આ બેટરી સામાન્ય વપરાશમાં આખો દિવસ સરળતાથી ચાલી શકે છે. ચાર્જિંગ માટે તેમાં 100W નું સુપરફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ મળે છે, જે ફોનને મિનિટોમાં ફૂલ ચાર્જ કરી દે છે. આ ઉપરાંત, જો તમે વાયર વગર ચાર્જ કરવા માંગતા હોવ તો આ ફોન 50W ના વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે, જે આ કિંમતના ફોન માટે એક પ્રીમિયમ ફીચર છે.





