Vivo T4 5G : સ્માર્ટફોન માર્કેટમાં Vivo તેના પ્રીમિયમ લુક અને પ્રીમિયમ ફીચર્સ માટે જાણીતું છે. હાલમાં ટેક જગતમાં Vivo T5 5G ના લોન્ચિંગને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ નવા મોડલના આગમન પહેલા ઈ-કોમર્સ વેબસાઈટ Flipkart પર લોકપ્રિય મોડલ Vivo T4 5G પર અત્યંત આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે. જો તમે લાંબો સમય ચાલે તેવી બેટરી અને દમદાર પ્રોસેસર ધરાવતો ફોન શોધી રહ્યા હોવ તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.
Vivo T4 5G ની કિંમત અને આકર્ષક ઓફર્સ
સામાન્ય રીતે Vivo T4 5G ની કિંમત ₹25,999 થી શરૂ થાય છે. જોકે Flipkart પર હાલમાં ખાસ ડિસ્કાઉન્ટ હેઠળ આ ફોન ₹24,999 માં લિસ્ટ કરવામાં આવ્યો છે. આ ફ્લેટ ડિસ્કાઉન્ટ ઉપરાંત ગ્રાહકો માટે Axis Bank અથવા SBI Bank ના ક્રેડિટ કાર્ડ પર ₹1,250 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ સાથે જ જૂના ફોન પર ₹17,000 સુધીની એક્સચેન્જ ઓફર અને દર મહિને માત્ર ₹4,167 ના નો-કોસ્ટ EMI નો ઓપ્શન પણ ઉપલબ્ધ છે.
Vivo T4 5G ની શાનદાર ડિસ્પ્લે અને પ્રીમિયમ ડિઝાઇન
Vivo T4 5G માં 6.77-ઇંચની કવાડ કવ્ડ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે જેના કારણે ગેમિંગ અને વીડિયો જોવાનો એક્સપિરિયન્સ અત્યંત સ્મુધ બને છે. તેની કવ્ડ ડિઝાઇન ફોનને પ્રીમિયમ લુક આપે છે જે તેને પ્રીમિયમ સ્માર્ટફોન જેવો અહેસાસ કરાવે છે.
Vivo T4 5G નું પાવરફુલ પ્રોસેસર અને સ્પીડ
ઝડપી મલ્ટિટાસ્કિંગ માટે તેમાં Snapdragon 7s Gen 3 5G ઓક્ટા-કોર પ્રોસેસર છે જેની સ્પીડ 2.5 GHz સુધીની છે. તેની સાથે 8GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે, જે હેવી એપ્સ અને ગેમ્સ ચલાવવા માટે પૂરતું છે. આ ફોન યુઝર્સને અટક્યા વગર સ્મૂધ પરફોર્મન્સ આપે છે.
Vivo T4 5G નું કેમેરા સેટઅપ અને સેલ્ફી
ફોટોગ્રાફીના શોખીનો માટે આમાં OIS ટેકનોલોજી સાથેનો 50mp નો મુખ્ય કેમેરો અને 2mp નો સેકન્ડરી કેમેરો આપવામાં આવ્યો છે. ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશનના કારણે ફોટા અને વીડિયો ધ્રુજારી વગરના અને ક્લિયર આવે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે, જે સુંદર ઇમેજ ક્લિક કરવામાં સક્ષમ છે.
બે દિવસ ચાલે તેવી મેગા બેટરી
આ ફોનનું સૌથી મોટું આકર્ષણ તેની 7,300mAh ની વિશાળ બેટરી છે. આટલી મોટી બેટરી હોવા છતાં ફોન સ્લીમ અને સ્ટાઇલિશ દેખાય છે. એકવાર ફૂલ ચાર્જ કર્યા પછી આ બેટરી આરામથી બે દિવસ સુધી ચાલી શકે છે, જે ટ્રાવેલિંગ કરનારા અને વધુ ફોન વાપરનારા લોકો માટે વરદાન સમાન છે.
શું તમારે આ ફોન ખરીદવો જોઈએ?
જો તમે Vivo T5 ની રાહ જોઈ રહ્યા હોવ પણ તમારું બજેટ ₹25,000 ની આસપાસ હોય તો Vivo T4 5G અત્યારે ખરીદવો એ સમજદારીભર્યો નિર્ણય ગણાશે. શાનદાર કેમેરા સેટઅપ, સ્નેપડ્રેગન પ્રોસેસર અને ખાસ કરીને 7,300mAh બેટરી તેને આ કિંમતમાં એક બેસ્ટ ઓપ્શન બનાવે છે.





