Vivo V70 Series : સ્માર્ટફોન પ્રેમીઓ માટે ખુશખબર છે! જાણીતી કંપની Vivo એ ભારતીય બજારમાં તેની મોસ્ટ અવેટેડ Vivo V70 સિરીઝ ઓફિશિયલ રીતે લોન્ચ કરી દીધી છે. આ સિરીઝમાં બે શાનદાર મોડલ Vivo V70 અને Vivo V70 Elite રજૂ કરવામાં આવ્યા છે. આ નવા ફોન ગયા વર્ષના લોકપ્રિય V60 અને V60e મોડલ્સના અપગ્રેડેડ વર્ઝન છે. આ બંને સ્માર્ટફોન આધુનિક ટેકનોલોજી, દમદાર બેટરી અને પ્રોફેશનલ કેમેરા સેટઅપ સાથે આવે છે.
શાનદાર ડિસ્પ્લે અને વિઝ્યુઅલ
Vivo V70 અને V70 Elite બંનેમાં 6.59-ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 2750×1260 પિક્સેલ છે. યુઝર્સને સ્મૂધ એક્સપિરિયન્સ આપવા માટે તેમાં 120Hz નો રિફ્રેશ રેટ મળે છે. આ ઉપરાંત, તડકામાં પણ સ્ક્રીન સ્પષ્ટ દેખાય તે માટે 5000nits ની પીક બ્રાઇટનેસ આપવામાં આવી છે.
પાવરફુલ પ્રોસેસર અને સોફ્ટવેર
પરફોર્મન્સની વાત કરીએ તો, Vivo V70 Elite માં Snapdragon 8s Gen 3 ચિપસેટ છે, જ્યારે Vivo V70 માં Snapdragon 7 Gen 4 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, આ બંને ફોન લેટેસ્ટ Android 16 પર બેસ્ડ OriginOS 6 પર ચાલે છે, જે યુઝર્સને નવો અને ઝડપી એક્સપિરિયન્સ આપશે.
દમદાર બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ
આ સિરીઝની સૌથી મોટી ખાસિયત તેની બેટરી છે. બંને સ્માર્ટફોનમાં 6,500mAh ની વિશાળ બેટરી આપવામાં આવી છે, જે લાંબો સમય સુધી સાથ આપશે. તેને ઝડપથી ચાર્જ કરવા માટે 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ મળે છે, જેથી તમારો ફોન મિનિટોમાં ચાર્જ થઈ જશે.
પ્રોફેશનલ ZEISS કેમેરા સેટઅપ
ફોટોગ્રાફીના શોખીનો માટે આ ફોન વરદાન સમાન છે. પાછળના ભાગમાં ત્રણ કેમેરા છે: 50mp નો મુખ્ય કેમેરો, 50mp નો ટેલિફોટો કેમેરો અને 8mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો. સેલ્ફી માટે પણ 50mp નો શાનદાર ફ્રન્ટ કેમેરો છે. આ તમામ કેમેરામાં ZEISS લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ફોટાની ક્વોલિટીમાં વધારો કરે છે.
કિંમત અને કલર ઓપ્શન્સ
Vivo V70 : 8GB/256GB વેરિઅન્ટની કિંમત ₹45,999 અને 12GB/256GB વેરિઅન્ટની કિંમત ₹49,999 છે. તેPassion Red અને Lemon Yellow કલરમાં મળશે.
Vivo V70 Elite : આ મોડલની શરૂઆતી કિંમત ₹51,999 થી શરૂ થઈને ₹61,999 (12GB/512GB) સુધી જાય છે. તે Passion Red, Sand Beige અને Authentic Black કલરમાં ઉપલબ્ધ છે.
ખાસ ઓફર્સ અને સુરક્ષા
સુરક્ષા માટે ફોનમાં 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ધૂળ-પાણીથી બચવા માટે IP68/IP69 રેટિંગ આપવામાં આવ્યું છે. ખરીદી પર SBI, HDFC અને Yes Bank કાર્ડ દ્વારા ચુકવણી કરવા પર 10% કેશબેક પણ મળી શકે છે. તમે આ ફોન ફ્લિપકાર્ટ, એમેઝોન અને Vivo ની વેબસાઇટ પરથી ખરીદી શકો છો.



















