Home Tech/Gadgets Vivo Launched Its New Flagship Phone The Vivo X300 Pro In India Today

Vivo X300 Pro ફ્લેગશિપ ફોન 200mp કેમેરા સાથે થયો લોન્ચ! : જાણો આ લેટેસ્ટ સમર્ટફોનની કિંમત, ફીચર્સ અને બેટરી વિશેની માહિતી

Vivo X300 Pro ફ્લેગશિપ ફોન 200mp કેમેરા સાથે થયો લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Dec 02, 2025, 10:29 AM IST

Vivo today launched its new flagship phone Vivo X300 Pro: ચીની કંપની Vivo એ આજે ​​ભારતમાં પોતાનો નવો ફ્લેગશિપ ફોન, Vivo X300 Pro લોન્ચ કર્યો છે. આ Vivo ફોન MediaTek Dimensity 9500 ચિપસેટ દ્વારા સંચાલિત છે, જે 16GB RAM સાથે જોડાયેલ છે. તેમાં 6,510mAh ની મોટી બેટરી પણ છે, જે લાંબા સમય સુધી ચાલતી બેટરી લાઇફનું વચન આપે છે. વધુમાં, ફોટોગ્રાફીના શોખીનો માટે, કંપનીએ 200mp નો પેરિસ્કોપ કેમેરો પણ સામેલ કર્યો છે. જાણો Vivo X300 Pro ના ફીચર્સ, કિંમત અને કેમેરા સેટઅપની માહિતી.

Vivo X300 Pro કિંમત

Vivo X300 Pro ના 16GB+512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹1,09,999 છે. આ સ્માર્ટફોન Dual Gold અને Elite Black કલર ઓપ્શનમાં આવે છે. સ્માર્ટફોન માટે પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે, અને વેચાણ 10 ડિસેમ્બરથી શરૂ થશે. આ ફોન Vivo ની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ અને અન્ય સ્ટોર્સ દ્વારા ખરીદી શકાય છે.

Vivo X300 Pro ડિસ્પ્લે અને બેટરી

Vivo X300 Pro માં 6.78 ઇંચ 1.5K LTPO OLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1260×2800 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ, 300Hz ટચ સેમ્પલિંગ રેટ અને 452ppi પિક્સેલ ડેન્સિટી છે. તે MediaTek Dimensity 9500 ચિપસેટ દ્વારા સંચાલિત છે. ફોનમાં 16GB LPDDR5x અલ્ટ્રા રેમ અને 512GB UFS 4.1 સ્ટોરેજ છે. તે Android 16 પર આધારિત OriginOS 6 પર ચાલે છે. તે 6,510mAh બેટરી દ્વારા સમર્થિત છે જે 90W વાયર્ડ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સેફટી માટે, ફોનમાં અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ સામેલ છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં Wi-Fi, Bluetooth 6, NFC, A-GPS, OTG, USB Type-C પોર્ટ, BeiDou, GLONASS, Galileo, QZSS અને GPS નો સમાવેશ થાય છે.

Vivo X300 Pro કેમેરા સેટઅપ અને ફીચર્સ

કેમેરા સેટઅપની વાત કરીએ તો, X300 Pro માં OIS સપોર્ટ સાથે 50mp નો Sony LYT-828 મુખ્ય કેમેરો, 3.5x ઓપ્ટિકલ ઝૂમ સાથે 200mp નો ટેલિફોટો કેમેરો અને 50mp નો JN1 અલ્ટ્રાવાઇડ કેમેરો છે. સેલ્ફી માટે, 50mp નો Samsung JN1 કેમેરો છે. ફોનને ધૂળ અને પાણીથી પ્રોટેક્શન આપવા માટે IP68 અને IP69 રેટિંગ આપવામાં આવ્યું છે. સ્ક્રીન HDR10+ કન્ટેન્ટને સપોર્ટ કરે છે અને SGS લો બ્લુ લાઇટ સર્ટિફિકેશન અને TUV રાઈનલેન્ડ ફ્લિકર-ફ્રી સર્ટિફિકેશન સાથે આવે છે. ફોનમાં એલ્યુમિનિયમ એલોય ફ્રેમ છે. ફોન પરના સેન્સરમાં ઈ-કંપાસ, એક્સીલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, કલર ટેમ્પરેચર સેન્સર, ફિંગરપ્રિન્ટ સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સરનો સમાવેશ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now