Home Tech/Gadgets Vivo Has Now Launched The Vivo X300 And Vivo X300 Pro In The Global Market

Vivo X300, X300 Pro ગ્લોબલ માર્કેટમાં થયો લોન્ચ! : બેટરી કેપેસિટીમાં થયો ઘટાડો, જાણો કિંમત અને દમદાર કેમેરા સેટઅપની માહિતી

Vivo X300, X300 Pro ગ્લોબલ માર્કેટમાં થયો લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Oct 31, 2025, 11:30 AM IST

Vivo now launches Vivo X300 and Vivo X300 Pro in Europe: Vivoએ હવે યુરોપમાં Vivo X300 અને Vivo X300 Pro રજૂ કર્યા છે. આ પહેલા આ સ્માર્ટફોન ચીનમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. બંને ફોન MediaTek Dimensity 9500 ચિપસેટ આપવામાં આવ્યું છે. અન્ય ફંક્શન તેમના ચાઇનીઝ વેરિઅન્ટ્સ જેવા જ છે. જોકે, કંપનીએ બેટરીમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થયેલા મોડલોમાં, કંપનીએ બેટરી કેપેસિટીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. જાણો યુરોપિયન બજારમાં લોન્ચ થયેલા Vivo X300 અને Vivo X300 Pro ફોન વચ્ચે કિંમત અને શું ફેરફર છે!

Vivo X300, Vivo X300 Pro કિંમત (યુરોપ)

Vivo X300 અને Vivo X300 Proને યુરોપિયન બજારમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. બંને ફોન પાવરફૂલ MediaTek Dimensity 9500 ચિપસેટ દ્વારા સંચાલિત છે. યુરોપમાં સ્ટાન્ડર્ડ Vivo X300 મોડલની કિંમત 1049 યુરો (આશરે રૂ. 107,600) છે. આ ફોન 16GB સુધીની RAM અને 512GB સ્ટોરેજ સાથે આવે છે. તેવી જ રીતે, 16GB RAM અને 512GB સ્ટોરેજ સાથે Vivo X300 Pro ની કિંમત યુરોપમાં 1399 યુરો (રૂ. 143,500) છે.

Vivo X300, Vivo X300 Pro ફંક્શન (યુરોપ)

યુરોપિયન અને ચાઇનીઝ સ્માર્ટફોન બંને વેરિઅન્ટ માટે મોટાભાગના ફંક્શન સરખા જ છે, પરંતુ કેટલાક તફાવતો છે. Vivo X300માં 6.31 ઇંચની ડિસ્પ્લે છે, જ્યારે Pro મોડલમાં 6.82 ઇંચની ડિસ્પ્લે છે. બંને ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 8T LTPO ડિસ્પ્લે છે. સેફટી માટે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. બંને ફોન 90W વાયર્ડ ચાર્જિંગ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

કેમેરા ફીચર્સ

Vivo X300માં 200MPનો પ્રાઇમરી કેમેરા છે જેમાં Samsung HPB સેન્સર છે. તેમાં 50MP Sony LYT-602 ટેલિફોટો લેન્સ પણ છે. ત્રીજો કેમેરા 50mp નો અલ્ટ્રાવાઇડ લેન્સ છે. Vivo X300 Proમાં 50MPનો Sony LYT-828 મુખ્ય કેમેરો છે. ફોનમાં 200MP Samsung HPB ટેલિફોટો કેમેરો છે. ત્રીજો કેમેરા 50mp નો Samsung JN1 સેન્સર છે, જે અલ્ટ્રાવાઇડ કેમેરા તરીકે કામ કરે છે. સેલ્ફી માટે, બંને ફોનમાં 50mp નો ફ્રન્ટ-ફેસિંગ કેમેરો છે જેમાં 50MP Samsung JN1 સેન્સર છે. સોફ્ટવેરની વાત કરીએ તો, ગ્લોબલ વેરિયન્ટ્સ OriginOSને સપોર્ટ કરે છે, જે Android 16 પર આધારિત છે. કંપનીએ પાંચ વર્ષ OS અપડેટ્સ અને સાત વર્ષ સુરક્ષા પેચ અપડેટ્સનું વચન આપ્યું છે.

બેટરી તફાવતો

કંપનીએ ગ્લોબલ મોડલોમાં બેટરી કેપેસિટી ઘટાડી છે. યુરોપમાં રિલીઝ થયેલ Vivo X300 ફોન 5,360mAh બેટરી સાથે આવે છે, જ્યારે તેના ચાઇનીઝ વેરિઅન્ટમાં 6,040mAh બેટરી છે. તેવી જ રીતે, યુરોપમાં રિલીઝ થયેલ Vivo X300 Pro ફોન 5,440mAh બેટરી સાથે આવે છે, જ્યારે ચાઇનીઝ વેરિઅન્ટમાં 6510mAh બેટરી છે. X300 Phantom Black અને Hello Pink રંગોમાં ઓફર કરવામાં આવે છે, જ્યારે X300 Pro Phantom Black અને Dune Brown રંગોમાં ઓફર કરવામાં આવે છે. બંને ફોન 30 ઓક્ટોબરથી ખરીદી માટે ઉપલબ્ધ થઈ ગયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now