ODI World Cup 2027 Virat Kohli: ભારતીય ક્રિકેટના સૌથી મોટા નામોમાંના એક વિરાટ કોહલી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. IPL 2026 પહેલાં આપેલા તેમના નિવેદને ક્રિકેટ ચાહકોને ચિંતામાં મુકી દીધાં છે. તેમના નિવેદનથી ચાહકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છેકે, શું કોહલી 2027નો વર્લ્ડ કપ રમશે કે નહીં? છેલ્લા કેટલાક સમયથી તેમના ભવિષ્યને લઈને અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે કોહલીએ આપેલા સંકેતોએ ચર્ચાને વધુ વેગ આપ્યો છે. વિરાટ કોહલી માત્ર એક ખેલાડી નથી, પરંતુ ભારતીય ક્રિકેટની છેલ્લા દાયકાની સૌથી મોટી ઓળખ છે. ટેસ્ટ, ODI અને T20 ત્રણેય ફોર્મેટમાં પોતાની છાપ છોડી ચૂકેલા કોહલી માટે હવે ઉંમર અને ફિટનેસને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જોકે, તેમની રમત, ફિટનેસ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સતત પ્રદર્શનને જોતા ઘણા નિષ્ણાતો માને છે કે તેઓ હજુ લાંબા સમય સુધી ભારત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
IPL 2026: મુંબઈની રોમાંચક જીત, તિલકે ફટકારી 106 મીટર લાંબી સિક્સ
કોહલીના નિવેદનનો અર્થ શું?
રિપોર્ટ મુજબ વિરાટ કોહલીએ સ્પષ્ટ રીતે નિવૃત્તિ વિશે કંઈ કહ્યું નથી, પરંતુ તેમણે એટલું જરૂર સંકેત આપ્યું કે જો ફિટનેસ અને ફોર્મ જળવાઈ રહેશે તો તેઓ આગળ પણ રમવાનું પસંદ કરશે. ક્રિકેટમાં ઘણી વખત ખેલાડીઓ સીધું કંઈ કહેતા નથી, પરંતુ સંકેતો ઘણું કહી જાય છે. કોહલીના નિવેદન બાદ હવે ચાહકો અને ક્રિકેટ વિશ્લેષકો બંને 2027 વર્લ્ડ કપની સંભાવનાઓ પર ચર્ચા કરી રહ્યા છે. 2027 ODI વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નમિબિયામાં યોજાવાનો છે. ત્યારે કોહલીની ઉંમર લગભગ 39 વર્ષની હશે. સામાન્ય રીતે આ ઉંમરે ઘણા ક્રિકેટરો નિવૃત્તિ લઈ લે છે, પરંતુ આધુનિક ક્રિકેટમાં ફિટનેસ અને ડાયટના કારણે ખેલાડીઓ વધુ લાંબો સમય રમતા થયા છે. ઉદાહરણ તરીકે, MS ધોની, ક્રિસ ગેઇલ અને જેમ્સ એન્ડરસન જેવા ખેલાડીઓ લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટકી રહ્યા હતા.
IPL 2026: શું હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ છોડી રહ્યો છે?: શાર્દુલ ઠાકુરના જવાબથી ક્રિકેટ જગતમાં ખળભળાટ
કોહલીએ ઇન્ટરવ્યૂમાં એવું તો શું કહ્યું જેનાથી હલચલ મચી ગઇ?
મારો દ્રષ્ટિકોણ એકદમ સ્પષ્ટ છે. જો હું એ ટીમ કે માહોલમાં મારું યોગદાન આપી શકું છું, જેનો હું હિસ્સો છું, અને ટીમને પણ લાગે છેકે, હું મારું યોગદાન આપી શકું છું તો હું જરૂર રમીશ. પણ જો મને એવું ફિલ કરાવવામાં આવે, મારી સાથે એવું વર્તમન કરવામાં આવે કે, મારે મારી કાબિલિયત અને મહત્ત્વ સતત સાબિત કરવા પડે, તો હું એ જગ્યા પર નહીં રહું. કારણકે, હું મારી તૈયારીને લઇને ખુબ જ ઇમાનદારછું. હું દરેક બોલ મારા કરિઅરનો છેલ્લો બોલ છે એવું સમજીને મારું સારામાં સારું પ્રદર્શન આપવાનો પ્રયાસ કરું છું. પણ છતાં પણ જો મારે વારંવાર મારી કાબિલિયત સાબિત કરવી પડે કોઈની સામે તો એ યોગ્ય નથી. હું ખેલ પ્રત્યે મારા દ્રષ્ટિકોણને લઈને પણ પૂરી રીતે ઇમાનદાર છું. હું પુરા દિલથી મહેનત કરું છું. હું ભગવાનનો આભારી છું કે તેમણે મને મારા ક્રિકેટ કરિયરમાં ઘણું બધું આપ્યું. હું મેદાન પર પણ પુરી એકાગ્રતા અને મહેનત સાથે રમુ છું. હું બીજા ખેલાડીઓ કરતા પણ વધારે મહેનત કરું છું. શું તમે ઇચ્છો છો કે, હું ODI મેચમાં 40 ઓવર સુધી બાઉન્ડી થી બાઉન્ડ્રી સુધી દોડતો રહું? હું ટીમ માટે એ તમામ વસ્તુ કરીશ જે મારાથઈ શક્ય હશે.
શ્રેયસ-સંજુ નહીં, પણ આ સ્ટાર ખેલાડી બન્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન!: 15 વર્ષીય વૈભવને પણ મળ્યું ટીમમાં સ્થાન
ભારતીય ટીમ માટે કોહલી કેમ મહત્વપૂર્ણ છે?
ભારતીય ક્રિકેટ હાલમાં ટ્રાન્ઝિશનના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને અન્ય સિનિયર ખેલાડીઓના ભવિષ્યને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીની હાજરી ટીમ માટે સ્થિરતા આપે છે. ODI ક્રિકેટમાં કોહલીનો રેકોર્ડ આજે પણ અદ્ભુત છે. ચેઝ માસ્ટર તરીકે ઓળખાતા કોહલીએ અનેક મેચોમાં ભારતને જીત અપાવી છે. મોટા ટુર્નામેન્ટમાં દબાણ હેઠળ રમવાની તેમની ક્ષમતા ટીમ માટે સૌથી મોટી તાકાત માનવામાં આવે છે. ખાસ કરીને ICC ઇવેન્ટ્સમાં તેમનો અનુભવ યુવા ખેલાડીઓ માટે માર્ગદર્શનરૂપ બની શકે છે. તાજેતરના વર્ષોમાં શુભમન ગિલ, યશસ્વી જયસવાલ અને અન્ય યુવા ખેલાડીઓ આગળ આવી રહ્યા છે, પરંતુ મોટા મંચ પર અનુભવનું મહત્વ હંમેશા રહે છે. 2023 ODI વર્લ્ડ કપમાં પણ કોહલીએ બતાવ્યું હતું કે મોટા ટુર્નામેન્ટમાં તેઓ હજુ મેચ વિનર બની શકે છે.
શું ખરેખર MI એ કરી હાર્દિકની હકાલપટ્ટી?: "ટાટા બાય બાય...ખતમ...તમે જઈ શકો છો", પૂર્વ ક્રિકેટરના નિવેદનથી હોબાળો
ફિટનેસ રહેશે સૌથી મોટો મુદ્દો
જો કોહલી 2027 સુધી રમવા માંગે છે તો સૌથી મોટો પડકાર ફિટનેસ જ રહેશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત બની ગયું છે. IPL, દ્વિપક્ષીય સિરીઝ અને ICC ટુર્નામેન્ટ વચ્ચે ખેલાડીઓ પર ભારે દબાણ રહે છે. વિરાટ કોહલી પોતાની ફિટનેસ માટે જાણીતા છે. ભારતીય ક્રિકેટમાં ફિટનેસ કલ્ચર લાવવામાં તેમનું મોટું યોગદાન માનવામાં આવે છે. યો-યો ટેસ્ટથી લઈને કડક ડાયટ સુધી, કોહલીએ યુવા ખેલાડીઓ માટે એક નવો ધોરણ નક્કી કર્યો છે. પરંતુ ઉંમર વધતા શરીર પર થતો પ્રભાવ અટકાવવો સરળ નથી. આગામી બે વર્ષ દરમિયાન કોહલી વર્કલોડ મેનેજમેન્ટ પર વધુ ધ્યાન આપી શકે છે. શક્ય છે કે તેઓ કેટલાક દ્વિપક્ષીય ટૂરમાં આરામ લે અને માત્ર મહત્વપૂર્ણ સિરીઝ તથા ICC ટુર્નામેન્ટ પર ફોકસ કરે.
શું BCCI પણ કોહલીને 2027 સુધી ઇચ્છે છે?
ભારતીય ક્રિકેટ બોર્ડ માટે વિરાટ કોહલી માત્ર ખેલાડી નથી, પરંતુ બ્રાન્ડ પણ છે. તેમની લોકપ્રિયતા વિશ્વભરમાં છે. મેદાન પરના પ્રદર્શન સિવાય પણ તેઓ ક્રિકેટની માર્કેટ વેલ્યૂ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કોહલી સતત સારું પ્રદર્શન આપતા રહેશે તો BCCI ચોક્કસપણે તેમને 2027 સુધી ટીમમાં રાખવા ઈચ્છશે. જોકે ભારતીય ટીમમાં પસંદગી હંમેશા પ્રદર્શનના આધારે જ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં BCCIએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર નામના આધારે કોઈ ખેલાડી લાંબા સમય સુધી ટકી શકતો નથી.
27 બોલ, 18 છગ્ગા, 6 ચોગ્ગા અને 144 રન...: માત્ર 43 મિનિટમાં લખાઈ ગયો ક્રિકેટ ઇતિહાસનો સૌથી ખતરનાક અધ્યાય
ચાહકો માટે લાગણીનો મુદ્દો
વિરાટ કોહલીના ચાહકો માટે આ મુદ્દો માત્ર ક્રિકેટ પૂરતો સીમિત નથી. 2008થી ભારતીય ક્રિકેટમાં તેમની સફર અનેક લોકો માટે પ્રેરણારૂપ રહી છે. આક્રમક બેટિંગ, જુસ્સો અને જીત માટેની ભૂખે તેમને અલગ ઓળખ આપી છે. ઘણા ચાહકો ઈચ્છે છે કે કોહલી 2027 વર્લ્ડ કપ સુધી રમે અને ભારતને વધુ એક ICC ટ્રોફી જીતાડે. 2011 વર્લ્ડ કપ જીતનાર ટીમનો હિસ્સો રહેલા કોહલી માટે 2027 કદાચ છેલ્લો ODI વર્લ્ડ કપ બની શકે છે. તેથી ચાહકો માટે આ ભાવનાત્મક વિષય પણ બની ગયો છે.
હાલ માટે સ્પષ્ટ એટલું જ છે કે વિરાટ કોહલી હજુ ક્રિકેટથી દૂર જવાના મૂડમાં નથી. જો ફોર્મ અને ફિટનેસ સાથ આપશે તો 2027 ODI વર્લ્ડ કપમાં કોહલીને ભારતીય જર્સીમાં જોવા મળવાની શક્યતા નકારી શકાય નહીં. આગામી બે વર્ષમાં તેમની રમત અને શરીર કેવી રીતે પ્રતિસાદ આપે છે તેના પર જ આખી તસવીર નિર્ભર રહેશે.





