Unbreakable Cricket Records : ભારતમાં જ્યારે પણ ક્રિકેટની વાત થાય ત્યારે IPL અને આંતરરાષ્ટ્રીય સિતારાઓની ચર્ચા સામાન્ય છે. હાલમાં IPL 2026 માં રનનો પૂર આવ્યો છે, પરંતુ સાચો ધમાકો યુરોપના મેદાન પર જોવા હતો. હરિયાણાની ધરતી પર જન્મેલા અને એસ્ટોનિયા દેશનું પ્રતિનિધિત્વ કરતાં સાહિલ ચૌહાણે ક્રિકેટના ઇતિહાસના તમામ મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત કરી નાખ્યા છે. તેને એવી બેટિંગ કરી કે, બોલરો મેદાન પર ક્યાં બોલ ફેંકવો તે ભૂલી ગયા હતા.
માત્ર 27 બોલમાં સેન્ચુરીનો જાદુ
17 જૂન 2024 ના રોજ સાયપ્રસ સામે રમાયેલી T20 મેચમાં સાહિલે જે પરાક્રમ કર્યું તે અકલ્પનીય છે. સાયપ્રસે 192 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો, જે સામાન્ય રીતે કોઈપણ T20 મેચમાં પડકારજનક માનવામાં આવે છે. પરંતુ સાહિલ ચૌહાણ જ્યારે ક્રીઝ પર આવ્યો, ત્યારે તેને માત્ર 27 બોલમાં પોતાની સેન્ચુરી પૂરી કરીને નવો વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો. આ ઇનિંગમાં તેને સાબિત કર્યું કે પાવર હિટિંગ કોને કહેવાય. તેને મેદાનની ચારેબાજુ શોટ્સ ફટકારીને સ્કોરબોર્ડની ગતિ મિસાઇલ જેવી કરી દીધી હતી.
GT ની સતત જીત પાછળ શું છે સૌથી મોટું કારણ?: શુભમન ગિલનો આ માસ્ટરપ્લાન આવ્યો બહાર!
ક્રીઝ પર 43 મિનિટની તબાહી
સાહિલ ચૌહાણે કુલ 41 બોલનો સામનો કર્યો અને 144 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. આ આખી ઇનિંગ દરમિયાન તે માત્ર 43 મિનિટ ક્રીઝ પર રહ્યો હતો. એટલે કે, દર મિનિટે તેને એવરેજ 3 થી વધુ રન બનાવ્યા હતા. તેની આ ઇનિંગમાં 18 ગગનચુંબી છગ્ગા અને 6 ચોગ્ગા સામેલ હતા. આ રેકોર્ડબ્રેક ઇનિંગને કારણે એસ્ટોનિયાએ 192 રનનો પીછો માત્ર 13 ઓવરમાં જ કરી લીધો હતો અને 42 બોલ બાકી રહેતા ભવ્ય વિજય મેળવ્યો હતો. તેનો સ્ટ્રાઇક રેટ 351.21 રહ્યો હતો, જે T20 ક્રિકેટમાં એક સ્વપ્ન સમાન છે.
પહેલા જ બોલ પર જાદુ કર્યું પછી આખું કરિયર કોરું કટાક!: ભારતના આ ક્રિકેટરે બનાવ્યો હતો વર્લ્ડ રેકોર્ડ, છતાં કોઈ ભાવ પણ પૂછતું નથી
દિગ્ગજોના રેકોર્ડ થયા ધ્વસ્ત
આ અગાઉ ક્રિકેટ જગતમાં સૌથી ઝડપી સદીનો તાજ 'યુનિવર્સ બોસ' ક્રિસ ગેલના નામે હતો, જેને 2013 માં પુણે વોરિયર્સ સામે 30 બોલમાં સેન્ચુરી ફટકારી હતી. સાહિલે ગેલના આ વર્ષો જૂના રેકોર્ડને માત્ર 27 બોલમાં સેન્ચુરી ફટકારીને તોડી નાખ્યો છે. એટલું જ નહીં, તેને જાન નિકોલ લોફ્ટી-ઇટન (33 બોલ) અને નેપાળના કુશલ મલ્લ (34 બોલ) ના ઇન્ટરનેશનલ રેકોર્ડ્સને પણ પાછળ છોડી દીધા છે. હરિયાણાના આ છોકરાએ સાબિત કર્યું કે, ભારતીય મૂળના ખેલાડીઓ ગમે ત્યાં રમે, તેમનું ઝનૂન અકબંધ રહે છે.
50 ઓવરની મેચમાં 822 રન!: ક્રિકેટ મેદાન પર જે બન્યું તે જોઈ દુનિયા પણ સ્તબ્ધ!
T20 માં સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરીની લિસ્ટ
ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં અત્યાર સુધીની સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના પાંચ બેટ્સમેનોમાં:
સાહિલ ચૌહાણ (એસ્ટોનિયા) : 27 બોલ (સામે સાયપ્રસ, 2024)
ઉર્વિલ પટેલ (ગુજરાત) : 28 બોલ (સૈયદ મુશ્તાક અલી ટ્રોફી, 2024)
અભિષેક શર્મા (પંજાબ) : 28 બોલ (T20 ડોમેસ્ટિક, 2024)
મુહમ્મદ ફહાદ (તુર્કી) : 29 બોલ (સામે બલ્ગેરિયા, 2025)
ક્રિસ ગેલ (RCB) : 30 બોલ (IPL, 2013)





