ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને લોકપ્રિય જનસેવક વિજય રૂપાણીને આજે રાજકોટના રામનાથપરા સ્મશાનગૃહ ખાતે સમગ્ર રાજ્યના હૈયાં સ્પર્શી લેતા ભાવનાત્મક દ્રશ્યો વચ્ચે અંતિમ વિદાય આપવામાં આવી. 12મી જૂને અમદાવાદમાં લંડન જતું વિમાન ક્રેશ થતાં તેમનું દુર્ઘટનામાં અવસાન થયું હતું. ગઈકાલે DNA મળ્યા બાદ આજે સવારે 11:30 વાગ્યે પરિવારને તેમનો પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો હતો.
તેમના રાજકીય અને સામાજિક યોગદાનને ધ્યાનમાં રાખીને તેમના અંતિમ સંસ્કારને સંપૂર્ણ રાજકીય સન્માન અપાયો. સ્મશાનયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત भाजपा અને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
#WATCH | Rajkot | Former Gujarat CM Vijay Rupani was cremated by his son Rushabh.
— ANI (@ANI) June 16, 2025
The former CM was given full state honour in the presence of Union Home Minister Amit Shah, Gujarat Governor Acharya Devvrat and CM Bhupendra Patel. Former CM Rupani lost his life in the Air India… pic.twitter.com/MwvH90yO7k
સાંજે 7:40 વાગ્યે તેમના નિવાસસ્થાનથી સ્મશાનયાત્રા શરૂ થઈ હતી, જેમાં હજારો લોકો વરસાદ હોવા છતાં રસ્તાઓ પર ઊમટી પડ્યા હતા. 6 કિલોમીટર લાંબા રૂટ પર 'વિજયભાઈ અમર રહો'ના નારા ગુંજતા રહ્યા. રાત્રે 9:40 વાગ્યે રામનાથપરા સ્મશાનગૃહ પહોંચેલી યાત્રામાં શહેરના દરેક વર્ગના લોકો, નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધીનો ભાવિક સહભાગ જોવા મળ્યો.
#WATCH | Rajkot | Last rites of Former Gujarat CM Vijay Rupani were performed. Union Home Minister Amit Shah, Gujarat Governor Acharya Devvrat and CM Bhupendra Patel are also present
— ANI (@ANI) June 16, 2025
The former CM lost his life in the Air India Plane crash in Ahmedabad on June 12 pic.twitter.com/6o2gZPohWu
વિજય રૂપાણીનું જીવન માત્ર રાજકારણ સુધી મર્યાદિત ન રહી, પરંતુ લોકોના દિલમાં એક જનસેવી નેતા તરીકે તેમનું કાયમી સ્થાન રહ્યું. તેમનો અચાનક વિદાયથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.





