ગુજરાતી રંગમંચના પ્રસિદ્ધ અને અનુભવી કલાકાર કૌસ્તુભ ત્રિવેદીનું અચાનક અવસાન થતાં ગુજરાતી થિયેટર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેઓ માત્ર એક સારા અભિનેતાજ નહીં, પણ એક સફળ નાટ્યનિર્માતા પણ હતા. રામાયણ સિરિયલમાં કેવટ નો રોલ અદા કર્યો હતો.
કૌસ્તુભ ત્રિવેદીએ અનેક લોકપ્રિય નાટકોમાં અભિનય કર્યો છે જેમ કે ‘પપ્પા મારા પ્રેમ ચોપરા’, ‘પપ્પા અમારા પ્રાઈમ મિનિસ્ટર’ અને ‘માસ્ટર બ્લાસ્ટર’. તેમની અભિનયની કળા માટે ઓળખાયતા ત્રિવેદીએ દૂર્ધર્શનની પ્રખ્યાત ધારાવાહિ ‘રામાયણ’માં કેવટની ભૂમિકા પણ નિભાવી હતી, જેને દર્શકોની વિશેષ પ્રતિસાદ મળ્યો હતો.
રંગમંચ સાથે નિષ્ઠા:
કૌસ્તુભ ત્રિવેદી માત્ર મંચ પરના કલાકાર જ નહીં, પણ પડદા પાછળની યાત્રામાં પણ એટલા જ સક્રિય રહ્યા હતા. તેઓએ નાટકોનું નિર્માણ પણ કર્યું હતું અને નવું ટેલેન્ટ તૈયાર કરવાને પ્રોત્સાહન આપ્યું હતું. ગુજરાતી રંગમંચમાં તેમનું યોગદાન યાદગાર રહી રહેશે.
અચાનક નિધનથી ઊંડો દુઃખદ ઘા:
તેમના અવસાનનું ચોક્કસ કારણ હજુ સુધી જાહેર થયું નથી, પરંતુ તેમના નિધનના સમાચાર મળતા જ ગુજરાતી થિયેટર જગતમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. થિયેટરના સાથે સંકળાયેલા કલાકારો, નિર્માતાઓ અને દર્શકોના હૃદયમાં કૌસ્તુભ ત્રિવેદી માટે વિશેષ સ્થાન હતું અને રહેશે.
શ્રદ્ધાંજલિ:
કૌસ્તુભ ત્રિવેદીની યાદગિરીઓ તથા તેમની થિયેટર સાથેની સંવેદનાત્મક જોડાણ હંમેશા યાદ રહેશે. ગુજરાતી રંગમંચે આજે એક સાચા ધુરંધર અને સમર્પિત કલાકારને ગુમાવ્યો છે.





