Home Gujarat Vadodara While Trying Sell Valuable Whale Vomit 6 People Arrested

વડોદરામાંથી ઝડપાઈ વ્હેલ માછલીની ઉલ્ટી : છ શખ્સો, 1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત, શું હોય છે વ્હેલ માછલીની ઉલ્ટી?

વડોદરામાંથી ઝડપાઈ વ્હેલ માછલીની ઉલ્ટી
Published by: OBS Bureau
Last Updated: Jun 26, 2025, 11:36 AM IST

આજકાલ લોકો પૈસા માટે કંઇ પણ કરવા માટે તૈયાર છે, વડોદરા નજીક બીલ કેનાલ પાસે ધ માર્ક કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં કેટલાંક શખ્સો વ્હેલ માછલીની ઉલ્ટી સાથે ઝડપાયા છે. પોલીસની બાતમી મળી હતી કે, એક કારમાં વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) નામનો પદાર્થ શંકાસ્પદ રીતે વેચાણ કરવામાં આવી રહ્યો છે.

1.58 કરોડ કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી ઝડપાઇ
અત્રે જણાવીએ કે, પોલીસે RFO અને FSLની ટીમને સાથે રાખી સ્થળ પર દરોડા પાડતાં છ શખ્સો વ્હેલ માછલીની ઉલ્ટી સાથે ઝડપાયા હતાં. જો કે, લક્ષ્મીપુરાનો વ્રજ દવે ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે સ્થળ પરથી રૂપિયા 1.58 કરોડ કિંમતની વ્હેલ માછલીની ઊલટી, 6 મોબાઇલ અને કાર મળી કુલ રુપિયા 1.65 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીની પૂછપરછ હાથ ધરી છે.

શું હોય છે વ્હેલ માછલીની ઉલ્ટી?
વ્હેલ માછલીની ઉલ્ટીને એમ્બરગ્રીસથી પણ ઓળખવામાં આવે છે. જે મીણ જેવો દેખાવમાં હોય છે. એમ્બરગ્રીસનો અર્થ ફ્રેન્ચમાં 'ગ્રે અંબર' થાય છે. જે વ્હેલ માછલીના પાચનતંત્રમાં બનતો હોવાથી તેને ઉલ્ટી કહેવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now