Social Media Star Ankita Parmar: સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરને ટિકિટ આપીને ભાજપે પોતાના ઉમેદવાર બનાવ્યાં હતાં. વડોદરા જિલ્લાના પોર બેઠક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ટિકિટ ભાજપે અંકિતા પરમારને આપી હતી. જેમાં સ્થાનિક કાર્યકરો દ્વારા વિરોધ પણ કરાયો હતો. જોકે, તેમ છતાં અત્યારે પરિણામ સામે આવ્યાં તેમાં અંકિતા પરમારની જીત થઈ છે. અંકિતા પરમારને સોશિયલ મીડિયામાં 10 લાખથી વધુ ફોલોવર છે. અને તે હાલ પ્રદેશ ભાજપ યુવા મોરચા ના ઉપાધ્યક્ષ છે સાથે જ તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂકી છે.
કોણ છે અંકિતા પરમાર?
અંકિતા પરમાર સોશિયલ મીડિયા, ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર એક જાણીતું અને લોકપ્રિય નામ છે. તેમની આકર્ષક રજૂઆતો, ડાન્સ રીલ્સ અને ગંભીર મુદ્દાઓ પરના ટૂંકા વીડિયોએ તેમને લાખો યુવાનોના ફેવરિટ બનાવ્યા છે. ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના લોકપ્રિય સંવાદ - 'ઇજ્જત સે જીનેકા.. કિસી સે ડરના નહિ... ન MLA સે ન મંત્રી સે...' પર બનાવેલી તેમની રીલ રાતોરાત વાયરલ થઈ હતી, જેણે તેમને એક અલગ જ ઓળખ અપાવી.
આ પણ વાંચોઃ bભાજપે તેને કેમ ટિકિટ મળી એ મુદ્દે અંકિત પરમારે આપ્યું મોટું નિવેદન : "નારાજ નયનાબેનને અમે સમજાવી દઈશું, અને એ સમજી પણ જશે"
પરંતુ વાત અહીં અટકતી નથી…અંકિતા માટે ગ્લેમરની આ દુનિયા તેમના વ્યક્તિત્વનું માત્ર એક પાસું છે. તેમની ખરી સફર તો જમીની સ્તરની જનસેવા અને પક્ષના સંગઠન સાથે જોડાયેલી છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે સોશિયલ મીડિયા એ આજના સમયમાં લોકો સુધી પહોંચવાનો એક સેતુ છે, જેનાથી પ્રજાના પ્રશ્નોને ઝડપથી વાચા આપી શકાય છે.
શૈક્ષણિક લાયકાત અને સામાજિક નેતૃત્વ
તેમની આ ઓળખ માત્ર એક 'ઇન્ફ્લુએન્સર' પૂરતી સીમિત નથી. ઉચ્ચ શિક્ષિત અંકિતા કાયદાના સ્નાતક (LL.B) છે. રાજકારણમાં જ્યારે યોગ્ય વહીવટ અને કાયદાકીય સમજની વાત આવે છે, ત્યારે તેમની પાસે કાયદાના જ્ઞાનનું પાસું અત્યંત મજબૂત બની રહે છે. એક શિક્ષિત યુવા સ્ત્રી જ્યારે પંચાયત સ્તરે વહીવટ સંભાળે છે, ત્યારે તે સરકારી યોજનાઓ, કાયદાકીય આંટીઘૂંટીઓ અને વહીવટી પ્રક્રિયાઓને બારીકાઈથી સમજી શકે છે.
મહત્વપૂર્ણ વાત એ છે કે.. વહીવટી ગૂંચવણો ઉકેલવાની અંકિતા પરમારની આ ક્ષમતાનો સીધો લાભ સામાન્ય જનતાને મળે છે. પારિવારિક વારસો પણ સામાજિક સેવાનો રહ્યો હોવાથી નેતૃત્વના ગુણો તેમનામાં નાનપણથી જ સિંચાયેલા છે.






