Home Gujarat Vadodara Vadodara Nidhi Patel Bjp Candidate Modi Song

"મારા મોદીના પગલાં જ્યાં-જ્યાં જાય, ત્યાં-ત્યાં હઉનું હારું થાય" : ભાજપમાંથી ટિકિટ મળતા PM મોદી માટે ગાયું ગીત, સોશિયલ મીડિયા પર આ ચહેરાની ચર્ચા

Vadodara BJP Candidate
Published by: Vishal Dave
Last Updated: Apr 14, 2026, 09:33 AM IST

VMC Election 2026: વડોદરાના વોર્ડ નંબર-13માં નિધિ પટેલને ભાજપમાંથી ઉમેદવારીની તક મળતા ભાવુક થયા હતા. તેમણે અનોખા અંદાજમાં પ્રધાનમંત્રી મોદી માટે ગીત ગાઈને વિશેષ આભાર પ્રકટ કર્યો હતો. નિધિ પટેલે ગીત ગાતા ગાતા જણાવ્યું હતુંકે, "મારા મોદીના પગલાં જ્યાં-જ્યાં જાય, ત્યાં-ત્યાં હઉનું હારું થાય".

'મોદી આવે મારા મોદી આવે, વડોદરાના વોર્ડ નંબર-13માં મોદી આવે', સૌના સાથ અને સૌના વિકાસ સાથે આપણાં ગુજરાતમાં મોદી'. આ પંક્તિઓ સાથે નિધિ પટેલે પોતાને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી તેનો આભાર વ્યક્ત કર્યો હતો. નિધિ પટેલે ગાયેલાં આ ગીતમાં Narendra Modi પ્રત્યેનો વિશ્વાસ અને ભાજપ પ્રત્યેની લાગણી સ્પષ્ટ દેખાઈ આવે છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ "મારે મોદી સાહેબ અને અમિત શાહ સાથે રહેવું છે" : કોંગ્રેસમાં ઉમેદવાર છેલ્લી ઘડીએ ભાજપમાં! જાણો ધારાસભ્ય અમિત ઠાકરે કેવી રીતે ખેલ પાડ્યો

વડોદરા વોર્ડ નંબર-13ના ભાજપના ઉમેદવાર નિધિ પટેલે જણાવ્યું કે, મારા માતા-પિતા પાસે ઘણું શીખી છું. ઘણીવાર તેઓ લોકોનો ગુસ્સાનો પણ ભોગ બન્યા. પરંતુ તેમણે એ વાતો પોતાના ધ્યાનમાં રાખી. તેમણે મારા માટે આ રાજકીય ધરોહર સજાવીને મને આપી છે. મારા માટે જીત હાંસલ મેળવવી સાવ સરળ છે. રાજકારણ મારી નસમાં આવી ગયું છે.

વધુમાં નિધિ પટેલે જણાવ્યું છેકે, 35 વર્ષ પહેલાં મારા પિતા નીતીનભાઈ પટેલે ભાજપમાં જોડાઈને સેવા કાર્યનો પ્રારંભ કર્યો હતો. તેઓ 2005માં ભાજપના ઉમેદવાર બન્યા હતા અને આખી પેનલ જીતી હતી. છેલ્લાં 5 વર્ષ પહેલાં મારા માતાને પણ રાજકીય કારકિર્દી બનાવવાની તક મળી. મારા માતા જ્યોતિબેન પટેલે વોર્ડ માટે ઘણું બધુ કામ કર્યું છે. હું જ્યાં-જ્યાં પ્રચારમાં ગઈ મારા માતા-પિતાને બધા ઓળખે છે. એમણે ભાજપમાં રહીને વિસ્તારના વિકાસ માટે ખુબ સારા કામો કર્યા છે. જેને કારણે હાલ મારા માતા-પિતાથી કોઈ નારાજ નથી. તેમની રાજકીય ધરોહરનો સીધો લાભ મને મળશે.

સ્થાનિક ચૂંટણીમાં યુવા અને નવા ચહેરાઓને તક આપવાનો ટ્રેન્ડ વધતો જોવા મળી રહ્યો છે. નિધિ પટેલની ઉમેદવારી એ ભાજપની નવી પેઢીને આગળ લાવવાની સ્ટ્રેટેજીનો ભાગ માનવામાં આવી રહી છે. આ સાથે, સોશિયલ મીડિયા પર રાજકારણની હાજરી પણ હવે વધુ અસરકારક બની રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now